________________
૨૦૬
ભગવઇ - ૮/-/૧૦૪૩૬
છે, જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશ્ય દર્શનાવરણીય હોય છે, જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે. હે ભગવન્ ! જેને જ્ઞાનાવરણીય છે, તેને શું વેદનીય હોય છે, જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય હોય છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય વેદનીય હોય છે, અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્ ! જેને જ્ઞાનાવરણીય છે તેને શું મોહનીય છે, જેને મોહનીય છે તેને જ્ઞાનાવરણીય છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે તેને મોહનીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને મોહનીય છે તેને અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ હોય છે. હે ભગવન્ ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષ કર્મ છે- ઇત્યદિ જેમ વેદનીય કર્મ સાથે કહ્યું તેમ આયુની સાથે પણ કહેવું,. એ પ્રમાણે નામ અને ગોત્ર કર્મની સાથે પણ જાણવું. જેમ દર્શનાવરણીય સાથે કહ્યું તેમ અન્તરાય કર્મ સાથે અવશ્ય પરસ્પર કહેવું.
હે ભગવન્ ! જેને દર્શનાવરણીકર્મ છે તેને શું વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે ? જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરના સાત કર્મો સાથે કહ્યું છે તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરના છ કર્મો સાથે કહેવું, અને એ પ્રમાણે યાવદ્ અંતરાય કર્મ સાથે કહેવું. હે ભગવન્ ! જેને વેદનીય છે તેને શું મોહનીય છે, જેને મોહનીય છે તેને વેદનીય છે ? હે ગૌતમ ! જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને મોહનીય છે તેને અવશ્ય વેદનીય છે. હે ભગવન્ ! જેને વેદનીય છે તેને શું આયુષુ કર્મ હોય ? એ પ્રમાણે એ બન્ને પરસ્પર અવશ્ય હોય. જેમ આયુની સાથે કહ્યું તેમ નામ અને ગોત્રની સાથે પણ કહેવું. હે ભગવન્ ! જેને વેદનીય કર્મ છે તેને શું અન્તરાય હોય-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેને વેદનીય છે તેને અન્તરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને અન્તરાય. કર્મ છે તેને અવશ્ય વેદનીય કર્મ હોય.
હે ભગવન્ ! જેને મોહનીય છે તેને આયુષ્ય હોય, જેને આયુષ છે તેને મોહનોય હોય ? હે ગૌતમ ! જેને મોહનીય છે તેને અવશ્ય આયુષુ હોય, જેને આયુષુ છે તેને મોહનીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણેનામ, ગોત્ર અને અન્તરાયકર્મ કહેવું. હે ભગવન્ ! જેને આયુષુ કર્મ છે તેને નામ કર્મ હોય ?- ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે બન્ને પરસ્પર અવશ્ય હોય, એ પ્રમાણે ગોત્ર સાથે પણ કહેવું. હે ભગવન્ ! જેને આયુષુ છે તેને અંતરાય કર્મ હોય ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેને આયુષુ છે તેને અન્તરાય કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અન્તરાય કર્મ છે તેને અવશ્ય આયુષુ કર્મ હોય. હે ભગવન્ ! જેને નામ કર્મ છે, તેને શું ગોત્ર કર્મ હોય, જેને ગોત્ર કર્મ છે તેને નામ કર્મ હોય ? હે ગૌતમ ! જેને નામ કર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય; અને જેને ગોત્રકર્મ છે તેને અવશ્ય નામકર્મ હોય. જેને નામ કર્મ છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાય કર્મ છે તેને અવશ્ય નામકર્મ હોય. હે ભગવન્ ! જેને ગોત્રકર્મ છે તેને શું અંતરાય કર્મ હોય ? ઇત્યાદિ પ્રશ્ન હે ગૌતમ ! જેને ગોત્રકર્મ છે તેને અન્તરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અન્તરાય કર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય.
[૪૩૭] હે ભગવન્ ! શું જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? હે ગૌતમ ! તે બંને છે. હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ કોઇક પુરુષ છત્રવડે છત્રી, દંડવડે દંડી ઘંટવડે ઘંટી, પટવડે પટી અને કરવડે કરી કહેવાય છે તેમ જીવ પણ શ્રોતેંદ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org