________________
શતક-૮, ઉદ્દેસો-૧૦
૨૦૫
દ્રવ્યદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્યો અને દ્રવ્યદેશ છે. કે દ્રવ્યો અને દ્રવ્યદેશો છે ? હે ગૌતમ ! તે કથંચિદ્ દ્રવ્ય છે, કથંચિદ્ દ્રવ્યદેશ છે, પણ દ્રવ્યો નથી, દ્રવ્યદેશો નથી, દ્રવ્ય અને દ્રવ્યદેશ નથી, યાવદ્ દ્રવ્યો અને દ્રવ્યદેશો નથી. હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, કથંચિત્ દ્રવ્યો છે, કથંચિત્ દ્રવ્યદેશો છે, કથંચિત્ દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, પણ દ્રવ્ય અને દ્રવ્યદેશો નથી, હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, એ પ્રમાણે સાત ભાંગાઓ કહેવા, યાવત્ કથંચિત્ દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, પણ દ્રવ્યો અને દ્રવ્યદેશો નથી. હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિદ્ દ્રવ્યદેશ છે-ઇત્યાદિ આઠ ભાંગા કહેવા, જેમ ચાર પ્રદેશો કહ્યા તેમ પાંચ, છ, સાત યાવદ્ અસંખ્યેય પ્રદેશો પણ કહેવા. હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના અનન્ત પ્રદેશો સંબંધે. પૂર્વ પ્રમાણેજ જાણવું.
[૪૩૪] હે ભગવન્ ! લોકાકાશના પ્રદેશો કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! અસંખ્ય પ્રદેશો કહ્યા છે. હે ભગવન્ ! એક એક જીવના કેટલા જીવપ્રદેશો કહ્યા છે ? હે ગૌતમ ! જેટલા લોકાકાશના પ્રદેશો કહ્યા છે તેટલા એક એક જીવના પ્રદેશો કહ્યા છે.
[૪૩૫] હે ભગવન્ ! કર્મપ્રકૃતિઓ કેટલી કહીછે ? હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. જ્ઞાનવરણીય, યાવત્ અન્તરાય. હે ભગવન્ ! નૈરયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ એ પ્રમાણે સર્વજીવોને યાવદ્ વૈમાનિકોને આઠકર્મપ્રકૃતિઓ કહેવી. હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકર્મના કેટલા અવિભાગપરિચ્છેદો કહ્યા છે ? હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદો કહ્યાછે. હે ભગવન્ ! નૈરિયકોને જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદો કેટલા કહ્યાછે ? હે ગૌતમ ! અનન્ત અવિભાગપરિચ્છેદો કહ્યા છે. એ પ્રમાણે સર્વજીવોને-જાણવું; યાવ વૈમાનિકો સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! અનન્ત અવિભાગપરિચ્છેદો કહ્યાછે. જેમ જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદો કહ્યા તેમ આઠે કર્મપ્રકૃતિના અવિભાગપરિચ્છેદો અન્તરાયકર્મ પર્યન્ત યાવદ્ વૈમાનિકોને કહેવા. હે ભગવન્ ! એક એક જીવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ? હે ગૌતમ !કદાચિત્ આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય, અને કદાચિત્ આવેષ્ટિત-પરિવેષ્ટિત ન હોય. જો આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય તો તે અવશ્ય અનંત અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય.
હે ભગવન્ ! એક એક વૈયરિક જીવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય ? હે ગૌતમ ! અવશ્ય તે અનન્ત અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય. જેમ નૈયિકો માટે કહ્યું તેમ યાવદ્ વૈમાનિકો કહેવું, પરન્તુ મનુષ્યને જીવની પેઠે કહેવું. હે ભગવન્ ! એક એક હૈ જીવનો એક એક જીવ પ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય ? જ્ઞાનાવરણીય કર્મની જેમ અહીં પણ યાવદ્ વૈમાનિકને કહેવો, યાવત્ અન્તરાયકર્મપર્યન્ત કહેવું. પણ વેદનીય, આયુષ, નામ અને ગોત્ર-એ ચાર કર્મો માટે જેમ નૈયિકોને કહ્યું તેમ મનુષ્યોને કહેવું, બાકી બધું પૂર્વવત્.
[૪૩૬] હે ભગવન્ ! જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું દર્શનાવરણીય કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org