________________
ભગવઇ - ૮/-૨૯૪૨૭
શરીરપ્રયોગબન્ધ સુધી જાણતું.હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકાર્મણશરીરપ્રયોગ- બન્ધકાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકાર્મણશરીર- પ્રયોગબન્ધ બે પ્રકારનો કહ્યો છે; તે આ પ્રમાણે-અનાદિ સપર્યવસિત (સાન્ત) અને અનાદિ અપર્યવસિત (અનન્ત). એ પ્રમાણે યાવત્ જેમ તૈજસ શરીરનો સ્થિતિકાલ કહ્યો છે તેમ અહીં પણ કહેવો, એ પ્રમાણે યાવદ્ અન્તરાય કર્મનો સ્થિતિકાલ જાણવો. હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકાર્યણશ૨ી૨પ્રયોગબન્ધનું અન્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અનાદિ અનંત અને અનાદિ સાંત છે. જે પ્રમાણે તૈજસશરીરપ્રયોગબન્ધનું અન્તર કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું. એ પ્રમાણે યાવદ્ અંતરાયકાર્યણશરીર- પ્રયોગબન્ધનું અન્તર જાણવું. હે ભગવન્ ! જ્ઞાનનાવરણીય કર્મના દેશબન્ધક અને અબન્ધક જીવોમાં ક્યા જીવો ક્યા જીવોથી યાવદ્ વિશેષાધિક છે ? જેમ તૈજસ શરીરનું અલ્પબહુત્વ કહ્યું તેમ અહીં પણ જાણવું. એ પ્રમાણે આયુષકર્મ સિવાય યાવત્ અન્તરાય કર્મ સુધી જાણવું. આયુષકર્મ સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! આયુષકર્મના દેશબન્ધક જીવો સૌથી થોડા છે, અને તેનાથી અબંધક જીવો સંખ્યાતગુણ છે.
[૪૨૮] હે ભગવન્ ! જે જીવને ઔદારિકશરીરનો સર્વબન્ધ છે તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! તે બન્ધક નથી; પણ અબન્ધક છે. ઔદારિકશરીરનો સર્વબન્ધક શું આહારકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી પણ અબન્ધક છે. તૈજસશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! તે તૈજસશરીરનો બન્ધક છે પણ અબન્ધક નથી. હે ભગવન્ ! જો તે (તૈજસ શરીરનો) બન્ધક છે તો શું દેશબન્ધક છે કે સર્વબન્ધક છે ? હે ગૌતમ ! તે દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી. કાર્મણશરીરનો બંધક છે કે અબંધક છે ? હે ગૌતમ ! તૈજસ શરીરની પેઠે જાણવું. હે ભગવન્ ! જેને ઔરિકશરીરનો દેશબન્ધ છે તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી, પણ અબન્ધક છે. એ પ્રમાણે જેમ સર્વબન્ધના પ્રસંગે કહ્યું તેમ અહીં દેશબન્ધના પ્રસંગે પણ યાવત્ કાર્મણ શરીર સુધી કહેવું. હે ભગવન્ ! જે જીવને વૈક્રિયશરીરનો સર્વબન્ધ છે તે જીવ શું ઔદારિકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી પણ અબન્ધક છે. એ પ્રમાણે આહારક માટે પણ જાણવું તૈજસ અને કાર્મણને જેમ ઔદારિકની સાથે કહ્યું તેમ વૈક્રિયશરીરની સાથે પણ કહેવું, યાવત્ દેશબન્ધક છે પણ સર્વબન્ધક નથી.
હે ભગવન્ ! જે જીવને વૈક્રિયશરીરનો દેશબન્ધ છે તે જીવ શું ઔદારિક શરી૨નો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી, પણ અબન્ધક છે. એ પ્રમાણે જેમ (વૈક્રિયશરીરના) સર્વબંધના પ્રસંગે કહ્યું તેમ અહીં દેશબન્ધના પ્રસંગે પણ યાવત્ કાર્મણશરીર સુધી કહેવું હે ભગવન્ ! જે જીવને આહારકશરીરનો સર્વબન્ધ હોય તે જીવ શું ઔદારિકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી. પણ અબન્ધક છે. એ પ્રમાણે વૈક્રિયશરીરને પણ જાણવું. અને જેમ તૈજસ અને કાર્પણ શરીરને ઔદારિક શરીર સાથે કહ્યું તેમ (આહા૨ક શરીર સાથે પણ) કહેવું. હે ભગવન્ ! જે જીવને આહા૨ક શરીરનો દેશબન્ધ છે તે જીવ શું ઔદારિક શરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! જેમ આહારક શરી૨ના સર્વબન્ધ સાથે કહ્યું છે તેમ દેશબન્ધની સાથે પણ યાવત્ કાર્મણશરીર સુધી કહેવું. હે ભગવન્ ! જે જીવને તૈજસ
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org