________________
શતક-૮, ઉદ્દે સો-૯
૨૦૧ પ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કાયની સરળતાથી, ભાવની સરળતાથી, ભાષાની સરળતાથી અને યોગના અવિસંવાદનપણાથી-તથા શુભનામકર્મણશરીરપ્રયોગનામ કર્મના ઉદયથી પ્રયોગબન્ધ થાય છે.
[૪૨૭) હે ભગવન્! કામણશરીરપ્રયોગબધે કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો કહ્યો છે, જ્ઞાનાવરણીય કાર્મણશરીરપ્રયોગબન્ધ, યાવદ્ અન્તરાયકામણ શરીરમયોગબન્ધ. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકાર્પણ શરીર- પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! જ્ઞાનની પ્રત્યેનીકતાથી, જ્ઞાનનો અપલાપ કરવાથી, જ્ઞાનનો અન્તરાય-
વિન કરવાથી, જ્ઞાનનો પ્રદ્વેષ કરવાથી, જ્ઞાનની અત્યન્ત આશાતના કરવાથી, જ્ઞાનના વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીયકામણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી થાય છે દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગબંધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! દર્શનની પ્રત્યેનીકતાથી-ઇત્યાદિ જેમ જ્ઞાનાવરણીયના કારણો કહ્યા છે તેમ દર્શનાવરણીય માટે જાણવાં; પરન્તુ (જ્ઞાનાવરણીયસ્થાને) દર્શનાવરણીય’ કહેવું, થાવત્ દર્શન વિસંવાદનયોગથી, તથા દર્શનાવરણીય કામણ શરીરમયોગનામકર્મના ઉદયથી દર્શનાવરણીયકામણશરીરમયોગબન્ધ થાય છે. હે ભગવન્ ! સાતવેદનીયકાર્પણ શરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! પ્રાણીઓ ઉપર અનુકમ્મા કરવાથી, ભૂતો ઉપર અનુકંપા કરવાથી-ઇત્યાદિ જેમ સપ્તમ શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું, યાવત્ તેઓને પરિતાપ નહિ ઉત્પન્ન કરવાથી, અને સાતવેદનીય કામણશરીરપ્રયોગ નામકર્મના ઉદયથી સાતાવેદનીય કામણ શરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવનું ! આસાતાવેદનીય કામણ શરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક ઉત્પન્ન કરવાથી-ઇત્યાદિ જેમ સપ્તમ શતકના દશમા ઉદેશકમાં કહ્યું છે તેમ યાવત્ બીજાને પરિતાપ ઉપજાવવાથી અને અસાતાવેદનીય કામણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી અસાતાવેદનીય કામણ શરીરપ્રયોગબન્ધ થાય છે.
અશુભનામ કામણશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કાયની વક્રતાથી, ભાવનીવક્રતાથી, ભાષાની વક્રતાથી, અને યોગના વિસંવાદનપણાથી અશુભનામકામણશરીરમયોગનામકર્મના ઉદયથી યાવતુ પ્રયોગબન્ધ થાય છે. ઉચ્ચગોત્રકામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન હે ગૌતમ ! જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ ન કરવાથી, તપમદ, શ્રતમદ, લાભમદ અને એશ્વર્યમદ ન કરવાથી, તથા ઉચ્ચગોત્રકામણશરીપ્રયોગનામકર્મના ઉદયથી ઉચ્ચગોત્રકામણશરીરપ્રયોગબન્ધ થાય છે. નીચગોત્રકામણ શરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જાતિમદ કરવાથી, કુલમદ કરવાથી, બલમદ કરવાથી, યાવત્ એશ્વર્યમદ કરવાથી તથા નીચગોત્રકામમશરીરપ્રયોગનામકર્મના ઉદયથી નીચગોત્રકામણશરીરમયોગબન્ધ થાય છે. અંતરાયકામણશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! દાનનો લાભનો, ભોગનો. ઉપભોગનો. અને વીર્યનો અન્તરાય કરવાથી તથા અન્તરાયકાર્પણ શરીરપ્રયોગનામ કર્મના ઉદયથી અન્તરાયકામણશરીરપ્રયોગબન્ધ થાય છે.
હે ભગવન્! જ્ઞાનાવરણીયકામણશરીરપ્રયોગબધું શું દેશબબ્ધ છે કે સર્વબન્ધ છે ? હે ગૌતમ! દેશબબ્ધ છે, પણ સર્વબબ્ધ નથી. એ પ્રમાણે યાવદુ અન્તરાયકામણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org