________________
૧૯૮
ભગવઇ- ૮-૯૪૨૫ વૈક્રિયશરીરપ્રયોગબન્ધ શું દેશબધ છે કે સર્વબબ્ધ છે? હે ગૌતમ ! તે દેશબંધ પણ છે અને સર્વબલ્પ પણ છે. એ પ્રમાણે વાયુકાયિકએકેન્દ્રિયવૈક્રિય- યશરીપ્રયોગબન્ધ તથા રત્નપ્રભાકૃથિવીનૈરયિકવૈક્રિયશરીરમયોગબન્ધ જાણવો. એ પ્રમાણે યાવદ્ અનુતરૌપપાતિક દેવો સુધી જાણવું. હે ભગવન્! વૈક્રિય શરીરપ્રયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સર્વબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી બે સમય સુધી હોય. તથા દેશબંધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય. વાયુકાયિકએકેન્દ્રિય વૈક્રિયશરીપ્રયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે.
રત્નપ્રભાનૈરયિકવૈક્રિયશરીઅયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ઉણા દશહજાર વર્ષ સુધી હોય, તથા ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન એક સાગરોપમ સુધી હોય. એ પ્રમાણે યાવત્ નીચે સાતમી નરકમૃથ્વી સુધી જાણવું. પરન્તુ દેશબન્ધને વિષે જેની જે જઘન્ય સ્થિતિ હોય તેને એક સમય ન્યૂન કરવી, અને યાવત્ જેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે પણ સમય ન્યૂન કરવી. પચ્ચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વાયુકાયિકની પેઠે જાણવું. અસુરકુમાર, નાગકુમાર, યાવદુ અનુત્તરૌપપાતિક દેવોને નારકની પેઠે જાણવા; પરન્તુ જેની જે સ્થિતિ હોય તે કહેવી, યાવદ્ અનુત્તરૌપપાતિકોનો સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન એકત્રીશ સાગરોપમ સુધીનો હોય છે; તથા ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધીનો છે. હે ભગવન્! વૈક્રિયશરીરના પ્રયોગબન્ધનું અત્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધનું અન્તર જઘન્યથી એક સમય. અને ઉત્કૃષ્ટથી અનંતકાલ-અનન્ત ઉત્સર્પિણી, અવસર્પિણી, યાવત્ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત સુધી હોય છે.
વાયુકાયિકના વૈક્રિયશરીરમયોગબન્ધના અન્તર સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે દેશબધનું અન્તર પણ જાણવું. તિર્યંચયોનિક પંચેન્દ્રિયના વૈક્રિયશરીરના પ્રયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ સુધી હોય છે. એ પ્રમાણે દેશબધનું અત્તર પણ જાણવું. એ રીતે મનુષ્યને પણ જાણવું હે ભગવન્! કોઈ જીવ વાયુકાયિકપણામાં હોય અને મિરીને] વાયુકાય સિવાય બીજા જીવોમાં આવીને ઉપજે, અને તે પુનઃ વાયુકાયપણામાં આવે તે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેના સર્વબન્ધનું અન્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ-વનસ્પતિ કાલ હોય.એ પ્રમાણે દેશબન્ધનું પણ અન્તર જાણવું હે ભગવન્! કોઇ જીવ રત્નપ્રભાપૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થાય અને પછીરત્નપ્રભાપૃથિવી સિવાયના જીવોમાં જાય, અને પુનરત્નપ્રભા નરકમાં આવે રત્નપ્રભાનૈરયિકના વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ? સર્વબન્ધનું અત્તર જઘન્યથી અંતમૂહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ-વનસ્પતિકાલ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org