________________
શતક-૮, ઉદેસો-૭
૧૮૯ હણતા, યાવતુ નહીં મારતા અમે ત્રિવિધ ત્રિવિધ સંયત, યાવતુ એકાંત પંડિત છીએ, હે આર્યો ! તમે પોતેજ ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતુ એકાંત બાલ પણ છો. તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો ક્યા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધ યાવતું એકાંત બાલ પણ છીએ ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! ગતિ કરતા તમે પૃથિવીના જીવને દબાવો છો, યાવતું મારો છો, માટે પૃથિવીના જીવને દબાવતા, યાવતું મારતા તમે ત્રિવિધ ત્રિવિધે યાવતુ એકાંત બાલ છો.
ત્યારપછી તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો ! તમારા મતે) જે સ્થળે જવાતું હોય તે ન જવાયેલું કહેવાય, જે ઉલ્લંઘન કરાતું હોય તે ન ઉલ્લંઘન કરાયેલું એમ કહેવાય, અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને ન પ્રાપ્ત થવું એમ કહેવાય. તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! અમારા (મતે)-જે સ્થળે જવાતું હોય તે ન જવાયેલું, વ્યતિક્રમ્પમાણ-અવ્યતિક્રાંત-અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને અસંપ્રાપ્ત- કહેવાય, પણ હે આય! અમારા (મતે) ગમ્યમાન તે ગત, વ્યતિક્રમ્સમાણ તે વ્યતિક્રાંત અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તે સંપ્રાપ્ત કહેવાય છે. તમારે મને ગમ્યમાન તે અગત, વ્યતિક્રમ્સમાણ તે અવ્યતિક્રાંત અને રાજગૃહ નગરને યાવતું પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તે અસંપ્રાપ્ત છે. તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એ પ્રમાણે નિરત્તર કર્યો, અને નિરુત્તર કરીને તેઓએ ગતિપ્રપાત નામે અધ્યયન પ્રરૂપ્યું.
[૪૧૧] હે ભગવન્! ગતિપાતો કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ! ગતિપાતો પાંચ પ્રકારના છે, પ્રયોગગપતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાગતિ અને વિહાયોગતિ. અહીંથી આરંભીને સઘળુંપ્રયોગપદ અહીં કહેવું હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. એમ કહીને ભગવાનું ગૌતમ યાવત્ વિહરે છે. | [શતકઃ૮-ઉદ્દેસાઃ ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૮:-) ૪િ૧૨] રાજગૃહ નગરમાં યાવતું એ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! ગુરુઓને આશ્રયી કેટલા પ્રત્યેનીકો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો છે, આચાર્યપ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક અને સ્થવિરપ્રત્યનીક. હે ભગવન્! ગતિને આશ્રયી કેટલા પ્રત્યનીકો કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, ઈહલોકપ્રત્યેનીક પરલોકપ્રત્યેનીક અને ઉભયલોકપ્રત્યનીક. હે ભગવન્! સમૂહને આશ્રયી કેટલા પ્રત્યેનીકો કહ્યા છે? હું ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, કુલપ્રત્યેનીક, ગણપ્રત્યનીક અને સંઘપ્રત્યનીક. હે ભગવન્! અનુકંપાને આશ્રયી પ્રશ્ન; હે ગૌતમ ! અનુકંપાને આશ્રયી ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, તપસ્વિપ્રત્યેનીક, ગ્લાનખત્યનીક અને શૈક્ષપ્રત્યનીક. હે ભગવન્! શ્રતને આશ્રયી પ્રશ્ન. હો ગૌતમ!ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, સૂત્રપ્રત્યેનીક,અર્થપ્રત્યનીક અને તદુભપ્રત્યનીક. હે ભગવન્! ભાવને આશ્રયી પ્રશ્ન. હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો છે, જ્ઞાનપ્રત્યેનીક, દર્શનખત્યનીક, ચારિત્રપ્રત્યનીક.
[૪૧૩] હે ભગવન્! વ્યવહાર કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org