________________
૧૮૮
ભગવાઈ - ૮-૭/૪૧૦ કરીએ છીએ, દત્તનું ભોજન કરીએ છીએ, અને દત્તની અનુમતિ આપીએ છીએ, માટે દત્તનું ગ્રહણ કરતા, દત્તનું ભોજન કરતા અને દત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધ સંયત, વિરત અને પાપકર્મનો નાશ કરવાવાળા યાવતું એકાંત પંડિત છીએ. ત્યારબાદ તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! તમે ક્યા કારણથી દત્તનું ગ્રહણ કરો છો, યાવતુ દત્તની અનુમતિ આપો છો, તેથી દત્તનું ગ્રહણ કત તમે યાવતુ એકાંત પંડિત છો?
તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એ પ્રમાણે કહ્યું કે, હે આયો ! અમારા મતમાં અપાતું તે અપાયેલું, ગ્રહણ કરાતું તે ગ્રહણ કરાયેલું, અને (પાત્રમાં) નંખાતું તે નંખાયેલું છે, જેથી હે આય ! અમને દેવાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં નથી પડ્યો તેવામાં વચમાં કોઇ તે પદાર્થનો અપહાર કરે તો તે અમારા પદાર્થનો અપહાર થયો એમ કહેવાય, પણ તે ગૃહપતિના પદાર્થનો અપહાર થયો એમ ન કહેવાય, માટે અમે દત્તનું ગ્રહણ કરીએ છીએ, દત્તનું ભોજન કરીએ છીએ, અને દત્તની અનુમતિ આપીએ છીએ, તેથી અમે ત્રિવિધ ત્રિવિધે સંયત, યાવતું એકાંત પંડિત પણ છીએ. હે આયો ! તમે પોતેજ ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતું એકાંત બાલ છો. ત્યારબાદ તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! ક્યા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધે યાવતુ એકાંત બાલ છીએ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય ! તમે અદત્તનું ગ્રહણ કરો છો, અદત્તનું ભોજન કરો છો અને અદત્તની અનુમતિ આપો છો માટે અદત્તનું ગ્રહણ કરતા તમે યાવતું એકાંત બાલ છો.
ત્યારપછી તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો અમે ક્યા કારણથી અદત્તનું ગ્રહણ કરીએ છીએ, યાવતું એકાંત બાલ છીએ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય ! તમારા મનમાં અપાતું તે અપાયેલું નથી-ઇત્યાદિ પૂર્વની પેઠે કહેવું. યાવતુ તે વસ્તુ ગૃહપતિની છે, પણ તમારી નથી, માટે તમે અદત્તનું ગ્રહણ કરો છો, યાવતુ પૂર્વ પ્રમાણે તમે એકાંત બાલ છો. ત્યારપછી તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવતું એકાંત બાલ છો. તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય! અમે ક્યા કારણથી ત્રિવિધ ત્રિવિધે યાવત એકાંત બાલ છીએ ? તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! તમે ગતિ કરતા પૃથિવીના જીવને દબાવો છો, હણો છો, પાદાભિઘાત કરો છો, શ્લિષ્ટ કરો છો, સહત-કરો છો, સંઘટિત-કરો છો, પરિતાપિત કરો છો, ક્લાંત કરો છો અને તેઓને મારો છો, તેથી પૃથિવીના જીવને દબાવતા, યાવતું મારતા તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત અને થાવત્ એકાંત બાલ પણ છો.
ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! ગતિ કરતા અમે પૃથિવીના જીવને દબાવતા નથી, હણતા નથી, યાવતુ તેઓને મારતા નથી, હે આયો! ગતિ કરતા અમે કાયના કાર્યને, યોગને અને સત્યને આશ્રયી એક સ્થળેથી બીજે સ્થળે જઈએ છીએ, એક પ્રદેશથી બીજે પ્રદેશે જઈએ છીએ, તો એક સ્થળેથી બીજે સ્થળે જતા અને એક પ્રદેશથી બીજે પ્રદેશ જતા અમે પૃથિવીના જીવને દબાવતા નથી, તેઓને હણતા નથી, યાવત્ તેઓને મારતા નથી, તેથી પૃથિવીના જીવોને નહિ દબાવતા, નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org