________________
શતક-૮, ઉદેસો-૨
૧૭૯ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? તેઓ સેઇન્દ્રિય જીવોની પેઠે જાણવા. એ પ્રમાણે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી જીવો જાણવા, તથા વેદરહિત જીવો અકષાયી જીવોની પેઠે જાણવા. હે ભગવન્! આહારક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓ સકષાયી જીવોની પેઠે જાણવા. પરન્તુ વિશેષ એ છે કે તેઓને કેવલજ્ઞાન (અધિક) હોયછે. હે ભગવન્! અનાહારક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓને મન:પર્યવજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે.
[૩૫] હે ભગવન! આભિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે?હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિકજ્ઞાની આદેશવડે સર્વ દ્રવ્યોને જાણે અને જુએ, ક્ષેત્રથી આભિનિબોધિકજ્ઞાની આદેશવડે સર્વ ક્ષેત્રને જાણે અને જુએ, એ પ્રમાણે કાલથી અને ભાવથી પણ જાણવું. હે ભગવન! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે અને જુએ છે. એ પ્રમાણે ક્ષેત્રથી અને કાલથી પણ જાણવું. ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવોને જાણે છે અને જુએ છે. હે ભગવન્! અવધિજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી; દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપિ દ્રવ્યોને જાણે છે અને દેખે છે-ઇત્યાદિ જેમ નંદીસૂત્રમાં કહ્યું છે તેમ યાવતુ ભાવ સુધી જાણવું. હે ભગવન્! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી કાલથી અને ભાવથી. દ્રવ્યથી ઋજુમતિમનઃપર્યવજ્ઞાની (મનપણે પરિણત) અનંતપ્રદેશિક અનન્ત સ્કંધોને જાણે અને દેખે-ઇત્યાદિ જેમ નંદીસૂત્રમાં કહ્યું છે તેમ અહીં જાણવું, યાવતુ ભાવથી જાણે છે. હે ભગવન્! કેવલજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી કેવલજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે છે અને જુએ છે. એ પ્રમાણે યાવતુ ભાવથી હે ભગવન્! મતિઅજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી યાવતુ ભાવથી મતિઅજ્ઞાની મતિઅજ્ઞાનના વિષયને પ્રાપ્ત દ્રવ્યોને જાણે છે અને જુએ છે,
હે ભગવન્! શ્રુતઅજ્ઞાનને વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી શ્રુતઅજ્ઞાની શ્રુત-અજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને કહે છે, જણાવે છે અને પ્રરૂપે છે; એ પ્રમાણે ક્ષેત્રથી અને કાલથી જાણવું. ભાવથી શ્રુતઅજ્ઞાની ઋતઅજ્ઞાનના વિષયભૂત ભાવોને કહે છે, જણાવે છે અને પ્રરૂપે છે. હે ભગવન્! વિર્ભાગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી; દ્રવ્યથી યાવતુ ભાવથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે છે અને જુએ છે.
[૩૯] હે ભગવન્! જ્ઞાની જ્ઞાનીપણે કાળથી ક્યાંસુધી રહે? હે ગૌતમ! જ્ઞાની બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે સાદિ સપર્યવસિત અને સાદિઅપર્યવસિત. તેમાં જે જ્ઞાની સાદિપર્યવસિત છે તે જાન્યથી અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી જ્ઞાનીપણે રહે છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org