________________
શતક-૮, ઉદ્દેસો-૨
૧૭૫
કાયિકોની પેઠે જાણવા. હે ભગવન્ ! બાદરજીવો શું શાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! સકાયિક જીવોની પેઠે જાણવા. હે ભગવન્ ! નોસૂક્ષ્મનોબાદર જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? સિદ્ધોની પેઠે જાણવા.હે ભગવન્ !પર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? સકાયિક જીવોની પેઠે જાણવા. હે ભગવન્ ! પર્યાપ્ત નૈરયિકો શું જ્ઞાની છે ? અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. જેમ નૈયિકો માટે કહ્યું તેમ યાવત્ સ્તનિતકુમાર દેવો માટે જાણવું. પૃથિવીકાયિકો એકેન્દ્રિયની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્ ચઉરિંદ્રિય જીવો જાણવા. હે ભગવન્ ! પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. મનુષ્યો સકાયિકની પેઠે જાણવા. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકો નૈયિકનીપેઠેજાણવા.હે ભગવન્!અપર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે?હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. હે ભગવન્ ! અપર્યાપ્ત નૈયિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન છે અને ભજનાએ ત્રણ અજ્ઞાન છે, એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર દેવો જાણવા. જેમ એકેન્દ્રિયો સંબન્ધે કહ્યું તેમ અપર્યાપ્ત પૃથિવીકાયિકથી આરંભી વનસ્પતિકાયિક પર્યન્ત કહેવું.
અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું. હે ભગવન્ ! અપર્યાપ્ત મનુષ્ય શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન ભજનાએ હોય છે અને અવશ્ય બે અજ્ઞાન હોય છે. નૈયિકોની પેઠે વાનસ્યંતરોને જાણવું. તથા અપર્યાપ્ત જ્યોતિષિકો અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. હે ભગવન્ ! નોપર્યાપ્ત અને નોઅપર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સિદ્ધની પેઠે જાણવા. હે ભગવન્ ! નિરયભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ નિરયગતિકની પેઠે જાણવા. હે ભગવન્ ! તિર્યંમ્ભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. હે ભગવન્ ! મનુષ્યભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા હે ભગવન્ ! દેવભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ નિરયભવસ્થની પેઠે જાણવા.અભવસ્થ-સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્ ! ભવસિદ્ધિક-ભવ્ય જીવો શું શાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા. હે ભગવન્ ! અભવસિદ્ધિક અભવ્ય જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે, અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્ ! સંક્ષિજીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સેન્દ્રિયની પેઠે જાણવા. અસંશીજીવો બેઇન્દ્રિયની પેઠે જાણવા. નોસંન્નિ-નોઅસંશિ જીવો સિદ્ધોની પેઠે જાણવા.
[૩૯૩] હે ભગવન્ ! લબ્ધિ કેટલા પ્રકારે કહી છે ? હે ગૌતમ ! લબ્ધિ દશ પ્રકારે કહી છે, જ્ઞાનલબ્ધિ, દર્શનલબ્ધિ, ચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, વીર્યલબ્ધિ, અને ઇન્દ્રિયલબ્ધિ. હે ભગવન્ ! જ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારની કહી છે, આભિનિબોધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org