________________
૧૭૪
ભગવાઈ - ૮-૨/૩૯૧ અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે અવશ્ય ત્રણ જ્ઞાનવાળા હોય છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે તેંમાં કેટલાક બે અજ્ઞાનવાળા છે અને કેટલાએક ત્રણ અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે ત્રણ અજ્ઞાનો ભજનાએ (વિકલ્પ) હોય છે. હે ભગવન્! અસુરકુમારો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? જેમ નૈરયિકો કહ્યા તેમ અસુરકુમારો જાણવા. એ પ્રમાણે વાવતુ નિતકુમારી સુધી જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે, અને તે અવશ્ય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. એ પ્રમાણે વાવતુ. વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિય જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ બંને છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય બે જ્ઞાનવાળા છે, મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની. જેઓ અજ્ઞાની છે તે અવશ્ય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની. એ પ્રમાણે ત્રીઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો સંબધે પણ જાણવું. પંચેનિયતિર્યંચયોનિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની છે અને અજ્ઞાની પણ છે, જેઓ જ્ઞાની છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા, અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, એ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવાં. જીવોની પેઠે મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. નૈરયિકોને કહ્યું તેમ વાન વ્યંતરોને જાણવું. જ્યોતિષિકો અને વૈમાનિકોને અવશ્ય ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! સિદ્ધો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! સિદ્ધો જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે.
[૩૨] હે ભગવન! નિરયગતિક-જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? હે ગૌતમ ! તે જ્ઞાનીપણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે, (જેઓ જ્ઞાની છે) તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેઓને) ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવનું ! તિર્યંચગતિક-જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓને અવશ્ય બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. હે ભગવન્! મનુષ્યગતિક-જીવો-શું જ્ઞાની હોય કે અજ્ઞાનીહોય ? હે ગૌતમ ! તેઓને ભજનાએ ત્રણ જ્ઞાન હોય છે અને અવશ્ય બે અજ્ઞાન હોય છે. દેવગતિક-જીવો-નિરયગતિની પેઠે જાણવા. હે ભગવન! સિદ્ધિગતિમાં જતા જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાન હોય? હે ગૌતમ ! તેઓ સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! સેન્દ્રિય-જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! એકેન્દ્રિય જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકની પેઠે જાણવા. બેઇન્દ્રિય, ત્રી ઇન્દ્રિય, ચઉરિદ્રિય, જીવોને અવશ્ય બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પંચેન્દ્રિય જીવો સેન્દ્રિય
જીવની પેઠે જાણવા. હે ભગવન્! અનિદ્રિય-જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? તેઓ સિદ્ધની પેઠેજાણવા હેભગવન!સકાયિકજીવોશું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય?હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. પૃથિવીકાયિક યાવતું વનસ્પતિકાયિક જીવો જ્ઞાની નથી પણ અજ્ઞાની હોય છે, અને તે અવશ્ય બે અજ્ઞાનવાળા હોય છે, મતિઅજ્ઞાનવાળાઅનેશ્રુતજ્ઞાનવાળા, ત્રસકાયિક જીવો સકાયિક જીવોની પેઠે જાણવા.
હે ભગવન્! કાયરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! સિદ્ધોની પેઠે તેઓ જાણવા. હે ભગવન્! સૂક્ષ્મ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? પૃથિવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org