________________
શતક-૮, ઉસો-૧
૧૬૯ એક દ્રવ્ય એકેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન' પદને વિષે કહ્યું છે તેમ અહીં પણ જાણવું, યાવતું પર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય, કે અપયપ્તિસવથસિદ્ધઅનુત્તરીપપાતિક કાર્યણશરીરકાયપ્રયોગપરિણતહોય. ભગવન્! જો તે એક દ્રવ્ય મિશ્રપરિણત હોય તો શું મનોમિશ્રપરિણત હોય, વચનમિશ્રપરિણત હોય, કે કાયમિશ્રપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે હોય. હે ભગવનું જો તે એક દ્રવ્ય મનોમિશ્રપરિણત હોય તો શું સત્યમનોમિશ્રપરિણત હોય, મૃષામનોમિશ્રપરિણત. હોય? હે ગૌતમ! જેમ પ્રયોગપરિણત યુગલો સંબધે કહ્યું તેમ મિશ્રપરિણતસંબધે સર્વકહેવું,યાવતું પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવપંચેન્દ્રિયકામણશરીરમિશ્રપરિણત હોય, કે અપર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકકાર્મણશરીરમિશ્રપરિણત.
હે ભગવન્! જો તે એક દ્રવ્ય વિસ્રસાપરિણત-સ્વભાવપરિણત હોય તો શું તે વર્ણપરિણતહોય, ગંધપરિણતહોય, રસપરિણતહોય, સ્પર્શપરિણત હોય કે સંસ્થાનપરિણત હોય? હે ગૌતમ! તે પાંચે હોય. હે ભગવનું જો તે. એક દ્રવ્ય વર્ણપરિણત હોય તો શું કાળાવણપણે પરિણત હોય, કે વાવત શુલ્કવર્ણપણે પરિણત હોય? હે ગૌતમ ! તે સર્વે હોય. હે ભગવન! જો તે એક દ્રવ્ય ગંધપણે હોય તો શું સુગંધપણે પરિણત હોય કે દુર્ગધ પણે પરિણત હોય? હે ગૌતમ! તે બંને હોય. જો તે એક દ્રવ્ય રસપરિણત હોય તો શું તિક્તરસપરિણત હોય? ઇત્યાદિ. હે ગૌતમ! તે સર્વે હોય. હે ભગવન્! જો એક દ્રવ્ય
સ્પર્શપરિણત હોય તો તે શું કર્કશપરિણત હોય કે વાવતુ રૂક્ષસ્પપરિણત હોય ? હે ગૌતમ! તે સર્વે હોય. હે ભગવન્! એક દ્રવ્ય સંસ્થાનપરિણત હોય તો શું તે પરિમંડલસંસ્થાનપણે પરિણત હોય કે વાવતુ આયત સંસ્થાનપણે પરિણત હોય ? હે ગૌતમ ! તે સર્વે હોય.
[૩૮૭] હે ભગવન્! બે દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસસાપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બીજું મિશ્ર પરિણત હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બીજું વિસ્રસાપરિણત હોય. અથવા એક દ્રવ્ય મિશ્રપરિણત હોય અને બીજું વિસ્રસાપરિણત હોય. હે ભગવન! જો તે બે દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મન:પ્રયોગપરિણત હોય, વચનપ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે ત્રણે પણ હોય. અથવા એક દ્રવ્ય મનઃપ્રયોગ પરિણત હોય અને બીજું વચનપ્રયોગપરિણત હોય. અથવા એક મનઃપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત હોય. અથવા એક વચનપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત અથવા એક દ્રવ્ય મનઃપ્રયોગપરિણત હોય અને બીજું વચનપ્રયગપરિણત હોય. અથવા એક મનઃપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગ પરિણત હોય. અથવા એ વચનપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે બે દ્રવ્યો મનઃપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃપ્રયોગ પરિણત હોય, અસત્યમનઃપ્રયોગપરિણત હોય, સત્યમૃષામનઃપ્રયોગપરિણત હોય કે અસત્યામૃષામના પ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! તે ચારે હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું મૃષામનઃપ્રયોગપરિણત હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું સત્યમૃષામનઃપ્રયોગપરિણત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org