________________
શતક-૭, ઉસો-૩
૧૪૭ છે ? હે ગૌતમ! ગ્રીષ્મ ઋતુમાં ઘણા ઉષ્ણયોનિ વાળા જીવો અને પુગલો વનસ્પતિકાયપણે ઉપજે છે, વિશેષ ઉપજે છે, વધે છે, વિશેષ વૃદ્ધિ પામે છે; એ કારણથી હે ગૌતમ ! ગ્રીષ્મઋતુમાં ઘણા વનસ્પતિકાયિકો પાંદડાવાળા, પુષ્પવાળા યાવતું હોય છે.
- [૩૪] હે ભગવન્! શું મૂલો મૂલના જીવથી કંદો કન્દના જીવથી વ્યાવત્ બીજો બીજના જીવથી વ્યાપ્ત હે ગૌતમ ! તેમજ છે, હે ભગવન્! તો વનસ્પતિકાયિક જીવો કેવી રીતે આહાર કરે. અને કેવી રીતે પરિણમાવે ? હે ગૌતમ ! મૂલો મૂલના જીવથી વ્યાપ્ત છે, અને તે પૃથિવીના જીવ સાથે સંબદ્ધ છે, માટે વનસ્પતિકાયિક જીવો આહાર કરે છે, એ પ્રમાણે યાવતું બી બીજના જીવથી વ્યાપ્ત છે, અને તે ફલના જીવ સાથે સંબદ્ધ છે, માટે તે આહાર કરે છે, અને તેને પરિણાવે છે.
[૩૪૭] હે ભગવન્! આલુ મૂળા, આદુ હિરિલી, સિરિલિ, સિક્સિ- રિલિ, કિટિકા, છિરિયા, છીરવિદારિકા, વજકંદ, સૂરણંદ, ખેલુડા, આઈભદ્રમોથ, પિંડહરિદ્રા, રોહિણી, હુથી, થિરુગા, મદૂત્રપર્ણી, અશ્વકર્ણ, સિંહકણ, સીહંઢી, મુસુંઢી અને તેવા પ્રકારની બીજી વનસ્પતિઓ શું અનન્ત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે? હે ગૌતમ ! આલુ મૂળા યાવતું અનન્ત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે.
[૩૪૮] હે ભગવનું કદાચ કૃષ્ણલેશ્યાવાળો નારક અલ્પકર્મવાળો અને નીલલેશ્યાવાળો મહાકર્મવાળો હોય? હા, ગૌતમ! કદાચ હોય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ, તે હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે તે થાવતું મહાકર્મવાળો હોય. હે ભગવન્! કદાચ નીલલેશ્યાવાળો નારક અલ્પકર્મવાળો અને કપોતલેશ્યાવાળોનારક મહાકર્મવાળો હોય ? હા, ગૌતમ! કદાચ હોય.હે ભગવનું ! શા હેતુથી એ પ્રમાણે કહો છો ? હે ગૌતમ! સ્થિતિની અપેક્ષાએ, તે હેતુથી હે ગૌતમ! તે વાવતું મહાકર્મવાળો હોય. એ પ્રમાણે અસુરકુમારોને વિષે પણ જાણવું, પરન્તુ તેઓને એક તેજલેશ્યા અધિક હોય છે. એ પ્રમાણે વૈમાનિક દેવો પર્યન્ત જાણવું. જેને જેટલી લેશ્યાઓ હોય તેને તેટલી કહેવી, પણ જ્યોતિષ્ક દેવોને ન કહેવું, યાવત્ હે ભગવન્! કદાચ પપ્રલેશ્યાવાળો વૈમાનિક અલ્પકર્મવાળો અને શુલ્કલેશ્યાવાળો વૈમાનિક મહાકર્મવાળો હોય ? હે ગૌતમ ! હા, કદાચ હોય. તે શા હેતુથી? બાકીનું નારકને કહ્યું તેમ જાણવું, યાવતું મહાકર્મવાળો હોય.
૩િ૪૯] હે ભગવન્! ખરેખર જે વેદના તે નિર્જરા, અને જે નિર્જરા તે વેદના કહેવાય? હે ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! વેદના કર્મ છે. અને નિર્જરા નોકર્મ છે, તે હેતુથી યાવતુ તે વેદના ન કહેવાય. હે ભગવન્! શું નારકોને જે વેદના છે તે નિર્જરા કહેવાય, અને જે નિર્જરા છે તે વેદના કહેવાય ? હે ગૌતમ! નારકોને વેદના છે તે કર્મ છે, અને નિર્જરા છે તે નો કર્મ છે, તે હેતુથી એમ કહું છું કે નિર્જરા તે વેદના ન કહેવાય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો જાણવા. હે ભગવન્! શું ખરેખર જે વેધું તે નિર્જયું, અને જે નિર્જયું તે વેધું ? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી હ ભગવન્! એમ શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ! કર્મ વેધુ અને નોકર્મ નિજ તે હેતુથી હે ભગવન! નારકોએ જે વેધું તે નિર્જ ? પૂર્વે કહ્યા પ્રમાણે નારકો પણ જાણવા, યાવતુ વૈમાનિકો પણ જાણવા. હે ભગવન્! શું ખરેખર જેને વેદે છે તેને નિજર છે, અને જેને નિર્જરેછે તેને વેદે છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org