________________
૧૪૬
ભગવઇ-૭-૨/૩૪૩ અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. એ પ્રમાણે ત્રણે (જીવ, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યના) અલ્પબહુ – પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા, પરંતુ સર્વથી થોડા પંચેન્દ્રિય તિર્યંચો દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યગણ છે. હે ભગવન્! જીવો સર્વોત્તરગુણપ્રત્યાખ્યાની છે. દેશોત્તરગુણપ્રત્યાખ્યાની છે, કે અપ્રત્યાખ્યાની છે? હે ગૌતમ! જીવો ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના જીવો અપ્રત્યાખ્યાની છે. હે ભગવન્! સર્વોત્તરગુણ- પ્રત્યાખ્યાની, દેશોત્તરગુણપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ત્રણે અલ્પબહુ કહ્યા પ્રમાણે યાવતુ મનુષ્યો જાણવા. હે ભગવન્! શું જીવો સંયત છે, અસંયત છે કે સંયતાસંયત દશ સંયત) છે? હે ગૌતમ ! જીવો સંયત પણ છે, અસંયત પણ છે, અને સંયતાસંયત પણ છે-એ ત્રણે પ્રકારના છે. એ પ્રમાણે જેમ પન્નવણામે કહ્યું છે તે પ્રમાણે યાવતુ વૈમાનિકોને વિશે કહેવું, તેમ અલ્પબદુત્વ પણ ત્રણેનું કહેવું. હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની ? હે ગૌતમ ! પ્રત્યાખ્યાની વિગેરે ત્રણે પ્રકારના છે. એ પ્રમાણે મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો પ્રથમભંગરહિત છે. બાકીના વૈમાનિક સુધીના સર્વ જીવો અપ્રત્યાખ્યાની છે.
હે ભગવન્! પ્રત્યાખ્યાની વિગેરે જીવોમાં યાવતું કોણ વિશેષાધિક છે ? હે ગૌતમ ! પ્રત્યાખ્યાની જીવો સૌથી થોડા છે, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. દેશપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો સર્વથી થોડા છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. પ્રત્યાખ્યાની મનુષ્યો સર્વથી થોડાછે દેશપ્રત્યાખ્યાની સંખ્યાતગુણ છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે.
[૩૪૪] હે ભગવન્! શું જીવો શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ ! જીવો કથંચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? દ્રવ્યની અપેક્ષાએ જીવો શાશ્વત છે, અને પર્યાયિની અપેક્ષાએ જીવો અશાશ્વત છે. તે હેતુથી એમ કહું છું હે ભગવન્! શું નારકો શાશ્વત છે કે અશાશ્વત છે? જેમ જીવો કહ્યા તેમ નારકો પણ જાણવા. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો પણ જાણવા; હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક: ૭-ઉદેસા ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક૩:-) | [૩૪૫ હે ભગવનુ ! વનસ્પતિકાયિકો કયા કાલે સૌથી અલ્પઆહારવાળા હોય છે અને કયા કાલે સૌથી મહાઆહારવાળા હોય છે ? હે ગૌતમ !-શ્રાવણ ભાદરવા માસમાં, અને -આસો કારતકમાસમાં વનસ્પતિકાયિક જીવોસૌથી મહાઆહારવાળા હોય છે, ત્યારપછી શરઋતુમાં, ત્યારપછી હેમંતઋતુમાં, ત્યારપછી વસંતઋતુમાં અને ત્યાર બાદ ગ્રીષ્મ ઋતુમાં અલ્પ આહારવાળા હોય છે. ગ્રીષ્મઋતુમાં સર્વથી અલ્પઆહાર વાળા હોય છે. હે ભગવન્! જો ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિકાયિક જીવો સૌથી અલ્પઆહારવાળા હોય તો તે ઘણા વનસ્પતિ- કાયિકો ગ્રીષ્મમાં પાંદડાવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલાછમ દીપતા, અને વનની શોભાવડે અત્યંત સુશોભિત કેમ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org