________________
ભગવઇ – ૭/-/૨/૩૩૮
૧૪૪
રહિત), વ્યેષિત સામુદાયિક-ભિક્ષારૂપ પાનભોજનનો શો અર્થ કહ્યો છે ? હે ગૌતમ ! કોઇ સાધુ યા સાધ્વી જે શસ્ત્ર અને મુશલાદિરહિત છે, તેમ પુષખાલા અને ચન્દનના વિલેપન રહિત છે તેઓ કૃમ્યાદિ જન્તુ રહિત, નિર્જીવ, (સાધુને માટે) નહિ કરેલ, નહિ કરાવેલ, નહિ સંકલ્પેલ,-આમન્ત્રણ રહિત, નહિ ખરીદેલ, ઔદ્દેશિક રહિત, નવકોટિ વિશુદ્ધ, સંકિતાદિ દશદોષ રહિત, ઉદ્ગમ અને ઉત્પાદનૈષણાના દોષથી વિશુદ્ધ, અંગારદોષરહિત, ધૂમદોષ- રહિત, સંયોજનાદોષરહિત, સુરસુરકે ચપચપ શબ્દ રહિતપણે, બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમેથી નહિ, (આહારના) કોઇ ભાગને છોડ્યા સિવાય, ગાડાની ધરીના મેલની પેઠે કે વ્રણ ઉપરના લેપની પેઠે, કેવળ સંયમના નિવહિને માટે, સંયમના ભારને વહન કરવા અર્થે જેમ સાપ બિલમાં પેસે તેમ પોતે આહાર કરે, હે ગૌતમ ! એ શસ્ત્રાતીત, યાવત્ પાનભોજનનો અર્થ કહ્યો છે. હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે, એમ કહી ગૌતમ ! યાવત્ વિચરે છે.
[શતકઃ ૭ -ઉદ્દેસાઃ ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ] -: ઉદ્દેશક ૨ :
[૩૩૯] હે ભગવન્ ! સર્વ પ્રાણોમાં, સર્વ ભૂતોમાં જીવોમાં અને સર્વ સત્ત્વોમાં મેં (હિંસાનું પ્રત્યાખ્યાન કર્યું છે' એ પ્રમાણે બોલનારને સુપ્રત્યાખ્યાન થાય કે દુષ્પ્રત્યાખ્યાન થાય ? હે ગૌતમ ! એ પ્રમાણે બોલનારને કદાચ સુપ્રત્યાખ્યાન થાય અને કદાચ દુષ્પ્રત્યાખ્યાન થાય. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્ત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે એ પ્રમાણે બોલનાર જેને આવા પ્રકારનું જ્ઞાન ન હોય કે “આ જીવો છે, આ અજીવો છે, આ ત્રસો છે, આ સ્થાવરો છે” તેને સુપ્રત્યાખ્યાન ન થાય, પણ દુષ્પ્રત્યાખ્યાન થાય. એ રીતે ખરેખર તે દુષ્પ્રત્યાખ્યાની ‘સર્વ પ્રાણિઓમાં યાવત્ સર્વ સત્ત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે” એમ બોલતો સત્ય ભાષા બોલતો નથી, અસત્ય ભાષા બોલે છે. એ પ્રમાણે તે મૃષાવાદી સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં ત્રિવિધત્રિવિધ અસંયત-અવિરત-જેણે પાપકર્મનો ત્યાગ કે પ્રત્યાખ્યાન કર્યું નથી એવો, સક્રિય-કર્મબન્ધ- સહિત, સંવરરિહત, એકાન્ત દણ્ડ એટલે હિંસા કરનાર અને એકાન્ત અજ્ઞ છે. સર્વ પ્રાણોમાં યાવત્ ‘સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે' એ પ્રમાણે બોલનાર જેને આવું જ્ઞાન થયું હોય કે “આ જીવો છે, અજીવો છે, આ ત્રસો છે, આ સ્થાવરો છે,” - તેને ‘સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે' એ પ્રમાણે બોલનારનેસુપ્રત્યાખ્યાન થાય, દુષ્પ્રત્યાખ્યાન ન થાય. એ પ્રમાણે ખરેખર તે સુપ્રત્યાખ્યાની સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે.’ એમ બોલતો સત્ય ભાષા બોલે છે, મૃષા ભાષા બોલતો નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, સત્યભાષી, સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં ત્રિવિધે ત્રિવિધે સંયત, વિરતિ યુક્ત, જેણે પાપકર્મનો ઘાત ને પ્રત્યાખ્યાન કર્યું છે એવો, અક્રિય-કર્મબંધરહિત, સંવરયુક્ત એકાન્ત પંડિત પણ છે. હે ગૌતમ ! તે હેતુથી એમ કહેવાય છે
[૩૪૦] હે ભગવન્ ! કેટલા પ્રકારે પચ્ચક્ખાણ કહ્યું છે ? હે ગૌતમ ! બે પ્રકારે પચ્ચક્ખાણ કહ્યું છે. મૂલગુણપચ્ચક્ખાણ અને ઉત્તરગુણપચ્ચકખાણ. હે ભગવન્ ! મૂલગુણપચ્ચક્ખાણ કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે, સર્વમૂલ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International