________________
શતક-૭, ઉદેસો-૧
૧૪૩ લાગે. હે ભગવન્! શા હેતુથી? હે ગૌતમ ! જેના ક્રોધ, માન માયા અને લોભ લુચ્છન્નથયા છે તેને એયપથિકી ક્રિયા લાગે છે, પણ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થયા નથી તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે, પણ એયપિથિકી ક્રિયા લાગતી નથી. સૂત્રને અનુસાર વર્તતા સાધુને એયપથિકી ક્રિયા લાગે છે, અને સૂત્રવિદ્ધ વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે, તે ઉપયોગરહિત સાધુ સૂત્ર વિરુદ્ધ વર્તે છે તે માટે ક્રિયા લાગે છે.
[૩૩] હે ભગવન્! અંગારદોષરહિત અને ધૂમદોષસહિત સંયોજનાદોષવડે દુષ્ટ પાનભોજનનો શો અર્થ કહ્યો છે? હે ગૌતમ ! કોઈ નિર્ગ-સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરી મુચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈને આહાર કરે તો હે ગૌતમ ! એ અંગારદોષસહિત પાનભોજન કહેવાય. વળી જે જે કોઈ સાધુ યા સાધ્વી પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરી અત્યંત અપ્રીતિપૂર્વક ક્રોધથી ખિન્ન થઈ આહાર કરે તો હે ગૌતમ ! એ ધૂમદોષસહિત પાનભોજન કહેવાય. કોઈ સાધુ યા સાધ્વી યાવતું [આહારને ગ્રહણ કરીને ગુણ (સ્વાદ) ઉત્પન્ન કરવા માટે બીજા પદાર્થ સાથે સંયોગ કરીને આહાર કરે તો હે ગૌતમ ! એ સંયોજનાદોષવડે દુષ્ટ પાનભોજન કહેવાય. હે ભગવાન ! હવે અંગારદોષસહિત, ધૂમદોષરહિત અને સંયોજનાદોષ- રહિત પાનભોજનનો શો અર્થ કહ્યો છે? હે ગૌતમ! જે કોઈ નિગ્રંથી યાવતુ (આહારને) ગ્રહણ કરીને મૂચ્છરહિત યાવતુ આહાર કરે, તો હે ગૌતમ ! અંગાર- દોષરહિત પાનભોજન કહેવાય. વળી જે કોઈ નિન્થ કે નિગ્રંથી યાવતું ગ્રહણ કરીને અત્યન્ત અપ્રીતિપૂર્વક પાવવતુ આહાર ન કરે, હે ગૌતમ ! એ ધૂમદોષરહિત પાન- ભોજન કહેવાય. જે કોઈ નિર્ગસ્થ કે નિર્ચન્થી યાવતુ ગ્રહણ કરીને જેવો પ્રાપ્ત થાય તેવોજ આહાર કરે સંયોજના ન કરે.એ સંયોજનાદોષ રહિત પાનભોજન કહેવાય,
[૩૩૭] હે ભગવન્! હવે ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાન્ત, માગતિક્રાન્ત અને પ્રમાણાતિકાન્ત પાનભોજનનો શો અર્થ કહ્યો છે? હે ગૌતમ !કોઈ સાધુ યા સાધ્વી ને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહણ કરી સૂર્ય ઉગ્યા પછી ખાય, હે ગૌતમ ! એ ક્ષેત્રાતિકાન્ત પાનભોજન કહેવાય. કોઈ સાધુ યા. સાધ્વી યાવતુ સ્વાદિમ આહારને પહેલા પહોરમાં ગ્રહણ કરી છેલ્લા પહોર સુધી રાખીને પછી તેનો આહાર કરે, હે ગૌતમ ! આ કાલાતિકાન્ત પાનભોજન કહેવાય. કોઈ સાધુ યા સાધ્વી યાવતું સ્વાદિમ આહારને ગ્રહણ કરીને અર્ધયોજનની મર્યાદાને ઓળંગી પછી ખાય, હે ગૌતમ ! એ માગતિક્રાન્ત પાનભોજન કહેવાય. કોઈ સાધુ કે સાધ્વી પ્રાસુક અને એષણીય યાવતું સ્વાદિમ આહારને ગ્રહણ કરીને કુકડીના ઈડા પ્રમાણ બત્રીશથી અધિક કવલ ખાય, હે ગૌતમ ! એ પ્રમાણાતિકાન્ત પાનભોજન કહેવાય, આઠકવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી કહેવાય. બાર કવલનો આહાર કરનાર
સાધુને કાંઇક ન્યૂન અર્ધ ઊનોદરિકા કહેવાય.સોલ કોળીઆનો આહાર કરનાર સાધુ - દ્વિભાગ પ્રાપ્ત કહેવાય.ચોવીસ કવલના આહાર કરનાર સાધુને ઊનોદરિકા કહેવાય. તેથી એક પણ કવલ ઓછો આહાર કરનાર સાધુ પ્રકામરસભોજી- ન કહી શકાય.
[૩૩૮] હે ભગવનું શસ્ત્રાતીત શસ્ત્રપરિણ- મિત એષિત (એષણા દોષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org