________________
૧૪૧
શતક-૭, ઉદેસો-૧
( શતક૭ )
–ઉદ્સો -૧૩૨૭] આહાર, વિરતિ, સ્થાવર, જીવ, પક્ષી, આયુષ, અનગાર, છદ્મસ્થ, અસંવૃત, અને અન્યતીથિંક એ સબળે સાતમા શતકમાં દશ ઉદ્દેશકો છે.
[૩૨૮] તે કાલે તે સમયે યાવતું બોલ્યા હે ભગવન્! જીવ (પરભવમાં જતાં) કર્યો સમયે અનાહારક હોય? હે ગૌતમ! પ્રથમ સમયે જીવ કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય, બીજે સમયે કદાચ આહારક હોય ને કદાચ અનાહારક હોય. ત્રીજે સમયે કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય, પરન્તુ ચોથે સમયે અવશ્ય આહારક હોય, એ પ્રમાણે દંડક કહેવા. સામાન્ય જીવો અને એકેન્દ્રિયો ચોથે સમયે આહારક હોય છે, અને બાકીના જીવો ત્રીજે સમયે આહારક હોય છે. હે ભગવન્! જીવ કયે સમયે સૌથી અલ્પ આહારવાળો હોય છે? હે ગૌતમ ! ઉત્પન્ન થતાં પ્રથમ સમયે અને ભવને છેલ્લે સમયે; આ સમયે જીવ સૌથી અલ્પ આહારવાળો હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું
[૩૨] હે ભગવન્! લોકનું સંસ્થાન કેવા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! લોક સુપ્રતિષ્ઠક શરાવના આકાર જેવો કહેલો છે. તે નીચે વિસ્તીર્ણ- યાવતું ઉપર ઊર્ધ્વ મૃદંગના આકારે સંસ્થિત છે. તે શાશ્વત લોકમાં ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર અરિહંત જિન કેવલજ્ઞાની જીવોને પણ જાણે છે અને જુએ છે, અજીવોને પણ જાણે છે અને જૂએ છે, ત્યારપછી સિદ્ધ થાય છે, યાવતુ (સર્વ દુઃખોનો) અંત કરે છે.
[૩૩૦] હે ભગવન્! શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક કરનાર શ્રમણોપાસકને શું એયપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! એયરપથિકી ક્રિયા ન લાગે, પણ સાપરાયકી ક્રિયા લાગે. હે ભગવન્! શા હેતુથી એમ કહ્યું? હે ગૌતમ ! શ્રમણના ઉપાશ્રયમાં રહી સામાયિક કરનાર શ્રાવકનો આત્મા અધિકરણ યુક્ત છે, તેથી તેને આત્માના અધિકરણ નિમિત્તે એયપથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા લાગે, તે હેતુથી યાવત સાંપરાયિકી ક્રિયા લાગે છે.
[૩૩૧] હે ભગવન્! જે શ્રમણોપાસકને પૂર્વે ત્રસજીવોના વધનું પ્રત્યાખ્યાન હોય અને પૃથ્વીકાયના વધનું પ્રત્યાખ્યાન ન હોય, તે પૃથ્વીને ખોદતા જો કોઈ ત્રસ જીવની હિંસા કરે તો હે ભગવન્! તેને તે વ્રતમાં અતિચાર લાગે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. કારણ કે તે (શ્રાવક) તેનો વધ કરવા પ્રવૃત્તિ કરતો નથી. હે ભગવન્! શ્રમણોપાસકે પૂર્વે વનસ્પતિના વધનું પ્રત્યાખ્યાન કર્યું હોય, તે પૃથિવીને ખોદતા કોઈ એક વૃક્ષના મૂળને છેદી નાંખે તો તેને તે વ્રતનો અતિચાર લાગે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી.
[૩૩૨] એ ભગવન્! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ આહારવડે પ્રતિલાલતા- શ્રમણોપાસકને શો લાભ થાય ? હે ગૌતમ ! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને યાવતુ પ્રતિલાભતો શ્રમણોપાસક તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને સમાધિ ઉત્પન્ન કરે છે, અને સમાધિ કરનાર (શ્રાવક) તે સમાધિને પ્રાપ્ત કરે છે. હે ભગવન્! તથા રૂપ શ્રમણને યાવતુ પ્રતિલાભતો શ્રમણોપાસક શેનો ત્યાગ કરે ? હે ગૌતમ ! જીવિતનો (જીવનનિર્વાહના કારણભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org