________________
૧૪૦
ભગવાઈ- ૬/૧૦/૩૨૧ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી દંડક કહેવો. હે ભગવન્! જીવે પ્રાણધારણ કરે તે જીવ કહેવાય? કે જીવ હોય તે પ્રાણધારણ કરે? હે ગૌતમ! પ્રાણધારણ તે નિયમ જીવ કહેવાય અને જે જીવ હોય તે પ્રાણધારણ કરે પણ ખરો અને ન પણ કરે. હે ભગવન! પ્રાણધારણ કરે તે નરયિક કહેવાય ? કે નૈરયિક હોય તે પ્રાણધારણ કરે ? હે ગૌતમ ! નૈરયિક તો નિયમે પ્રાણ ધારણ કરે અને પ્રાણ ધારણ કરનાર તો નૈરયિક પણ હોય અને અનેરયિક પણ હોય, એ પ્રમાણે યાવતું વૈમાનિક સુધી દંડક કહેવો. હે ભગવન્! ભવસિદ્ધિક નૈરયિક હોય ? કે નૈરયિક ભવસિદ્ધિક હોય ? હે ગૌતમ ! ભવસિદ્ધિક નરયિક પણ હોય અને અનૈરયિક પણ હોય તથા નૈરયિક ભવસિ- દ્ધિક પણ હોય અને અભવસિદ્ધિક પણ હોય. એ પ્રમાણે વાવત્ વૈમાનિક સુધી દંડક કહેવો.
૩૨] હે ભગવન્! અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપે છે કે, એ પ્રમાણે નિશ્ચિત છે કે, સર્વ, પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો, એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે, તે ભગવન્! તે એવી રીતે કેમ હોય? હે ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કાંઈ યાવતુ કહે છે તે મિથ્યા કહે છે, વળી, હું આ પ્રમાણે કહું છું યાવતું પ્રરૂપું છું કે, કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે અને કદાચિત સુખને વેદે છે, તથા કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એકાંત સુખરૂપ વેદનાને વેદે છે અને કદાચિતુ દુઃખને વેદ છે, વળી, કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો વિવિધ પ્રકારે વેદનાને વેદે છે એટલે છે કદાચિતું સુખને અને કદાચિત્ દુઃખને વેદે છે. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! નૈરયિકો એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિતુ સુખને વેદે છે, ભવનપતિઓ, વાનયંતરો, જ્યોતિષ્કો અને વૈમાનિકો એકાંત સુખરૂપ વેદનાને વેદે છે અને કદાચિતુ દુઃખને વેદે છે. પૃથિવીકાયથી માંડી યાવત્ મનુષ્યો સુધીના જીવો કદાચિતું સુખને અને કદાચિત દુઃખને વેદ છે, તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે.
[૩૨૩ હે ભગવન્! નરયિકો આત્મ દ્વારા ગ્રહણ કરી જે પુદ્ગલોને આહરે છે તે શું આત્મશરીરક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરે છે? કે અનંતરક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરેછે?કે પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરેછે ? હે ગૌતમ ! આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરીઆહરે છે અને અનંતરક્ષેત્રાવગાઢ પગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહિરતા નથી, તેમજ પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરતા નથી. જેમ નરયિકોનું કહ્યું યાવતું વૈમાનિક સુધી દંડક કહેવો.
૩િ૨૪૩ર૬] હે ભગવન! કેવલિઓ ઈદ્રિયદ્વારા જાણે ? જુએ ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે યાવતુ કેવલિનું દર્શન નિવૃત્ત છે, તે હેતુથી એમછે. જીવોનું સુખ દુઃખ, જીવ, જીવનું પ્રાણધારણ. તેમજ ભવ્યો, એકાંત દુઃખવેદના, આત્મદ્વારા પુદ્ગલોનું ગ્રહણ અને કેવલી (આટલા વિષય સંબંધે આ દશમ ઉદ્દેશામાં વિચાર કર્યો છે.) હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. | શતકઃ ૬- ઉદ્દેસાઃ ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
શતકઃ ૬-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org