________________
૧૩૮
ભગવઈ- -૮૩૧૬ સ્વરૂપવાળા છે, દ્વિગુણ, દ્વિગુણ પ્રમાણ આ તિર્યશ્લોકમાં અસંખ્યય દ્વીપ સમુદ્રો, સ્વયંભૂરમણ સમુદ્રના છેડાવાળા કહ્યા છે હે ભગવન્! દીપોનાં અને સમુદ્રોનોનાં કેટલાં નામધેય કહ્યાં છે ? હે ગૌતમ ! લોકમાં જેટલાં શુભનામ, શુભરૂપ, શુભગંધ, શુભરસ અને શુભસ્પર્શ છે એટલા, દ્વીપોનાં અને સમુદ્રોનાં નામ છે, એ રીતે નામ ઉદ્ધાર, પરિણામ જાણવા અને સર્વ જીવોનો દ્વિપોમાં અને સમુદ્રોમાં ઉત્પાદ જાણવો. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવત વિહરે છે. શતક૬-ઉદ્દેસાઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
- ઉદ્દેશકઃ૩િ૧૭ હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ કેટલી કર્મપ્રવૃતિઓને બાંધે? હે ગૌતમ! સાત પ્રકારે બાંધે છે, આઠ પ્રકારે બાંધે છે અને છ પ્રકારે પણ બાંધે છે, અહિં પ્રજ્ઞાપના” માં કહેલો બંધ ઉદ્દેશક જાણવો.
- ૩િ૧૮] હે ભગવન્! મહર્થિક યાવતુ મહાનુભાગવાળો દેવ બહારનાં પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય એકવર્ણવાળા અને એક આકારવાળા સ્વશરીર વગેરેનું વિકુવણ કરવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે દેવ બહારનાં પુગલોને ગ્રહણ કરીને તેમ કરવા સમર્થ છે? હે ગૌતમ! હા, સમર્થ છે. હે ભગવન્! તે દેવ શું-અહિં રહેલાંપુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે? ત્યાં દેવલોકમાં રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે? કે કોઈ બીજે ઠેકાણે રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે? હે ગૌતમ! અહિં રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરતો નથી અને બીજે ઠેકાણે રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરતો નથી ત્યાં દેવલોકમાં રહેલાં પુગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે. એ પ્રમાણે એ ગમવડે યાવતુ? એક વર્ણવાળા એકઆકારને, એકવર્ણવાળા અનેક આકારને, અનેકવર્ણવાળા એક આકારને અને અનેકવર્ણવાળા અનેક આકારને વિકર્વિત કરવા શક્ત છે એ પ્રમાણે ચાર ભાંગા જાણવા. હે ભગવન્! મહધિક યાવતું મહાનુભાગવાળો દેવ બહારનાં પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય કાળા પુદ્ગલને નીલ પુદ્ગલપણે પરિણમાવવા અને નીલપુદ્ગલને કાળાપુદ્ગલપણે પરિણમાવવા સમર્થ છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ પુદ્ગલોનું ગ્રહણ કરીને તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું તે દેવ ઇહગતાદિપુદ્ગલોને ગ્રહણ કરીને તેમ કરવા સમર્થ છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે તેજ સમજવું, વિશેષ એ કે વિકર્યું છે તે બદલે પરિણમાવે છે. એમ કહેવું, એ પ્રમાણે કાળા પુદ્ગલને લાલપુદ્ગલપણે, એ પ્રમાણે કાળાપુદ્ગલની સાથે ભાવતું શુલ્ક, એ પ્રમાણે નીલની સાથે થાવત્ શુલ્ક, એ પ્રમાણે લાલપુદ્ગલને યાવતુ શુકલપણે, એ પ્રમાણે હારિદ્રપુદ્ગલ સાથે થાવતુ શુલ્ક, તે એ પ્રમાણે એ ક્રમવડે ગંધ રસ અને સ્પર્શ સંબંધે સમજવું કાવત્ કર્કશ સ્પર્શવાળા, કોમળ સ્પર્શવાળા પુદ્ગલપણે પરિણમાવે. એ પ્રમાણે બે બે વિરુદ્ધ ગુણોને ગુરુક અને લઘુક, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રક્ષ વણદિને સર્વત્ર પરિણમાવે છે. પરિણાવે છે એ ક્રિયાના બબે આલાપક કહેવા;
[૩૧૯] હે ભગવનું ! અવિશુદ્ધ લેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અન્યતરને તે બેમાંના એકને જાણે છે? જૂએ છે? હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org