________________
શતક-૬, ઉદેસો-૮
૧૩૭ પરત્વે જાણવો. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે ચંદ્ર યાવતુ તારારૂપો છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે ચંદ્રમાં, સૂર્યમાં વિગેરે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એ પ્રમાણે બીજી પૃથિવીમાં કહેવું, એ પ્રમાણે ત્રીજીમાં પણ કહેવું, વિશેષ એ કે, ત્રીજી પૃથિવીમાં દેવ પણ કરે, અસુર પણ કરે અને નાગ ન કરે. ચોથી પૃથિવીમાં પણ એમજ કહેવું. વિશેષ એ કે, ત્યાં એકલો દેવ કરે એ પ્રમાણે બધી નીચેની પૃથિવીઓમાં એકલો દેવ કરે છે.
હે ભગવન્! સૌધર્મકલ્પની અને ઈશાનકલ્પની નીચે ગૃહો, ગૃહાપણો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! સૌધર્મકલ્પની અને ઈશાનકલ્પની નીચે મોટા, મેઘો છે? હા, ગૌતમ ! મોટા મેઘો છે, અને તે મેઘોને દેવ કરે, અસુર પણ કરે, પણ નાગ ન કરે, એ પ્રમાણે સ્વનિત શબ્દ પરત્વે પણ જાણવું. હે ભગવન્! ત્યાં બાદર પૃથિવીકાય તથા બાદર અગ્નિકાય છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી અને આ નિષેધ વિગ્રહગતિસમાપન સિવાયના બીજા માટે જાણવો. હે ભગવન્! ત્યાં ચંદ્ર વગેરે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ત્યાં પ્રામાદિ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવન! ત્યાં ચંદ્રનો પ્રકાશ વગેરે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એ પ્રમાણે સનકુમાર અને માહેંદ્ર દેવલોકમાં જાણવું, વિશેષ એ કે, ત્યાં એકલા દેવ કરે છે, એ પ્રમાણે બ્રહ્મલોકમાં અને ઉપર સર્વસ્થળે દેવ કરે છે તથા બધા ઠેકાણે બાદર અપ્લાય, બાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો. બીજું તેજ પ્રમાણે છે
[૩૧૪] તમસ્કાયમાં અને પાંચકલ્પમાં અગ્નિ અને પૃથિવી સંબંધે પ્રશ્ન, પૃથિવીઓમાં અગ્નિ સંબંધે પ્રશ્ન અને પાંચ કલ્પની ઉપર રહેલાં સ્થાનોમાં તથા કૃષ્ણરાજિમાં અષ્કાય, તેજસ્કાય અને વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો.
[૩૧૫] હે ભગવનું ! આયુષ્યનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! આયુષ્યનો બંધ છ પ્રકારનો કહ્યો છે, તે જેમકે, જાતિનામનિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ, સ્થિતિનામનિધત્તાયુ, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ ને અનુભાગ- નામનિધત્તાયુ, યાવતું વૈમાનિકો સુધી દંડક કહેવો. હે ભગવન્! શું જીવો જાતિના- મનિધત્ત છે યાવતુ અનુભાગનામધિપત્ત છે? હે ગૌતમ ! તેમજ છે. આ દંડક થાવત્ વૈમાનિક સુધી કહેવો.એ બાર દંડક આ પ્રમાણે કહેવા - હે ભગવન્! જીવો શું જાતિનામનિધત્ત છે, જાતિનામનિધત્તાયુષ્ક છે, જાતિનામનિયુક્ત છે, જાતિનામનિયુક્તાયુષ્ક છે, જાતિગોત્રનિધત્ત છે, જાતિગોત્રનિધત્તાયુષ્ક છે, જાતિગોત્રનિયુક્ત છે, જાતિગોત્રનિયુક્તાયુષ્ક છે, જાતિનામ ગોત્રનિધત્ત છે, જાતિનામ ગોત્રનિધત્તાયુષ્ક છે, જાતિનામ ગોત્રનિયુક્ત છે કે જાતિનામ ગોત્રનિયુક્તાયુષ્ક છે યાવતું અનુભાગનામગોત્રનિયુક્તાયુષ્ક છે? હે ગૌતમ! તેમજ છે. યાવતુ વૈમાનિક સુધી.
૩૧] હે ભગવન્! શું લવણસમુદ્ર ઉછળતા પાણીવાળો છે, સમજણવાળો છે, ક્ષુબ્ધપાણીવાળો છે કે અક્ષુબ્ધપાણીવાળો છે ? હે ગૌતમ ! લવણસમુદ્ર ઉચ્છળતા પાણીવાળો છે પણ સમજણવાળો નથી અને ક્ષુબ્ધપાણિવાળો છે પણ અક્ષુબ્ધ પાણીવાળો નથી, અહિંથી શરુ કરી જેમ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું યાવતુ તે હેતુથી હે ગૌતમ ! બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણપ્રમાણવાળા, છલકતા અને સમભર ઘટપણે રહે છે, સંસ્થાનથી એક પ્રકારના સ્વરૂપવાળા છે, વિસ્તારથી અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org