________________
શતક-૬, ઉદેસો-૩
૧૨૭ ભજનાએ બાંધે. હે ભગવન્! શું મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ ! મનયોગી, વચનયોગી અને કાયયોગી, એ ત્રણ ભજનાએ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને આયોગી જ્ઞાનાવરણને ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું અને વેદનીય કર્મન હેઠળના ત્રણ બાંધ અને અયોગી ન બાંધે. હે ભગવન્! શું સાકાર ઉપયોગવાળો કે અનાકાર ઉપયોગ- વાળો જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! આઠે કર્મપ્રવૃતિઓ ભજના બાંધે. હે ભગવન્! શું આહારક કે અનાહારક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધે ? હે ગૌતમ ! બને પણ ભજનાએ બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય સિવાયની છ કર્મપ્રકૃતિઓ માટે જાણવું, અને વેદનીય કર્મ, આહારક જીવ બાંધે તથા અનાહારક જીવ ભજનાએ બાંધે અને આયુષ્યકમને આહારક જીવ ભજનાએ બાંધે તથા અનાહારક જીવ ન બાંધે. હે ભગવન્! શું સૂક્ષ્મ જીવ, બાદર જીવ કે નોસૂક્ષ્મ-નોબાઇર જીવ જ્ઞાનાવરણ કમને બાંધે ? હે ગૌતમ ! સૂક્ષ્મ જીવ બાંધે, બાદર જીવ ભજનાએ બાંધે અને નોસૂક્ષ્મ-નોબાદર જીવ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને મૂકીને સાતે કમપ્રકૃતિઓ માટે પણ જાણવું અને આયુષ્યકર્મને સૂક્ષ્મ જીવ અને બાદર જીવ, એ બને ભજનાએ બાંધે છે, તથા નોસૂક્ષ્મ-નોબાદર જીવ- સિદ્ધના જીવ નથી બાંધતા. હે ભગવન્! શું ચરમ જીવ કે અચરમ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! એ બને જીવ આઠે કર્મપ્રકૃતિઓને ભજનાએ બાંધે.
[૨૮૫ હે ભગવન્! સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અને અવેદક, એ બધા જીવોમાં ક્યા ક્યા જીવ, કોના કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પુરુષવેદક જીવો છે, તેનાથી સંખ્યયગુણ સ્ત્રીવેદક છે, અવેદક અનંતગુણ છે અને નપુંસકવેદક અનંતગુણ છે. એ બધા પદોનાં અલ્પબદુત્વો કહેવા યાવતું સૌથી થોડા અચરમ જીવો છે અને ચરમ જીવો અનંતગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિચરે છે. | શતક૬-ઉદ્દેસાઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(- ઉદ્દેશક૪:-) [૨૮] હે ભગવન્! શું જીવ કાલાદેશવડે- સપ્રદેશ છે કે અપ્રદેશ? હે ગૌતમ ! જીવ નિયમા ચોક્કસ સપ્રદેશ છે. એ પ્રમાણે યાવતું સિદ્ધ સુધીના જીવ માટે જાણવું. હે ભગવનું ! નૈરયિક જીવ કાલાદેશથી પ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! એ કદાચ સપ્રદેશ છે અને કદાચ અપ્રદેશ છે. હે ભગવન્! શું જીવો કાલાદેશથી સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! ચોક્કસ, જીવો પ્રદેશ છે. હે ભગવન! નૈરયિક જીવો કાલાદેશવડે સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! એ નૈરયિકોમાં બધાય સંપ્રદેશ હોય, કેટલાક પ્રદેશ અને એકાદ અપ્રદેશ અને કેટલાક પ્રદેશ કેટલાક અપ્રદેશ; એ પ્રમાણે થાવત્ સ્વનિતકુમાર સુધીના જીવો માટે જાણવું, હે ભગવન્! શું પૃથિવી- કાયિક જીવો સપ્રદેશ છે કે અપ્રદેશ છે? તેઓ યાવતું વનસ્પતિકાયિક સુધી જાણવું.
જેમ નરયિક જીવો કહ્યા તેમ સિદ્ધ સુધીના બાકીના બધા જીવો માટે જાણવું. જીવ અને એકેન્દ્રિય વર્જીને બાકીના આહારક જીવો માટે ત્રણ ભાંગા જાણવા, અને અનાહારક જીવો માટે એકેન્દ્રિય વર્જીને છ ભાંગા આ પ્રમાણે જાણવા- કેટલાક સંપ્રદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org