________________
શતક-૫, ઉસો-૮
૧૧૯ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નરયિકો નિરપચય અને નિરુપચય છે. બધા એકેન્દ્રિય જીવો સર્વકાળ સુધી સોપચય અને સાપચય છે, બાકીના બધા જીવો સોપચય પણ છે, સાપચય પણ છે, સોપચય અને સાપચય પણ છે, નિરુપચય અને નિરપચય પણ છે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે, અવસ્થિતોમાં વ્યુત્કાન્તિકાળ કહેવો. હે ભગવન્! સિદ્ધાં કેટલા કાળ સુધી સોપચય છે. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સિદ્ધ સોપચય છે. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપચય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધો નિરપચય અને નિરપચય છે. હે ભગવન! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવતુ વિહરે છે. | શતક પ-ઉદ્દેસોઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરાછાયા પૂર્ણ
(ઉદેસ:૯) [૨૪] તે કાલે, તે સમયે યાવત્ એમ બોલ્યાઃ હે ભગવન્! આ રાજગૃહ નગર શું કહેવાય? શું તે પૃથિવી કહેવાય. જલ કહેવાય, યાવતુ વનસ્પતિ જેમ એજન ઉદ્દેશમાં પંચેદ્રિયતિર્યંચોના પરિગ્રહની) વક્તવ્યતા કહી છે તેમ કહેવું અથતિ શું રાજ- ગૃહ નગર કૂટ કહેવાય. શૈલ કહેવાય. યાવતું સચિત્ત, અચિત્ત અને મિશ્રિત દ્રવ્યો, રાજ- ગૃહ નગર કહેવાય? હે ગૌતમ ! પૃથિવી પણ રાજગૃહ નગર કહેવાય યાવતું ચિત્ત, અચિત્ત અને મિશ્રિત દ્રવ્યો રાજગૃહ નગર કહેવાય છે યાવતું સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો પણ જીવો છે, અજીવો છે માટે રાજગૃહ નગર કહેવાય છે, તે હેતુથી તે તેમજ છે.
[૨૫] હે ભગવન્! દિવસે ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર હોય છે ? હા. ગૌતમ! યાવત્ અંધકાર હોય છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! દિવસે સારાં પુદ્ગલો હોય છે અને સારો પુદ્ગલ પરિણામ હોય છે, રાત્રિમાં અશુભ પુદ્ગલો હોય છે અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે તે હેતુથી એમ છે. હે ભગવન્! શું નૈરયિકોને પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે. હે ગૌતમ! નરયિકોને પ્રકાશ નથી પણ અંધકાર છે. તે ક્યાં હેતુથી? હે ગૌતમ ! નૈરયિકોને અશુભ મુગલ પરિણામ છે, તે હેતુથી હે ભગવન્! શું અસુરકુમારોને પ્રકાશ છે, કે અંધકાર છે?, હે ગૌતમ! અસુરકુમારોને પ્રકાશ છે પણ અંધકાર નથી. તે ક્યાં હેતુથી? હે ગૌતમ! અસુરકુમારોને શુભ પુદ્ગલો છે, શુભ પુદ્ગલ પરિણામ છે માટે એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. જેમ નૈરયિકો કહ્યા તેમ પ્રથિવીકાયથી માંડી યાવતુ 2હત્રિય સુધીના જીવો જાણવા. હે ભગવન્! શું ચઉરિદ્રિયોને પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે? હે ગૌતમ ! તેઓને પ્રકાશ પણ હોય છે ને અંધકાર પણ હોય છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! ચઉરિદ્રિયને શુભ તથા અશુભ પુદ્ગલ હોય છે અને શુભ તથા અશુભ પુદગલ-પરિણામ હોય છે. તે હેતુથી તેમ છે. એ પ્રમાણે પાવતુ-મનુષ્યો માટે જાણી લેવું. જેમ અસુરકુમારો કહ્યા તેમ વાનયંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક માટે જાણવું.
[૨૬] હે ભગવન્! ત્યાં ગએલા નિરયમાં સ્થિત રહેલા નૈરયિકો એમ જાણે કે, સમયો. આવલિકાઓ. ઉત્સર્પિણીણો અને અવસર્પિણીઓ ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી હે ભગવન્! તે ક્યા હેતુથી એમ કહ્યું? હે ગૌતમ ! તે સમયાદિનું માન અહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org