________________
૧૧૮
ભગવઇ -૫-૮/૨૬૩ બારમાસ અવસ્થાન કાળ છે.
જેમ નૈરયિકો માટે કહ્યું એમ અસુરકુમારો પણ વધે છે, ઘટે છે. અને જઘન્ય, એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અડતાલીસ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે, એ પ્રમાણે દસે પ્રકારના પણ ભવનપતિ કહેવા. એકેન્દ્રિયો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, એ ત્રણે વડે પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ, એટલો કાળ જાણવો. બે ઈદ્રિયો તે જ પ્રમાણે વધે છે, ઘટે છે, અને તેઓનું અવસ્થાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે અન્તર્મુહૂર્ત સુધીનું જાણવું. એ પ્રમાણે યાવતુ-ચઉરિંદ્રિય સુધીના જીવો માટે જાણવું. બાકીના બધા જીવો કેટલો કાળ વધે છે, કેટલો કાળ ઘટે છે, એ બધું પૂર્વની પેઠે જાણવું અને તેઓના અવસ્થાન કાળમાં આ પ્રમાણે વિવિધ ભેદ છે, તે જેમકે સમૂર્છાિમપંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો અવસ્થાન કાળ અંતમુહૂર્ત છે, ગર્ભજપચંદ્રિય તિર્યંચયોનિકોનો ચોવીશમુહૂર્ત છે, સમ્યુઝિયમનુષ્યોનો અડતાલીશ મુહૂર્ત છે, ગર્ભજ મનુષ્યોનો ચોવીશ મુહૂર્ત છે; વાનયંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવલોક- માં અડતાલીશ મુહૂર્ત છે, સનકુમાર દેવલોકમાં અઢાર રાત્રિદિવસ અને ચાલીશ મુહૂર્ત છે, માહેંદ્ર દેવલોકમાં ચોવીશ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત છે. બ્રહ્મલોકમાં પીસ્તાલીશ રાત્રિદિવસ છે, લાંતક દેવલોકમાં નેવું રાત્રિદિવસ છે, મહાશુક્ર દેવલોકમાં એકસો સાઠ રાત્રિદિવસ છે, સહસ્ત્રાર પ્રાણત દેવલોકમાં સંખેય માસો સુધી છે, આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યય વષ છે, એ પ્રમાણે રૈવેયક દેવોનો, વિજય, વૈજયંત, જયંત અને પરાજિત દેવોનો અસંખ્ય હજાર વર્ષો છે. તથા સવર્થ સિદ્ધમાં પલ્યોપમના સંખ્યય ભાગ સુધી અવસ્થાન કાળ જાણવો. અને એઓ, જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે, ઘટે છે એ પ્રમાણે કહેવું.
હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી વધે છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કરે આઠ સમય સુધી હે ભગવનું ! સિદ્ધો કેટલા કાળ સુધી અવસ્થિતું રહે છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી. હે ભગવન્! જીવો ઉપચય સહિત છે, અપચય સહિત છે, સોપચય સાપચય છે અને ઉપચય રહિત છે કે અપચય રહિત છે? હે ગૌતમ જીવો સોપચય ઉપચય સહિત નથી, સાપચય અપચય સહિત નથી, સોપચય સાપચય નથી, પણ નિરુપચય અને નિરપચય છે. એકેન્દ્રિય જીવો ત્રીજા પદમાં છે એટલે સોપચય અને સાપચય છે, બાકીના જીવો ચારે પદો વડે કહેવા. હે ભગવનું ! સિદ્ધ કેવા છે? હે ગૌતમ ! સિદ્ધ સોપચય છે, સાપચય નથી, સોપચય અને સાપચય નથી, નિરુપચય છે, નિરપચય છે. હે ભગવન્! જીવો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપરાય છે? હે ગૌતમ ! સર્વ કાળ સુધી જીવો નિરુપચય અને નિરપચય છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સોપચય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી નૈરયિકો સોપચય છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સાપચય છે? હે ગૌતમ ! એ પ્રમાણે પૂર્વોક્ત સોપચયના કાળ પ્રમાણે સાપચયનો કાળ જાણવો. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સોપચય ને સાપચય છે? પૂર્વોક્ત પ્રમાણે જાણવું.
હે ભગવન્! નરયિકો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપચય છે? હે ગૌતમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org