SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આયારો- ૨/W૨૪૮૪ બીજાને લઈને આપે નહીં. ઉધાર આપે નહીં અને અદલાબદલી પણ કરે નહીં. બીજા મુનિ પાસે જઈને એમ પણ પૂછે કે- આયુષ્યનું શ્રમણ ! આપ આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા ઈચ્છો છો ? જે તે વસ્ત્ર ટકાઉ હોય તો ટુકડે ટુકડે કરી તેને પરઠવે નહીં, તેવું સાંધેલું વસ્ત્ર પોતે ગ્રહણ ન કરે પરંતુ લઈ જનાર મુનિને જ આપી દીએ. એ જ પ્રમાણે ઘણા મુનિરાજો પાસેથી વસ્ત્ર માગી જનાર બીજે ગામ એક, બે, ત્રણ ચાર કે પાંચ દિવસ રહી પાછા આપવા માંડે તો ઘણા મુનિરાજાએ ફાટેલા જાણી બગડેલા હોય તો લેવા નહીં પરંતુ તેમને જ સોંપવા. ઉપરોક્ત સૂત્રમાં એક સાધુ માટે એક વચનમાં જે વિધાન કરેલ છે, તે જ અહિંયા બહુ વચનમાં સમજી લેવું. કોઈ મુનિ એમ વિચારે કે હું પણ અલ્પ સમય માટે વસ્ત્રની યાચના કરીને એક બે યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ અને વસ્ત્ર બગાડીને પાછું આપીશ તો તે લેશે નહીં તેથી વસ્ત્ર મારૂં થઈ જશે, આવું વિચારનાર સાધુ પોતાના સંયમને દૂષિત કરે છે, માટે સાધકે તેમ કરવું ન જોઈએ. [૪૮૫સાધુ કે સાધ્વી દેખાતા સારા વસ્ત્રને ખરાબ ન કરે, ખરાબ દેખાતા વસ્ત્રને સુંદર ન કરે. તથા મને બીજા સુંદર વસ્ત્ર મળશે. એમ વિચારીને પોતાના જૂના વસ્ત્ર બીજાને ન આપે અને કોઈની પાસે ઉધાર પણ ન લે. પોતાના વસ્ત્રની અદલાબદલી પણ ન કરે, બીજા સાધુ પાસે જઈને એમ પણ ન કહે- આપ મારા વસ્ત્ર ગ્રહણ કરો અથવા ધારણ કરો. તથા વસ્ત્ર મજબૂત છતાં "એ વસ્ત્ર બીજાને સારું નથી દેખાતું " એમ વિચારી તેના ટુકડા કરી પરઠવે નહીં વળી રસ્તે જતાં ચોરોને જોઈ આડા માર્ગે ચાલે નહીં પરંતુ નીડરતાપૂર્વક ધીરજથી યતના સહિત એક ગામથી બીજે ગામ તે જ માર્ગે જાય. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય, ત્યાં વચ્ચે જંગલી રસ્તો આવી જાય અને રસ્તા સંબંધમાં એમ જાણવા મળે કે આ રસ્તામાં ઘણાં ચોરો વસ્ત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યા છે તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય યાવતું નીડરતાપૂર્વક યતના સહિત પ્રામાનુગ્રામ જાય. રામાનુગ્રામ વિચરતાં સાધુ અથવા સાધ્વીને માર્ગમાં લુંટારા સામે મળે અને તેઓ કહે કે આ વસ્ત્ર લાવો, મને આપી દો, મૂકી દો. ત્યારે જેમ ઈયઅિધ્યયનમાં કહેલું છે તેમ સમજવું. વિશેષતા એ જ છે કે ત્યાં ઉપકરણના વિષયમાં કહ્યું છે કે અહીં વસ્ત્ર વિષે સમજવું જોઈએ. સાધુ -સાધ્વીનો વસ્ત્ર સંબંધી વિગત સાથેનો એવો આચાર છે. મુમુક્ષ મુનિ એનું પૂર્ણરૂપથી પાલન કરતા સંયમમાં સદાયતના વાનું રહે! અધ્યયનઃ ઉદેસી ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયા પૂર્ણ | અધ્યયન ૫-ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ ૬-પાષાણા) - ઉદેસો-૧૪િ૮૬સાધુ કે સાધ્વીને પાત્ર ત્રણ પ્રકારના કહ્યું છે. કાષ્ઠના, તુંબડાના અને માટીના, આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું એક જ પાત્ર તરૂણ યાવત્ સ્થિર સંહનનવાળો સાધક રાખે. બીજું પાત્ર ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી-અર્ધ યોજન એટલે બે ગાઉ ઉપરાંત પાત્ર લેવા માટે ન જાય. સાધુ કે સાધ્વીને ખ્યાલમાં આવે કે આ પાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy