________________
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ઉદેસી-૧ લાવવાની ઈચ્છા ન કરવી. અમારા વસ્ત્ર નવા-સાફ-સ્વચ્છ નથી, એમ વિચારી સાધુએ થોડા કે ઘણા અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોવા જોઈએ નહી. મારું વસ્ત્ર દુગંધવાળુ છે, એમ સમજી થોડા કે ઘણા સુગંધ વાળા દ્રવ્યોથી અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોવું જોઈએ નહી.
[૪૮]સાધુ અથવા સાધ્વી વસ્ત્રને સૂકવવાની ઈચ્છા કરે અથવા વારંવાર ઈચ્છા કરે તો તે વસ્ત્રને જીવ-જંતુ વાળી, સચિત્ત જલ અથવા વનસ્પતિ આદિથી યુક્ત ભૂમિપર સૂકવે નહીં, સાધુ કે સાધ્વી વસ્ત્રને એકવાર કે અનેકવાર સુકવવાની ઈચ્છા કરે તો તે વસ્ત્રને સ્થંભ ઉપર, દરવાજા ઉપર, ઉખલ ઉપર અથવા સ્નાન કરવાના બાજોઠ ઉપર તે કોઈ બીજા ઊંચા સ્થાન ઉપર, જ્યાં બરોબર બાંધેલું ન હોય, જે સારી રીતે ગોઠવાયેલું ન હોય જે નિશ્ચલ ન હોય અને જે ડગમગતું હોય તેવા કોઈ પણ સ્થાન ઉપર વસ્ત્રને એકવાર કે અનેકવાર સૂકવે નહી. સાધુ કે સાધ્વી વસ્ત્રને સૂકવવાની ઈચ્છા કરે તો દીવાલ ઉપર, નદીના કિનારા પર, શિલાપર, ઢેફા પર અથવા એવા જ કોઈ પણ સ્થાન પર એકવાર કે વારંવાર સૂકવે નહિં. સાધુ કે સાધ્વી વસ્ત્રને સુકવવાની ઈચ્છા કરે તો વૃક્ષના થડ ઉપર, માંચા કે પલંગ પર, માળા પર કે પ્રાસાદ પર અથવા હવેલીની છત પર કે તેવા પ્રકારના કોઈ પણ ઊંચા સ્થાન પર, એક વાર કે અનેક વાર થોડી કે વધુ વાર સૂકવે નહી. સાધુ કે સાધ્વી ને વસ્ત્ર સૂકવવાની આવશ્યકતા હોય તો તે વસ્ત્ર લઈને એકાંતમાં જાય. એકાંતમાં જઈને બળેલી ભૂમિ અથવા તેવા પ્રકારની બીજી કોઈ અચિત ભૂમિનું વારંવાર પ્રતિલેખન પ્રમાર્જન કરીને ત્યાર પછી સાવધાની પૂર્વક સૂકવે યા વધારે સૂકવે. આ સાધુ સાધ્વીના વસ્ત્રગ્રહણ કરવાનો આચાર છે, મુમુક્ષુ મુનિ પૂર્ણ રૂપથી તેનું પાલન કરી સંયમમાં યતનાવાન બને. અધ્યયનઃપ-ઉદેસોઃ ૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ!
(અધ્યયનઃપ-ઉદેસોઃ ૨) [૪૮૩સાધુ કે સાધ્વી નિદોંષ વસ્ત્રોની યાચના કરે. જેવા ગ્રહણ કર્યા હોય તેવા વસ્ત્રો ધારણ કરે. તે વસ્ત્રોને ન ધૂએ કે ન રંગે ધોએલ કે રંગેલ વસ્ત્રને પહેરે નહીં. વસ્ત્રોને ગોપન ન કરીને ગ્રામ આદિમાં સુખપૂર્વક વિચરણ કરે. એવો સાધુ નિસ્સાર વસ્ત્રધારી કહેવાય. વસ્ત્રધારી મુનિનો આજ સંપૂર્ણ આચાર છે. આહારાદિ માટે ક્વાવાળા સંયમનિષ્ઠ સાધુ સાધ્વી ગૃહસ્થના ઘેર જતાં પોતાના વસ્ત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને પ્રવેશ કરે. એવી જ રીતે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતાં અથવા એક ગામથી બીજે ગામ જતાં સમસ્ત વસ્ત્ર સાથે રાખે. ઘણો વરસાદ વરસતો જોઈને સાધુઓ તેવુંજ આચરણ કરે કે જેવું પિષણા અધ્યયનમાં કહેલું છે. વિશેષતા એજ છે કે ત્યાં બધી ઉપાધી લઈ જવા કહ્યું છે, તો અહિં બધા વસ્ત્ર લઈ જાય” એમ કહેવું જોઈએ.
[૪૮૪]કોઈ સાધુ, કોઈ સાધુ પાસેથી બે ઘડી કે એક, બે, ત્રણ કે પાંચ દિવસ સુધી વાપરવા માટે પડિહારી વસ્ત્રની યાચના કરીને લઈ જાય ત્યાર પછી પ્રામાદિ અથવા બીજી જગ્યા રહીને પાછા આવે ત્યારે કદાચિત તે વસ્ત્ર ફાટી ગયું હોય અને તે જ પાછું આપવા ઈચ્છે તો જેણે પડિહારી આપ્યું હતું તે સાધુ તે ફાટેલું વસ્ત્ર ગ્રહણ કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org