SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૨૮ ૪૧ તેઓ (વાસુદેવો) અર્ધા ભરત ક્ષેત્રના શાસક હોય છે, સૌમ્ય હોય છે. સઘળા લોકોને સુખદાયી હોય છે. તેઓ રાજવંશમાં તિલક સમાન હતા. અજેય હતા. કોઈપણ શત્રુ તેમનો રથ કબ્જે કરી શકતો નહીં. તેઓ હલ, મુસળ અને બાણને પોતાના હાથમાં ધારણ કરતા હતા, તેઓ શંખ, ચક્ર, ગદા અને તલવારને ધારણ કરતા હતા. તેઓ શ્રેષ્ઠ દેદીપ્યમાન અને શુભ્ર કૌસ્તુભમણિને તથા મુકુટને ધારણ કરતા હતા. કુંડળોની વૃતિથી તેમના વદન સદા પ્રકાશિત રહેતા હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમનો એકાવલી હાર તેમની છાતી સુધી લટકતો હતો. તેમને શ્રીવત્સ સ્વસ્તિકનું ચિહ્ન હતું તેઓ યશસ્વી હતા. સર્વૠતુના સુગંધી દાર. પુષ્પોમાંથી બનાવેલી અદ્ભુત પ્રકારની રચના વાળી અને અતિશય સુંદર અને લાંબી લાંબી માળાઓથી તેમના વક્ષઃસ્થળ ઢંકાયેલા રહેતાં હતાં. છુટાછવાયા આવેલા શંખ ચક્ર આદિ ૧૦૮ ચિહ્નોથી તેમનાં પ્રત્યેક અંગ યુક્ત હતા. તેથી તે અંગો ઘણા સુંદર લાગતા. મદોન્મત્ત શ્રેષ્ઠ ગજરાજોની મનોહર ગતિ જેવી તેમની ગતિ ચાલ વિલાસ યુક્ત હોય છે. તેમના દુંદુભીઓનો નાદ શરદઋતુના મેઘનાદ જેવો તથા કૌંચ પક્ષીના અવાજ જેવો હતો. તેમના નીલ, પીળાં, રેશમી વસ્ત્રો કંદોરાથી યુક્ત હતાં. તેઓ શ્રેષ્ઠ પ્રકારના સદા દેદીપ્યમાન તેજવાળા, માણસોમાં સિંહ જેવા બળવાન હતા. તેમને નરપતિ, નરેન્દ્ર અને નરવૃષભ કહેવામાં આવે છે. તેઓ દેવરાજ ઈન્દ્રના જેવા હતા. રાજ્યલક્ષ્મીના તેજથી તેઓ અધિક દેદીપ્યમાન લાગતા તેઓ પીળાં વસ્ત્રો ધારણ કરે છે. આ બલદેવ અને વાસુદેવ એ બન્ને ભાઈઓ હોય છે. આ ક્રમ પ્રમાણે નવ વાસુદેવ અને નવ બળદેવ થયા છે. ત્રિપૃષ્ઠથી લઇને કૃષ્ણ સુધીના નવ વાસુદેવો થયા છે. અને અચળથી લઈને રામ સુધીના નવં બળદેવ થયા છે. [૩૨૯-૩૩૨] તે નવ બળદેવ અને વાસુદેવોના પૂર્વભવના નવ નામ હતા. તે નામો વિશ્વભૂતિ, પ્રવર્તક, ધનદત્ત, સમુદ્રદત્ત, ઋષિબાપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ અને ગંગદત્ત. આ પ્રમાણે વાસુદેવોના પૂર્વભવના તે નામો હતા. હવે બળદેવોના પૂર્વભવના નામ કહીશ-વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધર્મસેન, અપરાજિત અને રાજલલિત આ પ્રમાણે બળદેવોના પૂર્વભવના નામો હતા. [૩૩૩-૩૩૫] તે નવ બલદેવો અને વાસુદેવોના પૂર્વભવના જે નવ ધર્માચાર્યો થયા હતા. તેમના નામ-સંભૂત, સુભક, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર, અને દ્રુમસેન એ કીર્તિ પુરૂષ વાસુદેવોના પૂર્વભવમાં તે નવ ધર્માચાર્યો થયા હતા. [૩૩૬-૩૩૭] તે નવ વાસુદેવોની નવ નિદાનભૂમિઓ હતી. તેમના નામમથુરા, કનકવાસ્તુ, શ્રાવસ્તી, પોતન, રાજગૃહ, કાકન્દી, કૌશામ્બી, મિથિલાપુરી અને હસ્તિનાપુર તે નવવાસુદેવોના ને નવનિદાન કારણો હતા તે આ પ્રમાણે છે- ગાય ધૂપ, સંગ્રામ સ્ત્રી, રંગમાં પરાજ્યર, ભાનુરાગ, ગોષ્ઠી, ૫૨ઋદ્ધિ અને માતા. [૩૩૮-૩૪૩] તે નવ વાસુદેવોના પ્રતિસ્પર્ધી પ્રતિ નારાયણો થયા તેમના નામ-અશ્વગ્રીવ, તારક, મૈરક, મધુકૈરભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંઘ. એ પ્રમાણે કીર્તિપુરૂષ વાસુદેવોના પ્રતિ શત્રુઓ થયા છે. એ બધા પ્રતિવાસુદેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy