SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ સમવાય–પ્રકીર્ષક રૂદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિશિખ, દશરથ અને વસુદેવ. આ જંબૂઢીપમાં ભારતવર્ષ નામના ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મૃગાવતી, ઉમા, પૃથિવી, સીતા, અંબીકા, લક્ષ્મીવતી, શેષમતી, કૈકેયી, અને દેવકી. અને નવ બળદેવની નવ માતાઓ આ પ્રમાણે- ભદ્રા, સુભદ્રા, સુપ્રભા, • સુદર્શના, વિજ્યા, વેજયંતી, જયંતી, અપરાજિતા, રોહિણી. ૩િ૨૭-૩૨૮] જંબૂદ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવ અને બળદેવ થયા છે. તીર્થકરાદિ ઉત્તમપુરૂષોમાં મધ્યવર્તી હોવાને કારણે ઉત્તમ પુરૂષ, તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના બળની અપેક્ષાએ મધ્યવર્તી હોવાને કારણે મધ્યમ પુરૂષ અને તેમના સમકાલીન પુરૂષોની અપેક્ષાએ શૌર્ય આદિ બાબતમાં પ્રધાન હોવાને કારણે તેમને પ્રધાન પુરૂષો ગણવામાં આવે છે. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, દેદીપ્યમાન શરીરવાળા, કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપવાળા હતા. તેમનો સ્વભાવ ઘણો સારો હતો. દરેક મનુષ્ય તેમને નિઃસંકોચ રીતે મળી શકતા હતા અને તેમને જોઈને સઘળા લોકો ખુશ હતા. તેમનામાં બળનો તો ઘોઘ હતો. તેઓ ઘણા બળવાન હતા. તેઓ પ્રશસ્ત પરાક્રમવાળા હતા. નિરૂપદ્રવવાળા હોવાથી કોઈથી તેમની હત્યા થઈ શકતી નહીં. તેમને કોઈ હરાવી શકતું નહીં. તેઓ શત્રુઓનું મર્દન કરનારા હતા. હજારો શત્રુઓના દર્પમાનનું મર્દન કરનારા હતા. તેમને નમનારા તરફ તેઓ સદા દયાળુ રહેતા હતા. આભિમાનથી રહિત હતા. મન, વચન અને કાયાની ચંચળતાથી રહિત હતા. કોઈપણ વ્યક્તિ તેવો વિના કારણે ક્રોધ કરતા ન હતા. તેઓ પરિમિત વાતચીત કરનારા, આનંદદાયક વચનવાળા અને પરિમિત તથા મનોહર દયવાળા હતા. ગંભીર, મધુર અને પ્રતિપૂર્ણ એવા સત્ય વચન બોલનારા હતા. તેઓ શરણાગત વત્સલ હતા. દીન અને નિરાધારનું રક્ષણ કરવા માટે સદા તત્પર હતા. વજ સ્વસ્તિક ચક્ર આદિ શુભ લક્ષણો તથા તલ, મસા આદિરૂપ વ્યંજનોના મહદ્ધિલાભારિરૂપ ગુણોથી તેઓ યુક્ત હતા. માન, ઉન્માન અને પ્રમાણની પરિપૂર્ણતાને લીધે તેમના અવયવો સપ્રમાણ અને સુડોળ અને સપ્રમાણ અંગોને લીધે તેમના શરીર અતિશય સુંદર હતા. જેમનું દર્શન ચંદ્રમાની જેમ આનંદ જનક અને ચિત્તાકર્ષક અને દર્શકને મનમાં અપૂર્વ આહલાદદાયક હતું, અપકારી લોકો પર પણ તેમને ક્રોધ થતો નહિ. તેમનો નીતિના ભેદરૂપ દંડ પ્રકાર ઉત્કૃષ્ટ હતો. તેમની અન્તવૃત્તિ સમજી શકાય તેવી ન હોવાથી તેઓ ઘણા ગંભીર દેખાતા હતા. બળદેવની પતાકાઓ તાલવૃક્ષના નિશાનવાળી અને વાસુદેવની પતાકાઓ ગરૂડની નિશાની- વાળો હોય છે. બળદેવના જે ધનુષ્યને વીરમાં વીર પુરૂષ પણ ચડાવી શકતો નથી. તે ધનુષ્યને તે વીર ચઢાવી શકે છે. તેઓ વિશિષ્ટ બળથી યુક્ત હોય છે. બીજા કોઈપણ ધનુધરી ધારણ ન કરી શકે તેવા ધનુષ્યને ધારણ કરનારા હોય છે. તેઓ ઘણા ભારે ધનુધરી હોય છે. ધીર પુરૂષોમાં તેમને પુરૂષકાર વિશિષ્ટ હોય છે, કાયરોમાં નહીં, તેઓ યુદ્ધ જનિત કીર્તિવાળા પુરૂષો હોય છે, તે ઘણા ખાનદાન કુટુંબના હોય છે, તેઓ પોતાના પરાક્રમથી ભયંકરમાં ભયંકર સંગ્રામને પણ છિન્નભિન્ન કરી શકે છે, Jain Education International For Privatė & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy