SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૨૨૭. ૪૪૭ લતાથી- ચાબુકથી, વાંસ આદિની નાની નાની લાકડીઓથી, મોટા અને ઘણા મજબૂત દંડાઓ વડે ફટકારવાનું, લાઠીથી શિર ફોડી નાંખવાનું, ઓગળેલા ગરમ તાંબા અને સીસા અને ગરમાગરમ તેલનો શરીરપર છંટકાવ કરવાનું, કુંભોમાં રંધાવાનું, ઠંડીના. વખતે શરીર પર બરફ જેવા ઠંડા પાણીનું સિંચન કરીને શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરાવવાનું, દોરડા અથવા સાંકળો વડે શરીરને દ્રઢ રીતે જકડી દેવાનું, ભાલા આદિ અણીદાર શસ્ત્રોથી શરીરને વીંધાવાનું પાપીના શરીર પરની ચામડી, બીજાને ભય પમાડવાને માટે પાપી લોકોના હાથને વસ્ત્રોથી લપેટીને તેના પર તેલનું સિંચન કરીને તેને સળગાવવાનું, ઈત્યાદિ પ્રકારના અસહ્ય અને અનુપમ દારૂણ દુઃખો વર્ણન આ સૂત્રમાં છે. ઘણા પ્રકારના દુઃખ- પરંપરાથી અનુબદ્ધ, પાપી જીવો જ્યાં સુધી અશુભકર્મોનું, પૂરેપુરું ફળ ભોગવી લેતા નથી ત્યાં સુધી તેમાંથી છૂટી શકતા નથી, અહિંસક ચિત્તવૃત્તિરૂપ ધૈર્યથી જેઓ તપસ્યામાં કટિબદ્ધ થયા છે તેવા જીવો તપસ્યા દ્વારા પાપકર્મનું પણ શોધન કરી શકે છે. દુખવિપાકના અધ્યયનો પછીના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં ચિત્તસમાધિ અથવા બ્રહ્મચર્ય, સાવવિરતિરૂપ સત્તર પ્રકારના સંયમ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ, મૂળગુણ અને ઉત્તરગુણ અને ઉગ્ર તપસ્યાનું આરાધન, એ ગુણોથી યુક્ત, તપ સંયમના આરાધક મુનિઓને દયા યુક્ત ચિત્તના પ્રયોગથી તથા ત્રિકાળ મતિથી એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં સુપાત્ર આદિને દાન દેવાની ઈચ્છાથી વિશુદ્ધ આહાર પાણી, જે હિત, સુખ અને નિશ્રેયસના પ્રકૃષ્ટ પરિણામવાળી મતિથી યુક્ત ભવ્યજનો, વિશુદ્ધ ભાવથી આપીને જે રીતે સંસારને અલ્પ કરે છે. તેનું વર્ણન કર્યું. આ સંસાર કેવો છે? નર, નરક, તિર્યંચ અને દેવગતિમાં જીવોનું જે પરિભ્રમણ થયા કરે છે એ જ આ સંસારરૂપ સાગરમાં વિશાળ જળજંતુઓનું પરિભ્રમણ છે, સમુદ્રમાં મોટા મોટા પર્વતો પાણીની સપાટી નીચે ડૂબેલા હોય છે. તેમને લીધે તે ઘણો વિકટ મનાય છે. એ જ પ્રમાણે સંસારમાં અરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વ ભરેલા છે. તેથી તેઓ જ પર્વત જેવાં હોવાથી આ સંસાર પણ વિકટ બનેલો છે. જેવી રીતે સમુદ્ર ગાઢ અંધકારથી છવાયેલો રહે છે, એજ પ્રમાણે આ સંસાર પણ અજ્ઞાનરૂપ ગાઢ અંધકારથી છવાયેલો છે. કર્દમને કારણે સમુદ્ર દુસ્તર હોય છે. એ જ પ્રમાણે આ સંસાર પણ વિષયની, ધનની અને સ્વજનોની આશા તૃણારૂપી કર્દમથી દુસ્તર બનેલો છે. જરા મરણ અને ૮૪ લાખ યોનિઓ જ આ સંસાર-સાગરમાં ચંચળ આવર્તે છે. ક્રોધ, માન આદિ સોળ કષાયો જ આ સંસાર-સાગરમાં અતિશય ભયંકર મગરગ્રાહ આદિ સમાન છે. અનાદિ અને અનંત એવા સંસાર સાગરને અલ્પ કરનારા ભવ્યજીવોનું વર્ણન આ અંગમાં છે. તેઓ કેવી રીતે વૈમાનિક દેવોના આયુષ્યનો બંધ કરે છે. અને કેવી રીતે ઉત્કૃષ્ટ સુરગણ વિમાનોનું સુખ ભોગવે છે. અને સુરગણ વિમાનોનું સુખ ભોગવ્યા પછી તિર્યગલોકમાં મનુષ્ય ભવમાં જન્મ લઈને જે રીતે આયુષ્ય, શરીર, વર્ણ, શારીરિક સૌંદર્ય, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ જન્મ, આરોગ્ય, ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અપૂર્વ શ્રુત ગ્રહણ કરવાની શક્તિરૂપ મેધા એ બધી બાબતમાં અન્ય લોકો કરતાં વિશિષ્ટતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy