SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ સમવાય–પ્રકીર્ણક બોધ આપનારા પ્રશ્ન વિદ્યાઓનું પ્રતિપાદન છે. જે વિવિધ ગુણયુક્ત અર્થો જીનવર પ્રણીત છે, એવા વિવિધ ગુણ મહાથ- નું આ અંગમાં કથન કરાય છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે. યાવતું સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ તે દશમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. પિસ્તાલીસ ઉદ્દેશન કાળ છે. સમુદેશન કાળ પણ પિસ્તાલીસ છે. તેમાં બાણ લાખ સોળ હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે. અનંત ગમ છે. અનંત પયય વગેરે છે. પાવતુ આ અંગમાં ચરણ કરણની પ્રરૂપણા કરવામાં આવે છે. પહાવાગરણે સૂત્રનું આવું સ્વરૂપ છે. [૨૨૭] હે ભદન્ત! વિવાગસૂર્યનું કેવું સ્વરૂપ છે? તેમાં પુણ્યરૂપ અને પાપરૂપ કર્મોના વિપાક રૂપે ફળ કહેવામાં આવેલ છે. તે વિપાક રૂપ ફળ સંક્ષિપ્તમાં બે પ્રકારનું બતાવ્યું છે. દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દુખવિપાકના દસ અધ્યયનો છે. અને સુખવિપાકના પણ દસ અધ્યયનો છે. હે ભદન્ત ! તે દુઃખવિપાકનું સ્વરૂપ કેવું છે ? દુઃખ- વિપાક ભોગવનારાઓના નગરોનું, ઉદ્યાનોનું, ચેત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતા- પિતાઓનું, ધર્મકથાઓનું, ગૌતમસ્વામીનું ભિક્ષાર્થે નગરગમનનું સંસારના વિસ્તારનું અને, દુઃખોની પરંપરાઓનું કથન કરાયું છે. એ પ્રમાણે દુઃખવિપાકનું સ્વરૂપ કહેલ છે. હે ભદન્ત સુખવિપાકનું કેવું સ્વરૂપ છે? સુખવિપાકના અધ્યયનોમાં સુખવિપાક ભોગવનારાઓના નગરોનું, ઉદ્યાનોનું, ચૈત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમ- વસરણનું, ધમાચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિઓનું ભોગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાઓનું, શ્રાધ્યયનનું, વિશિષ્ટ તપસ્યાઓનું, પયયોનું, પ્રતિમાઓનું, સંલેખનાનું ભક્તપ્રત્યાખ્યાનોનું, પાદપોપગમન સંથારાનું, દેવલોકમાં ઉત્પત્તિનું, દેવલોકમાંથી ચ્યવીને સારા કુળમાં જન્મપ્રાપ્તિનું, અને મોક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. હવે સૂત્રકાર એજ વાતને વિસ્તારથી સમજાવે છે-દુઃખવિપાકના અધ્યયનોમાં પ્રાણી હિંસા, અસત્યભાષણ, ચોરી અને પરસ્ત્રી સેવન, આ પાપકમમાં આસક્તિ રાખવાથી તથા મહાતીવ્ર કષાયોથી, ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિથી, પ્રાણાતિપાત, આદિમાં મન, વચન, કાયાને લગાડવાથી, અશુભ પરિણામોથી ઉપાર્જિત પાપકર્મોનો ફળ વિપાક અશુભ રસવાળો થાય છે, તેનું આ અંગમાં વર્ણન છે. તથા નરક ગતિ અને તિર્યંચયોનિમાં અનેક પ્રકારના દુઃખોની સેંકડો પરંપરાથી જકડાયેલ જીવોને મનુષ્યભવમાં આવવા છતાં પણ બાકી રહેલા પાપકર્મોના ઉદયથી કેવાં કેવાં અશુભ રસવાળા કમોનો ઉદય થાય છે. તે વિષયનું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. તલવાર આદિ વડે છેદન, અંડકોશોનો વિનાશ, નાક, કાન, હોઠ, આંગળીઓ, હાથ, પગ, અને નખોનું છેદન, તથા જીભનું છેદન તપાવેલો લોઢાના સળિયાઓ દ્વારા આંખો ફોડવાનું, વાંસ આદિ લાકડા ખડકીને અન્ય હત્યારાઓ દ્વારા જીવતા બાળી નાંખવાનું, હાથીના પગતળે ચગદીને શરીરના અંગ ઉપાંગોના ચૂરેચૂરા કરી નાંખવાનું, શરીરને ફાડી નાખવાનું, વૃક્ષની શાખાઓ પર બાંધીને ઉંધે માથે લટકાવવનું, શૂળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy