SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૧૦ ૩૮૩ પ્રપાણે દેવતા અને શ્રમણ બ્રાહ્મણ બને જ્યારે એકી સાથે તેજલેગ્યા છોડે છે ત્યારે આશાતના કરવા વાળો (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. કોઈ તેજલેશ્યાવાળો માણસ શ્રમણની આશાતના કરવા માટે તેના પર તેજો વેશ્યા છોડે છે તે તેજલેશ્યા તેનું કંઈ પણ પણ અનર્થ કરી શકતી નથી. તે તેજલેશ્યા આમથી તેમ ઉંચી-નીચી થાય છે અને તે શ્રમણની પ્રદક્ષિણા કરીને આકાશમાં ઉછળે છે અને તેજલેશ્યા છોડવાવાળાની તરફ ફરી તેને જ ભસ્મ કરે છે. જે પ્રમાણે ગોશાલકની તેજોલેશ્યાથી ગોશાલક જ મય. [૧૦૦૧-૧૦૦૩]દશ અચ્છેરાઓ (આશ્ચર્યભૂત બનાવો) આ ડાવસર્પિણી કાલમાં થયા જેમકે-ઉપસર્ગ-ભગવાન મહાવીરને કેવળ અવસ્થામાં પણ ગોશાલકે ઉપસર્ગ કર્યો. ગર્ભહરણ- હરિણગમેષી દેવે ભગવાન મહાવીરના ગર્ભને દેવાનંદાની કુક્ષિથી લઈને ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. સ્ત્રીતીર્થકર-ભગવાન મલ્લીનાથ સ્ત્રીલિંગ માં તીર્થકર થયા. અભાવિત પરિષદા- કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાન મહાવીરની દેશના નિષ્ફળ ગઈ. કોઈએ ધર્મનો સ્વીકાર કર્યો નહીં. કૃષ્ણનું અપરકંકા ગમન-કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે ધાતકી ખંડદ્વીપની અપરકંકા નગરીએ જવું. ચંદ્ર-સૂર્યનું આગમન-કૌશામ્બી નગરીમાં ભગવાન મહાવીરની વંદનાને માટે શાશ્વત વિમન સહિત ચન્દ્ર-સૂર્ય આવ્યા. હરિવંશ કુલોત્પત્તિ-હરિવર્ષ ક્ષેત્રના યુગભિમાનું નિરૂપક્રમ આયુ ઘટયું અને તેની નરકમાં ઉત્પત્તિ થઈ. ચમરો- ત્પાત-ચમરેન્દ્ર સૌધર્મ દેવલોકમાં ગયો. એક સો આઠ સિદ્ધ-ઉત્કૃષ્ટ અવગાહના-વાળા એક સમયમાં એક સો આઠ સિદ્ધ થયા. અસંયત પૂજા –આરંભ અને પરિગ્રહના ધારણ કરવાવાળા બ્રાહ્મણોની સાધુઓની સમાન પૂજા થઈ. [૧૦૦૪] આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ દસ સો (એક હજાર) યોજન વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. આ રત્નપ્રભા પૃથ્વીનો વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. એ પ્રમાણે વૈડૂર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ કાંડ, હંસગર્ભ કાંડ, પુલક કાંડ, સૌગંધિત કાંડ, જ્યોતિરસ કાંડ, અંજન કાંડ, અંજન પુલક કાંડ, ૨જત કાંડ, જાતરૂપ કાંડ, અંક કાંડ, સ્ફટિક કાંડ, રિષ્ટ કાંડ, આ બધા રત્ન કાંડની સમાન દસ સો (એક હજાર) યોજન પહોળા છે. [૧૦૦૫] બધા દ્વીપ-સમુદ્રો દસ સો (એક હજાર) યોજન ઊંડા છે. બધા મહાદ્રહ દસ યોજન ઊંડા છે. દરેક સલિલ કુંડ દસ યોજન ઊંડા છે. શીતા અને શીતોદા નદીના મૂળમુખ દસ-દસ યોજન ઊંડા છે. [૧૦૦૬] કત્તિકા નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્યમંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર ચંદ્રના સર્વ આત્યંતર મંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. [૧૦૦૭-૧૦0૮] ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. [૧૦૧૦]દસ સ્થાનોમાં બદ્ધ પગલ, જીવોએ પાપ કર્મ રૂપમાં ગ્રહણ કર્યા છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે, જેમકે પ્રથમ સમયોત્પન્ન એકેન્દ્રિય વડે નિર્વતિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy