________________
s-૧૦
૩૮૧
[૯૮૩)કેવળીમાં દશ ઉત્કૃષ્ટ ગુણો હોય છે. જેમકે-ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉત્કૃષ્ટ દર્શન, ઉત્કૃષ્ટ ચારિત્ર, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ વીર્ય, ઉત્કૃષ્ટ ક્ષમા, ઉત્કૃષ્ટ નિલભતા, ઉત્કૃષ્ટ સરલતા, ઉત્કૃષ્ટ કોમળતા, ઉત્કૃષ્ટ લઘુતા.
[૯૮૪]સમય (મનુષ્ય) ક્ષેત્રમાં ક્રશ કુરૂક્ષેત્રો કહેલા છે. જેમકે– પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુર. આ દશ કુરૂ ક્ષેત્રમાં દશ મહાવૃક્ષો છે. જેમકે-જંબુ, સુદર્શન, ઘાતકી વૃક્ષ મહાઘાતકી વૃક્ષ, પડા વૃક્ષ, મહાપદ્મ વૃક્ષ, કૂટશાલ્મલી વૃક્ષ. આ દશ કુર ક્ષેત્રોમાં દશ મહર્વિક દેવો રહે છે. જેમકે જંબૂદ્વીપનો અધિપતિ દેવ અનાહત, સુદર્શન, પ્રિયદર્શન, પુંડરીક, મહાપુંડરીક, પાંચ ગરૂડ (વેણુદેવ) છે.
[૯૮૫]પૂર્ણ દુષમ કાળ દશ લક્ષણોથી જણાય છે જેમકે- અકાલ માં વષ થાય. કાલ વર્ષા ન થાય, અસાધુની પૂજા થાય, સાધુની પૂજા ન થાય, માતાપિતાનો વિનય ન કરાય, અમનોજ્ઞ શબ્દ યાવત્ સ્પર્શ ઉત્પન થાય.
[૯૮૬-૯૮૭]પૂર્ણ સુષમકાળ દશ કારણોથી જણાય છે, જેમકે અકાલમાં વર્ષા ન થાય શેષ પહેલા કહેલથી વિપરીત યાવતુ મનોજ્ઞ સ્પર્શ. સુષમ સુષમ કાલમાં દશ કલ્પવૃક્ષ યુગલિયાઓને ઉપભોગને માટે પ્રાપ્ત થાય છે. મત્તાંગક-સ્વાદિષ્ટ પેય ની પૂર્તિ કરનાર. ભૂતાંગ-અનેક પ્રકારના ભાજનોની પૂર્તિ કરનાર. ત્યાંગ વાજિંત્રોને આપનાર. દીપાંગ-સૂર્યના અભાવમાં દીપકની જેમ પ્રકાશ આપનાર. જ્યોતિરંગ- સૂર્ય અને ચંદ્રની સમાન પ્રકાશ દેવાવાળા. ચિત્રાંગ-વિચિત્ર પુષ્પમાલાઓ દેવાવાળા. ચિત્રરસાંગ- વિવિધ પ્રકારના ભોજન દેવાવાળા. મયંગ-મણિ રત્ન આદિ દેવાવાળા. ગૃહાકાર-ઘરની સમાન સ્થાન દેવાવાળા. અનગ્ન- વસ્ત્રાદિની પૂર્તિ કરવાવાળા.
[૯૮૮-૯૮૯]જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકર થયા જેમકે શતંજલ, શતાયુ, અનંતસેન, અમિતસેન, તર્કસન, ભીમસેન, મહાભીમસેન, દઢરથ, દશરથ, શતરથ.
[૯૯૦ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આગમી ઉત્સર્પિણીમાં દશ કુલકર થશે. જેમકે સીમંકર, સીમંધર, ક્ષેમકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમતિ, પ્રતિકૃત, દઢધનુ, દશધન, શતધનુ.
[૯૯૧)જંબૂદ્વીપના મેરૂપર્વતથી પૂર્વમાં શીતા મહાનદીના બન્ને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વતો છે. જેમકે માલ્યવન્ત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, બ્રહ્મકૂટ, યાવત્ સોમનસ. જંબૂદ્વીપના મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વતો છે. જેમકે વિદ્યુતપ્રભ યાવતુ ગંધમાદન. આ પ્રમાણે ધાતકી ખંડ દ્વીપમાં પૂર્વધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો છે. યાવતુ-પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો છે.
[૯૯૨]દશ કલ્પ દવલોક) ઈન્દ્રવડે અધિષ્ઠિત છે. સૌધર્મ ભાવતુ સહસ્ત્રાર, પ્રાણત, અયુત. આ દશ દેવલોકને વિશે દશ ઈન્દ્રો છે. જેમકે– શકેન્દ્ર, ઈશાને, યાવતુ અવ્યયુતેન્દ્ર. આ દશ ઈન્દ્રોના દશ પારિયાનિક વિમાન છે. જેમકે–પાલક, પુષ્પક યાવતું વિમલવર, સર્વતોભદ્ર,
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org