SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ઠાણું- ૧૦-૯૭૭ [૭૭]નૈરયિક દસ પ્રકારના છે. અનંતરોપપન્ક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, પરંપરાહારક, અનંતરાયપ્તિ, પરંપરાપયપ્તિ, ચરમ, અચરમ આ પ્રમાણે વૈમાનિક સુધી બધા દસ પ્રકારના છે. ચોથી પંકખભા પૃથ્વીમાં દસ લાખ નારકાવાસ છે. રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમારોની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. આ પ્રમાણે નિતકુમાર સુધી દશ હજાર વર્ષની સ્થિતિ કહેવી. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. [૯૭૮]દસ કારણોથી જીવ આગામી ભવમાં ભદ્રકારક કર્મ કરે છે, જેમકે અનિદાનતા-ધમચિરણના ફલની અભિલાષા ન કરવી, દષ્ટિ સંપન્નતા-સમ્યગ્દષ્ટિ થવું, યોગવાહિતા-તપનું અનુષ્ઠાન કરવું. ક્ષમા-ક્ષમાં ધારણ કરવાથી, જિતેન્દ્રિયતાઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો, અમાયિતા-કપટરહિતતા. અપાર્શ્વસ્થતા- શિથિલાચારી ન થવું. સુશ્રામણ્ય-સુસાધુતા, પ્રવચનવાત્સલ્ય- દ્વાદશાંગ અથવા સંઘનું હિત કરવું. પ્રવચનોભાવના-પ્રવચનની પ્રભાવના કરવી. [૭૦]આશંસા પ્રયોગ (નિયાણું) દશ પ્રકારે કહેલુ છે. જેમકે- આલોક -આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ચક્રવર્તી આદિ થાઉં. પરલોક-આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ઈન્દ્ર અથવા મહર્વિક દેવ બનું. ઉભયલોક-આશંસા પ્રયોગ-જેમ હું મારા તપના પ્રભાવથી આ ભવમાં ચક્રવર્તી બનું અને પરભવમાં ઈન્દ્ર બનું. જીવિત-આશંસા પ્રયોગ- હું લાંબા કાળ સુધી જીવું. મરણ -આશંસા પ્રયોગ-મારું મૃત્યુ જલ્દી થાય. કામ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ શબ્દ આદિ મને પ્રાપ્ત થાઓ. ભોગ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ ગંધ આદિ મને પ્રાપ્ત થાઓ. લાભઆશંસા પ્રયોગ-કીતિ આદિ પ્રાપ્ત થાઓ. પૂજા આશંસા પ્રયોગ-પુષ્પાદિથી મારી પૂજા થાઓ. સત્કાર- આશંસા પ્રયોગ- શ્રેષ્ઠ વસ્ત્રાદિથી મારો સત્કાર થાઓ. [૯૮૦]ધર્મ દશ પ્રકારના છે. યથા ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાસડધર્મ, કુલધર્મ, ગણધર્મ, સંઘધર્મ, મૃતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ. [૯૮૧)સ્થવિર દશ પ્રકારના છે, જેમકે ગ્રામસ્થવિર, નગરસ્થવિર, રાષ્ટસ્થવિર, પ્રશાસ્તૃસ્થવિર, સંઘસ્થવિર, જાતિસ્થવિર, શ્રુતસ્થવિર, પયયસ્થવિર, [૯૮૨ીપત્ર દશ પ્રકારના છે. જેમકે- આત્મજ- પિતાથી ઉત્પન. ક્ષેત્રજમાતાથી ઉત્પન પરંતુ પિતાના વીર્યથી ઉત્પન્ન ન થઈને અન્ય પુરુષના વીર્યથી ઉત્પન્ન, દત્તકગોદમાં લીધેલ પુત્ર, વિનયિત શિષ્ય-જેને ભણાવેલ હોય તે, ઓરસ-જેના પર પુત્ર જેવો ભાવ હોય, મૌખર-કોઈને પ્રસન્ન રાખવાને માટે પોતાને તેનો પુત્ર કહેનાર. શીંડીરશૌર્યથી શૂરને વશ કરી પુત્રપણે સ્વીકારાય છે. સંવર્ધિત-પાલન પોષણ કરી કોઈ અનાથ બાળકને મોટો કરાય છે. ઔપયાચિતક-દેવતાની આરાધનાથી ઉત્પન્ન પુત્ર. ધમન્તવાસી- ધમરાધના માટે સમીપ રહેવા વાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy