SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણું - ૯/ન૮૭૪ ૩૬૪ નામ આપશે. કેમકે તેનો જન્મ થવા પર શતદ્વાર નગરની અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ કુંભાગ પ્રમાણ પદ્મ-કમલની વૃષ્ટિ એ રત્નની વૃષ્ટિ થઈ હતી તેથી તે પુત્રનું નામ મહાપદ્મ આપશે. પછી મહાપદ્મના માતા-પિતા મહાપદ્મને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને રાજ્યાભિષેકનો મહોત્સવ કરશે. પછી તે રાજા મહારાજાની જેમ યાવતુ-રાજ્ય કરશે, તેના રાજ્યકાલમાં મહર્ધિક-યાવત્ મહાન ઐશ્વર્ય વાળા પૂર્ણભદ્ર અને મહાભદ્ર નામના બે દેવો તેની સેનાનું સંચાલન કરશે; તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા યાવત્-સાર્થવાહ આદિ પરસ્પર વાતો કરશે હે દેવાનુપ્રિયો અમારા મહાપદ્મ રાજાની સેનાનું સંચાલન મહર્ધિક યાવત્ મહાન ઐશ્વર્યવાળા બે દેવો કરે છે. તેથી તેનું બીજું નામ “દેવસેન’” થાઓ તે સમયથી મહાપદ્મનું બીજું નામ ‘દેવસેન’ પણ થશે.કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મળ; સફેદ; ચાર દાંતવાળો હસ્તિરત્નપ્રાપ્ત થશે. તે દેવસેન રાજાને હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને શતદ્વાર નગરના મધ્યભાગમાંથી વારંવાર આવાગમન કરશે; તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા ઈશ્વર યાવત્-સાર્થવાહ આદિ પરસ્પર વાત કરશે. જેમકે-હે દેવાનુપ્રિયો અમારા દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મળ શ્વેત, ચાર દાંત વાળો હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે, તે માટે અમારા દેવસેન રાજાનું ત્રીજું નામ ‘વિમલવાહન” થાઓ. પછી તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે. અને માતાપિતાના સ્વર્ગવાસી થવા પર ગુરૂજનોની આજ્ઞા લઈને શરદ ઋતુમાં સ્વયંબોધને પ્રાપ્ત થશે. તથા અનુત્તર મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરશે. તે સમયે લોકાન્તિક દેવ ઈષ્ટ- યાવતુકલ્યાણકારી વાણીથી તેનું અભિનંદન અને સ્તુતિ કરશે. નગરની બહાર સુભૂમિ ભાગ ઉદ્યાનમાં એક દેવદૃષ્ય વસ્ર ગ્રહણ કરીને તે પ્રવ્રજ્યા અંગીકા૨ ક૨શે. શરીરનું મમત્વ ન રાખવાવાળા તે ભગવાનને કંઈક અધિક બાર વર્ષ સુધી દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે ઉપસર્ગ ઉત્પન્ન થશે તેને તે સમભાવથી સહન કરશે. યાવતુ-અકંપિત રહેશે. તે સમયે વિમલવાહન ભગવાન્ ઈસિમિતિ, ભાષાસમિતિ આદિનું પાલન કરશે યાવત્-બ્રહ્મચર્યનું પાલન કરશે. તે નિર્મમ, નિષ્પરિગ્રહ, કાંસ્ય પાત્રની સમાન અલિપ્ત થશે, યાવત્-ભાવના અધ્યયનમાં કહેલ ભગવાન્ મહાવીરના વર્ણની સમાન વધુ સમજવું. તે વિમલવાહન ભગવાન. કાંસાના પાત્રની સમાન સ્નેહરહિત શંખ સમાન નિર્મળ, જીવની જેમ અપ્રહિત ગતિવાળા. ગગનની સમાન આલંબન રહિત. વાયુ સમાન અપ્રતિબદ્ધ વિહારી. શરદ્ ૠતુના સમાન નિર્મળ- સ્વચ્છ હૃદયવાળા પદ્મપત્ર સમાન અલિપ્ત. કૂર્મ સમાન ગુપ્તેન્દ્રિય. ગેંડાના સીંગની સમાન એકાકી. ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત. હાથી સમાન ધૈર્યવાન્ વૃષભ સમાન બળવાન્. સિંહ સમાન દુર્ઘર્ષ મેરૂ સમાન નિશ્વલ. સમુદ્ર સમાન ગંભીર. ચંદ્ર સમાન શીતલ. સૂર્ય સમાન ઉજ્જવળ. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર. પૃથ્વી સમાન સહિષ્ણુ આહુતિથી પ્રજ્વલિત, અગ્નિ સમાન જ્ઞાનાદિ ગુણોથી તેજસ્વી થશે. [૮૭૫]તે વિમલવાહન ભગવાનને કોઈ પણ વસ્તુમાં પ્રતિબંધ નહિ થાય. તે પ્રતિબંધ ચાર પ્રકારના કહેલ છે તે આ પ્રમાણે- અંડજ-આ હંસ વિગેરે માા છે. પોતજ-આ હાથી આદિ મારા છે. અવગ્રહિક- મકાન, પાટ ફ્લેક, આદિ મારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy