________________
૩૫૬
ઠાસં- ૮૭૪૯ શૈલકૂટ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજનકુટ, માતંજનકૂટ, બૂઢીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વત છે. જેમકે અંકાવતી, પધાવતી, આશીવિષ, સુખાવહ, ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનીના ઉત્તરી કિનારા પર આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત મંગળાવત, પુષ્કળા અને પુષ્કલાવતી વિજય. જંબૂઢીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે વત્સ, સુવત્સ યાવતું મંગલાવતી. જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમ શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ ચક્રવર્તીવિજય છે પદ્મ ભાવતુ સલિલાવતી જેબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમમાં શીતોદાના ઉત્તરમાં આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે વપ્રા, સુવપ્રા, યાવતુ ગંધિલાવતી જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમમાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. જેમકે–સેમ, યાવતુ પુંડરિકિણી. જબૂદ્વીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. જેમકે સુસીમા, યાવતુ રત્નસંચયા. જેબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણ- માં આઠ રાજધાનીઓ છે. જેમકે અશ્વપુરા યાવતું વીતશોક જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. વિજયા યાવતું અયોધ્યા
[૭૫૦]જબૂદ્વીપવતી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરમાં ઉત્કૃષ્ટ આઠ અહંત, આઠ ચક્રવર્તી આઠ બલદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા હતા. ઉત્પન્ન થાય છે અને ઉત્પન થશે. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ અરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ અરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જંબૂઢીપવર્તી મેરૂપર્વતના ઉત્તરમાં આઠ અરિહંત આદિ જાણવા.
[૭પ૧]જબૂદીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શતા મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢય, આઠ તમિત્ર ગુફા, આઠ ખંડપ્રપાત ગુફા, આઠ કૃતમાલક દેવ, આઠ નૃત્યમાલક દવ, આઠ ગંગાકુંડ, આઠ સિન્ધકુંડ, આઠ ગંગા, આઠ સિંધુ આઠ વૃષભકૂટ, પર્વત અને આઠ વૃષભકૂટ દેવો છે. જંબુદ્વીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના દક્ષીણમાં આઠ દીર્ઘ વૈતાઢયપર્વતો છે યાવતું આઠ ઋષભકૂટ દેવો છે. વિશેષ રક્તા અને રક્તવતી સંબંધી પર્વતો અને તેમના કૂટો પણ એટલા જ છે. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત છે. યાવતુ-આઠ ઋષભકૂટ દેવો છે.
[૭પ૨]મેરૂપર્વતની ચૂલિકા મધ્ય ભાગમાં આઠ યોજનની પહોળી છે.
[૭પ૩ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઘાતકી વૃક્ષ આઠ યોજન ઊંચો છે. મધ્ય ભાગમાં આઠ યોજન ચૌડો છે અને તેનો સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનનો . ઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું સર્વ કથન જંબૂદ્વીપના વર્ણન સમાન સમજવું ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાધમાં પણ મહાઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું કથન જંબૂદ્વીપના વર્ણનની સમાન છે. પુષ્કરવર હીપાધના પૂર્વાર્ધમાં પદ્મવૃક્ષથી લઈ મેરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org