________________
સ્થાનહ
૩૫૫
અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રામ, સૂર્યામ, સુપ્રતિ- ષ્ઠામ, અજ્ઞેયાભ. આ આઠ લોકાન્તિવિમાનોમાં આઠ લોકોનિક દેવ રહે છે. જેમકે સારસ્વત, માદિત્ય, હિન વરૂણ, ગર્દતોય, દુષિત, અવ્યાબાધ, આગ્નેય.
[૭૩]ધમસ્તિકાયના મધ્યપ્રદેશ આઠછે. અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠછે.જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે.
[૭૩૭]મહાપદ્મ અર્હત રાજાઓને મુંડિત કરીને તથા ગૃહવાસનો ત્યાગ કરાવીને અણગારપ્રવ્રજ્યા આપશે. તે આ છે. પદ્મ, પદ્મગુલ્મ, નલિન, નલિનગુલ્મ પદ્મધ્વજ, ધનુધ્વજ, કનકરથ, ભરત.
[૭૩૮]કૃષ્ણ વાસુદેવની આઠ · અગ્રમહિષીઓ અર્જુન અરિષ્ટનેમિ સમીપે મુંડિત થઈને તથા ગૃહવાસથી નીકળી અણગાર પ્રવ્રજયા સ્વીકાર કરી સિદ્ધ થઈ છે યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થઈ છે. તેમના નામ-પદ્માવતી, ગૌરી, ગંધારી, લક્ષણા, સુસીમા, જાંબવતી, સત્યભામા, રૂકિમણી.
[9૩૯]વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ અને ચૂલિકા વસ્તુઓ છે.
[૪૦]ગતિ આઠ પ્રકારની છે. જેમકે નરકતિ, યાવત્ સિર્ધગતિ,ગુરૂગતિ, પ્રણોદન, પ્રાગ્ ભારગતિ.
[૪૧]ગંગા સિંધુ રક્તા અને રક્તવતી દેવીઓના દ્વીપ આઠ-આઠ યોજનના લાંબા પહોળા છે.
[૭૪૨]ઉલ્કામુખ, મેખમુખ, વિદ્યુન્મુખ અને વિદ્યુદ્ભુત, અંતરદ્વીપો આઠસોઆઠસો યોજન લાંબા પહોળા છે.
[૪૩]કાલોદસમુદ્રની વલયાકાર પહોળાઈ ૮ લાખ યોજનની છે.
[૭૪૪]આપ્યંતર પુષ્કરાર્ધ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. બાહ્ય પુષ્કરાર્ધ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. [૭૪૫]પ્રત્યેક ચક્રવર્તીનું કાકિણી રત્ન આઠ સુવર્ણ પ્રમાણ હોય છે. કાકિણી રત્નના ૬ તલ, ૧૨ અસ્ત્રિ (કોટી) આઠ કર્ણિકાઓ હોય છે. કાકિણી રત્નનું સંસ્થાન એરણની સમાન હોય છે.
[૭૪૬]મગધ દેશનો યોજન આઠ હજાર ધનુષનો નિશ્ચિત છે.
[૭૪૭]જંબૂદ્વીપમાં સુદર્શનવૃક્ષ આઠયોજન ઊંચો છે. મધ્ય ભાગમાં આઠ યોજન પહોળો છે અને તેનું સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનનું છે. કૂટ શાલ્મલી વૃક્ષનો પરિમાણ પણ એટલું જ છે.
[૭૪૮]તમિસ્રા ગુફાની ઊંચાઈ આઠ યોજનની છે. ખંડપ્રપાત ગુફાની ઊંચાઈ પણ એટલી જ આઠ યોજનની છે.
[૭૪૯]જંબુદ્રીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતામહાનદીના બન્ને કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામ આ પ્રમાણે છે. ચિત્રકૂટ, પદ્મકૂટ, નિલનીકૂટ, એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org