SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૭ ૩૪૧ [૫૯] યોનિસંગ્રહ સાત પ્રકારના છે. જેમકે- અંડજ પક્ષી, માછલ્લીઓ, સર્પ ઈત્યાદિ ઈંડાથી ઉત્પન્ન થવાવાળા. પોતજ- હાથી, વાગુલ આદિ ચામડી વડે વીંટળાઈને ઉત્પન્ન થવાવાળા. જરાયુજ-મનુષ્ય, ગાય, આદિ જરની સાથે ઉત્પન્ન થવાવાળા. રસજ- રસમાં ઉત્પન્ન થવાવાળા. સંમૂર્છાિમ-માતા-પિતાના સંયોગ વિના ઉત્પન્ન થવાવાળા. ઉદ્િભજ- પૃથ્વીનું ભેદન કરી ઉત્પન્ન થવાવાળા. જીવ.અંજની ગતિ અને આગતિ સાત પ્રકારની હોય છે. એ પ્રમાણે પોતજ યાવતુ ઉદૂભિજ બધા જીવોની ગતિ અને આગતિ જાણવી. અંડજ અંડજોમાં આવીને ઉત્પન્ન થાય છે. તેમ પોતો યાવતુ ઉભિજોથી આવીને પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અંડજ અંડજપણાને છોડીને અંડજ,પોતજ યાવતું ઉદ્દભિજ પણાને પામે છે. પિ૯પીઆચાર્ય અને ઉપાધ્યાયના ગણના સંગ્રહના સ્થાનો સાત છે. જેમકેઆચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને સમ્યક્ પ્રકારથી આજ્ઞા અને ધારણા કરે. આગળ પાંચમાં સ્થાનમાં કહેલ અનુસાર યાવતુ-આચાર્ય અને ઉપાધ્યાય ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરે ગચ્છને પૂછયા વિના પ્રવૃત્તિ ન કરે ઈત્યાદિ કહેવા શેષ બે સંગ્રહસ્થાને આ પ્રમાણે છે- આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં અપ્રાપ્ત ઉપકરણો તે સમ્યક પ્રકારથી પ્રાપ્ત કરે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોની સમ્યક પ્રકારથી રક્ષા અને સુરક્ષા કરે પરંતુ જેમ તેમ ન રાખું. આચાર્ય અને ઉપાધ્યાય સાત પ્રકારથી ગણનો અસંગ્રહ કરે છે. જેમકે આચાર્ય ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને આજ્ઞા અથવા ધારણ સમ્યક પ્રકારથી ન કરે. એ પ્રમાણે યાવતું પ્રાપ્ત ઉપકરણોની સમ્યક્ પ્રકારતી રક્ષા ન કરે. [૫૬]પિડષણા સાત પ્રકારની કહેલી છે. જેમકે-અસંસા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત ન હોય તો ભિક્ષા લેવી. સંસૃષ્ટા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત હોય તો ભિક્ષા લેવી. ઉઘુતા-ગૃહસ્થ પોતાને માટે રાંધવાના વાસણમાંથી આહાર બહાર કાઢેલ એવો આહાર લેવો. અલ્લેપા-જે આહારથી પાત્રમાં લેપ ન લાગે એવો આહાર લેવો. અવગ્રહિતા-ભોજન- માં પિરસેલો આહાર લેવો. પ્રગૃહિતા- પિરસવા માટે હાથમાં લીધેલો આહાર લેવો. ઉક્ઝિતધમ-ફેંકવાને યોગ્ય આહાર લેવો એજ પ્રમાણે પાણૌષણા જાણવી. [પ૯૭] અવગ્રહપ્રતિમા સાત પ્રકારની કહેલી છે. જેમકે- સ્થાન સર્તકક, નૈધિક સપ્તકક, ઉચ્ચાર પ્રશ્રવણવિધિ સતૈકક, શબ્દ સર્તકક, રૂપસપ્તકક, પરક્રિયાસતૈક્ક અન્યોન્યક્રિયાસતૈકક. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત મહાઅધ્યયનો છે. જેમકે પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનપરિજ્ઞા, અનાચારકૃત આર્દકકુમારીય, નાલંદીય. સપ્તસપ્તમિકા નામની ભિક્ષુપ્રતિમાની આરાધના૪૯ અહો- રાત્રવડે સમ્પન્ન થાય છે. તેમાં ૧૯ભિક્ષાની દત્તિઓ ગ્રહણ કરાય છે. [પ૯૮]અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેલી છે. સાત ઘનોદધી છે. સાત ઘનવાત અને સાત તનુવાત છે સાત અવકાશાન્તરોમાં સાત તનુવાત પ્રતિષ્ઠત છે. આ સાતે તનુવાતોમાં સાત ઘનવાત પ્રતિષ્ઠિત છે. તે સાત ઘનવાતોમાં સાત ઘનોદધિ પ્રતિષ્ઠિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy