SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - . . . - ઠાણ-દા-પરદ શરીરી આહારકશરીરી તૈજસ શરીરી, કામણ શરીરી,અશરીરી (સિદ્ધ) પિ૨૭/ણ વનસ્પતિકાયિકો છ પ્રકારે કહેલા છે. જેમકે અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ,બીજરૂહ, સંમૂર્ણિમ. [૨૮]છ સ્થાનો સર્વ જીવોને સુલભ હોતા નથી જેમકે-મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ, કલળી પ્રરૂપિત ધર્મને સાંભળેલું, શ્રત ધર્મ પર શ્રદ્ધા, શ્રદ્ધા કરેલ પ્રતીત કરેલ રૂચિ કરેલ ધર્મનું સમ્યગુ રીતે આચરવું. [૨૯]છ ઈન્દ્રિઓના છ વિષય છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનો વિષય યાવતુ સ્પર્શેન્દ્રિયનો વિષય તથા મનનો વિષય પિ૩૦] છ પ્રકારે સંવર કહેલ છે. જેમકે શ્રોત્રેન્દ્રિય સંવર-ચાવતુ-સ્પર્શેન્દ્રિય સંવર મનસંવર અસંવર (આશ્રવ) છ પ્રકારના છે શ્રોત્રેન્દ્રિય અસંવર યાવતું સ્પર્શેન્ટિય અસંવર, મન અસંવર. [૩૧]સુખ છ પ્રકારે જેમકે–શ્રોત્રેનિયનું સુખ યાવત્ સ્પર્શેન્દ્રિયનું સુખ, મનનું સુખ, દુઃખ છ પ્રકારનું છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનું દુઃખ-યાવતુ સ્પર્શેન્દ્રિયનું દુઃખ મનનું દુઃખ. ( પિ૩૨પ્રાયશ્ચિત્ત છ પ્રકારના છે. જેમકે આલોચનાયોગ્ય-ગુરુની સમક્ષ સરળતા પૂર્વક લાગેલા દોષનો સ્વીકાર કરવો, પ્રતિક્રમણ યોગ્ય-લાગેલા દોષની નિવૃત્તિને માટે પશ્ચાતાપ કરવો અને ફરી દોષ ન લાગે એવી સાવધાની રાખવી. ઉભય યોગ્ય-આલોચના અને પ્રતિક્રમણ યોગ્ય. વિવેક યોગ્ય-વ્યુત્સર્ગ યોગ્ય-કાયચેષ્ટાનો નિરોધ કરીને શુદ્ધ થવું. તપ યોગ્ય-વિશિષ્ટ તપ કરીને શુદ્ધ થવું. [૩૩]મનુષ્ય છ પ્રકારે છે.જંબૂદ્વીપમાં ઉત્પન્ન, ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઉત્પન, ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં ઉત્પન, પુષ્કરવર દ્વીપાધના પૂર્વધર્મમાં ઉત્પન્ન પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમા ઉત્પન, અન્તર દ્વીપોમાં ઉત્પન. અથવા મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે ૧ કર્મભૂમિમાં ઉત્પન સંમૂર્છાિમ મનુષ્ય, અકર્મભૂમિમાં ઉત્પન સંમૂર્છાિમ મનુષ્ય, ૩ અન્તરદ્વીપોમાં ઉત્પન્ન સંમૂર્છાિમ મનુષ્ય ૪ કર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય,પઅકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, ૬ અન્તરદ્વીપોમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. [પ૩૪ઋદ્ધિમાન મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે અરિહંત,ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધર. ઋદ્ધિરહિત મનુષ્ય છ પ્રકારના છે જેમકે-હેમવંત ક્ષેત્રના હૈરણ્યવંત ક્ષેત્રના, હરિવર્ષ ક્ષેત્રના મ્યક ક્ષેત્રના, દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના અન્તરદ્વીપોના. પિ૩પઅવસર્પિણી કાલ છ પ્રકારનો છે, જેમકે સુષમ-સુષમા યાવતું દુષમદુષમા. ઉત્સર્પિણી કાલ પણ છ પ્રકારનો છે જેમકે-દુષમ-દુષમાં વાવતું સુષમ-સુષમા. [૩૬]જબૂદ્વીપવર્તી ભરત અને એરવત ક્ષેત્રોમાં અતીત ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્ય છ હજાર ધનુષના ઉંચા હતા અને તેમનું પરમાણુ ત્રણ પલ્યોપમનું હતું જંબૂદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં આ ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાલમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતુ હતું. જેબૂદીપવર્તી ભરત અને ઐરવત ક્ષેત્રોમાં આગામી ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવત્ જ થશે. જેબૂદ્વીપવર્તી દેવકુફ અને ઉત્તરકુર બે ક્ષેત્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy