SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉસો-૪ ૩૦૭ છે- આસુરી ભાવના જન્ય-આસુરી ભાવ. આભિયોગ ભાવનાજન્ય- અભિયોગ ભાવ સંમોહ ભાવનાજન્ય - સંમોહભાવ. કિલ્વેિષ ભાવનાજન્યકિલ્વેિષ ભાવ. અસુરાયુનો બન્ધ ચાર કારણોથી થાય છે. જેમકે - ક્રોધી સ્વભાવથી. અતિકલહ કરવાથી. આહારમાં આસક્તિ રાખીને તપ કરવાથી નિમિત્તજ્ઞાન દ્વારા આજિવિકા ચલાવવાથી. ચાર કારણોથી જીવ અભિયોગ-આયુનો બંધ થાય છે. પોતાના તપ જપનો મહિમાં પોતાના મુખ દ્વારા કરવાથી. બીજાની નિંદા કરવાથી, નવરાત્રિના ઉપશમન માટે અભિમંત્રિત રાખ આદિ દેવાથી. અનિષ્ટની શાંતિને માટે મંત્રોપચાર કરવાથી. ચાર કારણે જીવ સંમોહાયું ઉપાર્જન કરે છે.- ઉન્માર્ગનો ઉપદેશ દેવાથી, સન્માર્ગમાં અન્તરાય દેવાથી, કામભોગોની તીવ્ર અભિલાષાથી, અતિલોભ કરી નિયાણું કરવાથી. ચાર કારણોથી જીવ કિલ્બિષિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્ય બાંધે.- અરિહંતોની નિંદા કરવાથી. અરિહંત કથિત ધર્મની નિંદા કરવાથી. આચાર્ય ઉપાધ્યાયની નિંદા કરવાથી. ચતુર્વિધ સંઘની નિન્દા કરવાથી. [૩૮૨] પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. આ લોક ના સુખ માટે, પરલોકમાં સુખ માટે ઉભય લોકના સુખ માટે કોઈ પણ પ્રકારની કામના ન રાખતાં માત્ર કર્મની નિર્જરા માટે દિક્ષા લેવી. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. જેમકે- શિષ્યાદિની કામનાથી દીક્ષા લેવી. પૂર્વ દિક્ષિત સ્વજનોના મોહથી દીક્ષા લેવી. ઉપરના બન્ને કારણોથી દીક્ષા લેવી. નિષ્કામ ભાવથી દીક્ષા લેવી. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે.- સદગૂરૂઓની સેવાને માટે દીક્ષા લેવી. કોઈના કહેવાથી દીક્ષા લેવી. તું દીક્ષા લઈશ તો હું દીક્ષા લઈશ એ પ્રમાણે વચન બદ્ધ થઈને દીક્ષા લેવી. કોઈના વિયોગથી વ્યથિત થઈને દીક્ષા લેવી. પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકેકોઈને પીડા આપી દીક્ષા અપાય. દીક્ષાર્થી ને અન્ય સ્થાને લઈ જઈને દીક્ષા અપાય. કોઈને દાસત્વમાંથઈ મુક્ત કરીને દીક્ષા અપાય. કોઈને ઘી આદિના ભોજનનું પ્રલોભન આપી દીક્ષા અપાય. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે નટખાદિતા-નટની જેમ વૈરાગ્ય રહિત ધર્મ કથા કહીને આહારાદિ પ્રાપ્ત કરવો. સુભટખાદિતા-સુભટની જેમ બળ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવો. સિંહખાદિતાસિંહની જેમ બીજાની અવજ્ઞા કરીને આહારાદિ પ્રાપ્ત કરવો. મૃગાલખાદિતા-શ્રુગાલની જેવ દીનતા કરી આહારાદિ પ્રાપ્ત કરવી. કૃષિ ચાર પ્રકારની છે. એક ખેતીમાં ધાન્ય એકવાર વાવવામાં આવે છે. એક ખેતીમાં ધાન્યાદિ બે-ત્રણ વાર એટલે અનેકવાર વાવવામાં આવે છે. એક ખેતી એક વાર નિંદન કરાય છે. એક ખેતી વારંવાર નિન્દ્રિત કરીને કરાય છે. એ પ્રમાણે પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. એક પ્રવ્રજ્યામાં એક વાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. એક પ્રવ્રજ્યામાં વારંવાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. એક પ્રવ્રજ્યામાં એક વાર અતિચારોની આલોયણા કરાય છે. એક પ્રવ્રજ્યમાં વારંવાર અતિચારોની આલોયણા કરાય છે. પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકે- ખળામાં તુસ વિગેરે કચરો કાઢી નિર્મળ કરેલ ધાન્યનાપૂંજ સમાન અતિચાર રહિત પ્રવ્રજ્યા. ખળામાં વાયુથી કચરાને ઉડાવેલ ઢગલો નહિં કરેલ એવા ધાન્ય સમાન અલ્પ અતિચારવળી. બળદના ખુરવડે ખુંદાયેલ છૂટા થયેલ ધાન્ય સમાન અને અતિચારવાળી પ્રવ્રજ્યા ખેતરથી લાવીને ખળામાં રાખેલ ધાન્ય જેવી બહુત્તર અતિચારવાળી પ્રવ્રજ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy