SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉસો-૪ ૩૫ કંઈક કઠોર દયવાળો હોય છે. એક પુરૂષ ગોળાની સમાન કંઈક અધિક કઠોર બ્દયવાળો હોય છે. એક પુરૂષ માટીના ગોળાની સમાન કંઈક વધારે અધિક કઠોર દયી હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે - લોખંડનો ગોળો, કલાઈનો ગોળો. ત્રાંબાનો ગોળો, અને સીસાનો ગોળો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના કહેલ છે- લોખંડના ગોળા સમાન એક પુરૂષના કર્મભારે હોય છે. કલઈના ગોળા સમાન એક પુરૂષના કર્મ કંઈક અધિક ભારે હોય છે. ત્રાંબાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ તેનાથી પણ અધિક ભારે હોય છે. સીસાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ અત્યાધિક ભારે હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે. જેમકે- ચાંદીનો ગોળો, સોનાનો ગોળો. રત્નોનો ગોળો. અને હીરાનો ગોળો. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- ચાંદીના ગોળાની સમાન એક પુરુષ જ્ઞાનાદિ શ્રેષ્ઠ ગુણયુક્ત હોય છે. સોનાના ગોળાની સમાન એક પુરુષ કંઈક અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણથી યુક્ત છે. રત્નોના ગોળાની સમાન એક પુરુષ વધારે અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણયુક્ત હોય છે. હીરાના ગોળાની સમાન એક પુરુષ અત્યાધિક શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોય છે. ચાર પ્રકારના પત્ર કહેલ છે.- તલવારની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા પત્ર. કરવતની ધાર સમાન તીક્ષ્ણ દાંતવાળા. અસ્તરાની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા પત્ર કદંબચરિકા ની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા. એ પ્રકારે પુરુષ પણ ચાર પ્રકારના છે. એક પુરુષ તલવારની ધારની સમાન તીક્ષ્ણ વૈરાગ્યમય વિચારધારાથી મોહપાશનું શીઘ છેદન કરે છે. એક પુરષ કરવતની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને ધીમે ધીમે કાપે છે, એક પુરુષ અસ્ત્રાની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને વિલંબથી છેદે છે, એક પુરુષ કંદબચીરિકાની સમાન વૈરાગ્યમય વિચારથી મોહપાશને અતિવિલમ્બથી છેદે છે. કટ ચાર પ્રકારની છે. ઘાસથી બનાવેલી, વાંસની સળિઓથી બનાવેલી, ચર્મથી દોરીથી બનાવેલી અને કંબલની ચટાઈ. એ પ્રકારે પુરુષ ચાર પ્રકારના છે. જેમકે- ઘાસની ચટ્ટાઇની સમાન એક પુરૂષ અલ્પરાગ વાળો હોય છે. વાંસની ચટાઈ ની સમાન એક પુરુષ વિશેષ રાગ ભાવવાળો હોય છે. ચામડાની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતર રાગ ભાવવાળો હોય છે. કંબલની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતમ્ રાગભાવ વાળો હોય છે. [૩૭૭] ચાર પ્રકારના ચતુષ્પદો પશુ કહેલ છે- એક ખુરવાળા- અશ્વાદિ, બેખુર વાળા તે ગાય- પ્રમુખ. ગંડીપદ - એરણ જેવા પગવાળા હાથી. પ્રમુખ સનખપદા - નહોરવાળા. સિંહાદિ પક્ષી ચાર પ્રકારના હોય છે જેમકે- ચામડાની પાંખો વાળા વાગોળાદિ, લોમપક્ષી રુંવાટાવાળી પાંખવાળા હંસાદિ. સમુદ્ગપક્ષી બીડાયેલી પાંખવાળા- વિતત પક્ષી - ખુલ્લા પાંખવાળા. ચાર પ્રકારના ક્ષુદ્ર પ્રાણીઓ કહેલા છે. જેમકે- બેઇન્દ્રિયો તેઈન્દ્રિયો ચતુરિન્દ્રિયો. અને સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિર્યચ. [૩૭૮] ચાર પ્રકારના પક્ષી કહેલા છે જેમકે- એક પક્ષી માળાની બહાર નીકળે છે પરંતુ બહાર ફરવા અને ઉડવામાં સમર્થ હોતું નથી. એક પક્ષી ફરવાને સમર્થ છે પણ માળાની બહાર નીકળતું નથી. એક પક્ષી માળાની બહાર પણ નીકળે છે અને ફરવામાં પણ સમર્થ હોય છે. એક પક્ષી ન માળાની બહાર નીકળે છે ન ફરવામાં સમર્થ હોય. એ Bol Ja Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy