SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૩, ઉદ્દેસો-૧ ૨૫ કરવી જોઇએ. હે બુદ્ધિમાન્ ! આ જોઇને તું એ પ્રકારે વિહ્વળ થવાથી ઈચ્છા ન કર. હે બુદ્ધિમાન્ ! હિંસાદિથી જ દુઃખ ઉત્પન્ન થાય છે એવું જાણી સદા જાગૃત રહેવું જોઇએ. માયાવી, કષાયી તથા પ્રમાદી પ્રાણી વારંવાર જન્મ-મરણ કરે છે. પરંતુ જે શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ નહિ કરતાં સમભાવથી પ્રવૃત્તિ કરે છે. તે મૃત્યુના ભયથી મુક્ત થઇ જાય છે. જે બીજાને થનારા દુઃખોને જાણે છે તે આત્મ સંયમ રાખી વિષયોમાં નથી ફસાતા અને પાપ કર્મોથી દૂર રહે છે. જે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે સંયમને જાણે છે, જે સંયમને જાણે છે તે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. કર્મરહિત પુરુષને સાંસારિક વ્યવહાર રહેતો નથી. કર્મોથી જ ઉપાધી ઉત્પન્ન થાય છે. કર્મના સ્વરુપને જાણી હિંસક વૃત્તિને કર્મનું મૂળ સમજી તેનાથી દૂર રહેવું જોઇએ. આ સર્વ સ્વરુપ જાણી કર્મથી દૂર થવાના ઉપાયોને ગ્રહણ કરી રાગ-દ્વેષથી દૂર રહે. બુદ્ધિમાન્ સાધક રાગ-દ્વેષને અહિતકર જાણે છે. (રાગાદિના કારણે) લોકોને દુઃખમય દેખી, લોકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ ૩-ઉદ્દેસો- ૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન:૩- -ઉદ્દેસો- ૨ [૧૧૫] હે આર્ય ! આ સંસારમાં જન્મ અને જરાના દુઃખોને જો ! સંસારના સર્વ પ્રાણીઓને પોતાના સમાન સમજ ! જેમ તને સુખ પ્રિય છે તથા દુઃખ અપ્રિય છે; તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એવો વિચાર કરી તારૂં પોતાનું વર્તન સુધાર ! એવા કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદર્શી પાપકર્મ કરતા નથી. [૧૧૬] આ મનુષ્યલોકમાં મનુષ્યોની સાથેની સ્નેહજાળથી સદા દૂર રહેવું ! કારણ કે ગૃહસ્થ હિંસાદિ આરંભથી આજીવિકા કરે છે. આ લોક અને પરલોકમાં વિષયસુખોની લાલસા કરે છે, વિષયભોગોમાં આસક્ત થઈ કર્મનું બંધન કરે છે તથા કર્મથી લિપ્ત થઇ વારંવા૨ જન્મ-મરણ કરે છે. [૧૧૭] અજ્ઞાની પ્રાણી હાસ્ય, વિનોદમાં આસક્ત થઇ પ્રાણીઓનો વધ કરવામાં આનંદ માને છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું જોઇએ. આવા સંગથી અન્ય આત્માઓ સાથે વેર વધે છે. [૧૧૮] એટલા માટે તત્ત્વજ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણી અને નરકના દુઃખોને જાણી પાપકર્મ કરે નહિ. હે ધીર પુરુષ ! તું અગ્રકર્મના અને મૂળકર્મના સ્વરૂપને સમજી તેને પોતાનાથી દૂર કર ! આ કર્મોને તોડી કર્મો રહિત બની શકીશ. [૧૧૯-૧૨૦] આ અગ્નકર્મ અને મૂલકર્મના વિવેકને જાણનાર મુનિ મરણથી મુક્ત થઈ જાય છે. તે જ મુનિ સંસારના દુઃખોથી ડરતા થકા લોકમાં સર્વશ્રેષ્ઠ મોક્ષનો દૃષ્ટા બને છે. રાગદ્વેષથી રહિત સમભાવથી જીવન વિતાવે છે. શાંત થતાં સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા અપ્રમત્ત બને છે. પુરુષાર્થ કરતાં, પંડિતમરણને ઇચ્છતા થકા સંયમના માર્ગમાં વીરતાથી આગળ વધે છે. પહેલા ઘણા પાપકર્મો કર્યા છે’ એવો વિચાર કરી સંયમમાં દૃઢતા ધારણ કરે. સંયમમાં લીન રહેલા બુદ્ધિમાન્ સાધક સર્વ દુષ્ટ કર્મોને નાશ કરી દે છે. [૧૨૧] આ સંસારમાં સુખાભિલાષી પ્રાણી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy