SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉસો-૧ ૨૭૫ ગંધપરિણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ. [૨૮] ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરો સિવાયના ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી છે. જેમ કે સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, સર્વથા મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સર્વથા બહિદ્ધાદાન (પરિગ્રહ) વિરમણ. સમસ્ત મહાવિદેહોમાં અહંત ભગવાન ચાતુમિ ધર્મની પ્રરૂપણા કરે છે, જેમકે સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું- યાવતુ- સમસ્ત પરિગ્રહથી વિરમણ. [૨૮૧] ચાર પ્રકારની દુર્ગતિઓ કહેલી છે. જેમકે નૈરયિક દુર્ગતિ, તિર્યગ્લોનિક દુર્ગતિ, મનુષ્ય દુર્ગતિ, દેવ દુર્ગતિ. ચાર પ્રકારની સુગતિ કહી છે, જેમ કે- સિદ્ધ સુગતિ, દેવ સુગતિ, મનુષ્ય સુગતિ, શ્રેષ્ઠ કુલમાં જન્મ લેવો તે સુગતિ. ચાર દુગતિ પ્રાપ્ત કહેલ છે – નૈરયિક દુર્ગતિ પ્રાપ્ત, તિર્યંચ દુર્ગતિ પ્રાપ્ત મનુષ્ય દુર્ગતિ પ્રાપ્ત, દેવ દુર્ગતિ પ્રાપ્ત. ચાર સુગતિ પ્રાપ્ત કહેલ છે, જેમ કે સિદ્ધસુગતિપ્રાપ્ત યાવતું શ્રેષ્ઠ કુલમાં જન્મપ્રાપ્ત. . [૨૮૨] પ્રથમ સમયના જિન ની પ્રવૃતિઓ ક્ષીણ થઈ ગઈ હોય, જેમ કે- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કેવલજ્ઞાનદર્શન જેને ઉત્પન્ન થયા છે એવા અહંત ભગવાન કેવળ ચાર પ્રકૃતિઓનું વેદન કરે છે. જેમ કે- વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રવૃતિઓ એક સાથે ક્ષીણ થાય છે, જેમ કે વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર [૨૮૩] ચાર કારણોથી હાસ્યની ઉત્પત્તિ થાય છે, જેમ કે કાંઈક જોઈને, બોલીને, સાંભળીને અને સ્મરણ કરીને. [૨૮૪] ચાર પ્રકારના અંતર કહેલ છે, જેમ કે- કાણંતર પસ્માન્તર, લોહાત્તર, પ્રસ્તરોત્તર; એ પ્રમાણે સ્ત્રી, સ્ત્રીમાં અને પુરુષ પુરુષમાં પણ ચાર પ્રકારના અત્તર કહેલ છે- કાષ્ઠાન્તરની સમાન, પસ્માન્તરની સમાન, લોહાન્તરની સમાન, પ્રસ્તરાન્તરની સમાન. [૨૮૫] ચાર પ્રકારના કર્મકર (નોકર) કહેલ છે, જેમ કે દિવસમૃતક, યાગભૂતક, ઉચ્યતાબૃતક, કમ્બાડભૂતક [૨૮] ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમ કે કેટલાક પ્રગટ રૂપથી દોષનું સેવન કરે છે. ગુપ્ત રીતે દોષનું સેવન કરતા નથી તે બકુશ. કેટલાક ગુપ્ત રૂપથી દોષનું સેવન કરે છે પરંતુ પ્રગટ રૂપે સેવતા નથી તે કષાયકુશીલ, કેટલાક પ્રગટરૂપે પણ અને ગુપ્ત રીતે પણ દોષનું સેવન કરે છે તે પ્રતિસેવના કુશીલ, કેટલાક પ્રગટ રૂપથી અને ગુપ્ત રીતે પણ દોષનું સેવન કરતા નથી, તે સ્નાતક. [૨૮૭] અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરેન્દ્રના સોમપાલ મહારાજાની ચાર અગ્રમહિષી કહેલી છે, જેમકે- ૧ કનકા, ૨ કનકલતા, ૩ ચિત્રગુપ્તા અને ૪ વસુંધરા. એ પ્રમાણે યમની વરુણની અને વૈશ્રમણ લોકપાલોની પણ એ જ નામવાળી ચાર ચાર અગ્રમહિષીઓ છે. વૈરોચનંદ્ર વૈરોચનરાજ બલિના સોમ નામના લોકપાલની ચાર અગ્રમહિષિઓ છે. મિત્રકા, સુભદ્રા, વિધુતા અને અશની એ પ્રમાણે યમ, વૈશ્રમણ અને વરુણ લોકપાલોની ચાર ચાર અઝમહિષીઓ છે. નાગકુમારેન્દ્ર, નાગકુમારના રાજા ધરણેન્દ્રના કાલવાલ લોકપાલની ચાર અઝમહિષીઓ છે. અશોકા, વિમલા, સુપ્રભા અને સુદર્શના એ પ્રમાણે યાવતુ- શંખપાલના પણ અગ્રમોહષઓ છે. નાગેન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy