SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસી-૧ ૨૭૩ ઉપશમાદિ ગુણવાળા થાય છે. આ પ્રમાણે ચારે ભંગ સમજવા. [૨૬૮ી ચાર પ્રકારના સત્ય કહેલ છે- કાયાની સરળતા રૂપ સત્ય, ભાષાની સરળતા રુપ સત્ય. ભાવોની સરળતા રૂપ સત્ય, ભાષાની સરળતા રૂપ સત્ય ભાવોની સરળતા રૂપસત્ય,અવિસંવાદ યોગરૂપ સત્ય. ચાર પ્રકારના મૃષાવાદ છે કાયાની વક્રતા રૂપ મૃષાવાદ, ભાષાની વક્રતારુપ ભાવોની વક્રતારુપ વિસંવાદ યોગરૂપ મૃષાવાદ. ચાર પ્રકારના પ્રણિધાન કહેલ છે, મનપ્રણિધાન, વચન- પ્રણિધાન, કાયપ્રણિધાન અને ઉપકરણ-પ્રણિધાન. એ ચારે પ્રણિધાન નારક-ચાવતુ વૈમાનિક સુધી સમસ્ત પંચેન્દ્રિય દંડકમાં જાણવા. ચાર પ્રકારના કહેલ છે, જેમકે - મનસુપ્રણિધાન યાવતું ઉપકરણ સુપ્રણિધાન. આ પ્રમાણે નારક વૈમાનિક સુધીના પંચેન્દ્રિય જીવોમાં હોય છે. ચાર પ્રકારના દુષ્પણિધાન કહેલ છે- મનદુષ્પણિ- ધાન યાવતુ ઉપકરણ દુષ્પણિધાન. નારકથી વૈમાનિક સુધી બધા પંચેન્દ્રિયોમાં હોય છે. [૨૬] ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- કોઈ પ્રથમ વાર્તાલાપમાં ભદ્ર લાગે છે પરંતુ સહવાસથી અભદ્ર જણાય છે, કોઈ સહવાસથી ભદ્ર લાગે છે પણ પ્રથમ મિલનમાં અભદ્ર લાગે છે, કોઈ પ્રથમ મિલનમાં પણ ભદ્ર હોય છે અને સહવાસથી પણ ભદ્ર લાગે છે, કોઈ પ્રથમ મિલનમાં પણ ભદ્ર નથી લાગતા અને સહવાસથી પણ ભદ્ર નથી લાગતા. ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- પોતાના પાપને જોનાર અન્યના પાપને નહીં જોનાર, અન્યનું પાપ જોનાર પોતાનું પાપ નહીં જોનાર, પોતાનું પાપ જોનાર અને અન્યનું પણ પાપ જોનાર, પોતાનું પાપ નહીં જોનાર અને અન્યનું પાપ પણ નહીં જોનાર. ચાર પ્રકારનું પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ પોતાના પાપની ઉદીરણા કરે છે પરંતુ બીજાના પાપની ઉદીરણા કરતો નથી. કોઈ પોતાના પાપની ઉદીરણા કરતો નથી પણ બીજાના પાપની ઉદીરણા કરે છે. કોઇ પોતાના અને બીજાના પાપની ઉદીરણા કરે છે અને કોઈ પોતાના પાપની ઉદીરણા ન કરે બીજાના પાપની પણ ઉદીરણા ન કરે. એમ ચાર ભંગ જાણવા. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ પોતાના પાપને શાંત કરે છે, બીજાના પાપને શાંત કરતો નથી. કોઈ બીજાના પાપને શાંત કરે છે, પણ પોતાના પાપને શાંત કરતો નથી. યાવતુ કોઈ પોતાના પાપને શાંત કરતો નથી અને બીજાના પાપને પણ શાંત કરતો નથી. એ પ્રમાણે ચૌભંગી જાણવી. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ એક પુરૂષ આસનથી ઊભા થાય છે, ને બીજાને ઊભા થવા દેતો નથી, કોઈ બીજાને ઊભા થવા દે છે, પણ પોતે ઊભા થતો નથી. પોતે ઊભા થાય છે અને બીજાને ઊભા થવા દે છે, કોઈ સ્વયં ઊભો થતો નથી અને બીજાને ઊભા થવા દેતો નથી. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે – કોઈ પુરૂષ સ્વયં વંદન કરે છે બીજા પાસે વંદાવતો નથી, કોઈ પુરૂષ બીજા પાસે વંદાવે છે પણ પોતે વંદન કરતો નથી. તેમજ કોઈ પુરૂષ સ્વયં વંદન કરે છે ને બીજા પાસે કરાવે છે, કોઈ પુરૂષ સ્વયં વંદન કરે નહિ અને અન્ય પાસે કરાવે નહિ. એ જ પ્રમાણે સત્કાર, સન્માન, પૂજા વાચના પ્રતિપ્રચ્છના સૂત્રાર્થ વગેરેની ચૌભંગી સમજી લેવી જોઈએ. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, કોઈ સૂત્રધર હોય છે અર્થધર નથી હોતા. કોઈ અર્થધર હોય છે સૂત્રધર નથી હોતા. કોઈ સૂત્રધર પણ હોય છે અને અર્થધર પણ હોય છે કોઈ સૂત્રધર પણ નથી અને અર્થધર પણ નથી હોતા. air 18 ation International For Private SyPersonal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy