________________
સ્થાન-૪, ઉસો-૧
૨૬૯ ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ ઉત્તમ સંયમ, ઉત્તમ, સંવરયુક્ત યાવતુ-ઉપધાનવાન બની દુઃખનો ક્ષય કરનાર ઘોર તપસ્વી બને છે. એવા આત્માને અધિક કર્મોનો ક્ષય કરવા માટે ઘોર તપની આરાધના કરવી પડે છે. તેમ જ દેવાદિત ઉપસર્ગજન્ય દુલ્સહ વેદના સહન કરવી પડે છે. એવો આ પુરૂષ અલ્પકાળ પર્યાયનું પાલન કરીને અંતક્રિયા કરીને ગજસુકુમાલ મુનિની જેમ સિદ્ધગતિમાં પહોંચી જાય છે. આ બીજી અન્તક્રિયા છે. ત્રીજી અન્તક્રિયા આ પ્રકારે છે.- કોઈ અધિક કર્મ કરવાવાળો જીવ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત યાવતું પ્રવ્રજિત થાય છે. જેમ બીજી અન્તક્રિયામાં કહ્યું એ પ્રમાણે સર્વ કથન કરવું વિશેષતા એ છે કે તે દીઘયુિ ભોગવી સર્વ દુઃખોનો અન્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી સનકુમારરાજા તે ત્રીજી અન્તક્રિયા છે.કોઈ અલાકમેવાળી વ્યક્તિ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત યાવતુ દીક્ષા લઇને ઉત્તમ સંયમનું પાલન કરે છે તો તેને ઘોર તપ કરવું પડે કે ન તો તેને ઘોર વેદના સહન કરવી પડે છે. એવો પુરૂષ અલ્પાયુ ભોગવીને સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ મરૂદેવી. તે ચોથી અંતક્રિયા.
[૨૫] ચાર પ્રકારના વૃક્ષો કહેલ છે જેમકે :- કેટલાક દ્રવ્યથી પણ ઊંચા અને ભાવથી પણ ઊંચા (જેમ ચન્દન વૃક્ષ) કેટલાક દ્રવ્યથી ઊંચા પરંતુ ભાવથી નીચા (લીંબડાની જેમ) કેટલાંક દ્રવ્યથી નીચા પણ ભાવથી ઊંચા એલચી ની જેમ કેટલાક દ્રવ્યથી નીચા અને ભાવથી નીચા. (જેમ જવાસા) એ જ પ્રકારે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કેટલાક દ્રવ્યથી (જાતિથી) ઉન્નત અને ગુણથી પણ ઉન્નત. એ પ્રકારેથાવતુ-દ્રવ્યથી પણ હીન અને ગુણથી પણ હીન. ચાર પ્રકારે વૃક્ષો કહેલ છે, જેમકેકેટલાક વૃક્ષ ઉંચાઈમાં ઉન્નત હોય છે અને શુભ રસવાળા હોય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં ઉન્નત હોય છે પરન્તુ અશુભ રસ વાળા હોય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં અવનત અને રસાદિમાં ઉન્નત થાય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં પણ અવનત અને રસાદિમાં પણ અવનત થાય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો કહેલ છે, જેમકે દ્રવ્યથી પણ ઉન્નત અને ગુણ પરિણમનથી પણ ઉન્નત. ઈત્યાદિ ચાર ભંગ.
ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે. કેટલાક ઊંચાઈમાં પણ ઊંચા અને રૂપમાં પણ ઉન્નત ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો કહેલ છે જેમકે- કેટલાક દ્રવ્યાદિથી ઉન્નત હોતા થકા ઉન્નત મનવાળા યાવત ચાર ભંગ એ પ્રકારે સંકલ્પ પ્રજ્ઞા, દ્રષ્ટિ, શીલાચાર, વ્યવહાર, પરાક્રમ. એમ દરેકના ચાર ચાર ભાગાકરી દરેકની ચૌભંગી ઉતારી લેવી જોઈએ. જોમકે- દ્રવ્યથી ઉન્નત અને સંકલ્પથી પણ ઉન્નત, દ્રવ્યથી ઉન્નત સંકલ્પથી અવનત, દ્રવ્યથી અવનત સંકલ્પથી ઉન્નત, દ્રવ્યથી અવનત સંકલ્પથી અવનત ઈત્યાદિ, મન સંબંધી સૂત્રોમાં પુરૂષોજ સમજવા જોઈએ વૃક્ષો નહિ.
ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે, જેમકે કેટલાક વૃક્ષ આકૃતિમાં સરળ અને ફળાદિ દેવામાં પણ સરળ કેટલાક આકૃતિમાં સરળ અને ફળાદિ દેવામાં વક્ર. એ પ્રકારે ચાર ભંગ સમજી લેવા. એમ ચાર પ્રકારના પુરૂષો કહેલ છે. જેમકે- આકૃતિથી સરલ અને દયથી પણ સરળ. એ પ્રકારે ઉન્નત પ્રણતના ચાર ભંગ અને જુવક્રના ચાર ભંગ પણ કહેવા. પરાક્રમ સુધી બધા ભંગ જાણી લેવા.
[૨૫૧] પ્રતિમાધારી અણગારને ચાર ભાષાઓ બોલવી કહ્યું છે યથા યાચની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org