SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઠાણું - ૩૪/૨૪૩ કહેલ છે. મલ્લીનાથ ભગવાને ત્રણસો પુરુષોની સાથે મુંડિત થઈ પ્રવ્રજ્યા ધારણ કરેલી. પાર્શ્વનાથ ભગવાને પણ ત્રણસો પુરુષો સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. [૨૪૪] શ્રમણ ભગવાન મહાવીરના જિન નહીં પરંતુ જિનની સમાન સર્વક્ષર સન્નિપાતી જિનની જેમ યથાતથ્ય કહેવાવાળા ત્રણસો ચૌદપૂર્વધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૨૪૫] ત્રણ તીર્થંકર ચક્રવર્તી હતા. શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ. [૨૪] ત્રૈવેયક વિમાન પ્રસ્તર (સમૂહ) ત્રણ કહેલ છે- અધઃસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તર, અને ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. અધઃસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- અધસ્તનાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનમધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનોપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ શૈવેયક વિમાનના પ્રસ્તર ત્રણ કહેલા છે. મધ્યમા-ધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમો-પરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કેઉપરિતન-અધસ્તન ગ્રેવયક વિમાન પ્રસ્તર. ઉપરિતન-મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતનોપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. [૨૪૭] જીવોએ ત્રણસ્થાન દ્વારા ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મ રૂપમાં સંગ્રહીત કર્યા છે, કરે છે અને ક૨શે - સ્ત્રીવેદ નિવર્તિત, પુરુષવેદ, નિવર્તિત અને નપુંસકવેદ નિવર્તિત, એ પ્રમાણે સંગ્રહ, વૃદ્ધિ, બંધ ઉદીરણા, વેદન, અને નિર્જરાનું કથન પણ સમજવું. [૨૪૮] ત્રણ પ્રદેશી સ્કન્ધો અનન્ત કહેલ છે. એ પ્રકારે યાવ-ત્રિગુણ રૂક્ષ પુદ્ગલ અનન્ત કહેલ છે. સ્થાનઃ ૩ – ઉદ્દેસોઃ ૪ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ ૩ - ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ૪ -ઉદ્દેસક-૧ઃ [૨૪૯] ચાર પ્રકારની અન્ત ક્રિયાઓ કહેલી છે. તેમાં પ્રથમ અન્તક્રિયા આ પ્રકારે છે ઃ- કોઈ અલ્પકર્મી આત્મા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત થઈને ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થવા પર ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર અને ઉત્તમ સમાધિનું પાલન કરનારો રૂક્ષવૃત્તિ રાખનારો,સંસારને પાર કરવાનો અભિલાષી, શાસ્ત્રાધ્યયનને માટે તપ કરનારો દુઃખનો એટલે દુઃખના કારણરૂપ કર્મનો ક્ષય કરનાર તપસ્વી થાય છે. તેને ઘોર તપ કરવું પડતું નથી અને તેને ઘોર વેદના પણ થતી નથી.એવો પુરૂષ દીઘાયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોનો અન્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી ભરતરાજા. આ પહેલી અન્ત ક્રિયા છે. બીજી અન્તક્રિયા. આ પ્રકારે છે- કોઇ જીવ મહા-અધિકકર્મ ઉપાર્જન કરીને મનુષ્યભવમાં ઉત્પન્નથાય ત્યાર પછી મુંડિત થઇને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy