________________
૨૩૪
ઠાણ- રર૭૭ સદા સતત પાપકર્મોનો બંધ કરાય છે તેનું ફલ કેટલાક મનુષ્ય તો આ મનુષ્ય ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં અનુભવ કરે છે, મનુષ્યને છોડીને શેષ બધા જીવો માટે તે ભવમાં' એવો અભિશાપ સમાન સમજવો જોઈએ.
[૩૮] નરયિક જીવોની બે ગતિ અને બે આગતિ કહેલી છે. જેમકે-નારક જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. તો મનુષ્યગતિમાંથી અથવા તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. અને જાય છે તે પણ બે જ ગતિમાં તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્યમાં.
એ પ્રમાણે અસુરકુમાર અસુરકુમારત્વને છોડતો થકો મનુષ્ય અથવા તિર્યંચના રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બધા દેવોને માટે સમજવું જોઈએ. પૃથ્વીકાયના જીવ બે ગતિ અને બે આગતિવાળા કહેલ છે. જેમકે-પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે.તો પૃથ્વીકાયમાંથી અથવા નો-પૃથ્વીકાયમાંથી (પૃથ્વીકાય સિવાય બીજા કાયોમાંથી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વી કાયિકજીવ તે પૃથ્વી કાયિકપર્યાય ને છોડતો થકો પૃથ્વીકાયમાં અથવા નો-પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે મનુષ્ય સુધી સમજવું.
[૭] નૈરયિક જીવો બે પ્રકારના છે, ભવસિદ્ધિક (ભવ્ય)અને અભવસિદ્ધિક (અભવ્ય) આ પ્રકારે વૈમાનિક પર્યન્ત સમજવું. નૈરયિક જીવ બે પ્રકારે છે, - અનન્તરોપપનક અને પરમ્પરોપપન્નક એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક જીવ બે પ્રકારે છે. જેમકે-ગતિ સમાપનક (નરકગતિમાં જતાં) અગતિ સમાપનક (નરકમાં ગયેલા) નૈરયિક જીવ બે પ્રકારના છે. જેમકે-પ્રથમ સમયોન અને અપ્રથમસમયોત્પન, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારના છે. -આહારક (આહારપતિ પૂર્ણ કરનાર) અને અનાહારક વિગ્રહ ગતિમાં વર્તમાન) એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક બે પ્રકારે કહેલ છે. જેમકે-ઉચ્છવાસક (ઉચ્છવાસકાયપ્તિ પૂર્ણ કરનાર) અને નોઉચ્છવાસક (ઉચ્છવા- સાયતિથી અપર્યાપ્ત) એ પ્રમાણે વૈમાનમિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારે છે. જેમકે- સેન્દ્રિય અને અનિદ્રિય. એમ વૈમાનિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારે છે. - પર્યાપ્ત અને અપર્યાપ્ત વૈમાનિક સુધી એમ જાણવું. નૈરયિક બે પ્રકારે કહેલા છે જેમકે સંજ્ઞી અને અસંજ્ઞી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેક્રિય છોડી. પંચેન્દ્રિય યાવતું વ્યંતર સુધી એમજ જાણવું જોઈએ. નૈરયિક બે પ્રકારે કહેલા છે. જેમકેભાષક (ભાષાપયપ્તિની પૂર્ણતાવાળા) અભાષક (જેમની ભાષા પતિ પૂર્ણ થઈ હોય) એ પ્રમાણે એકેન્દ્રિયને છોડી બધા દંડકોમાં સમજવું. નૈરયિક બે પ્રકારે છે. સમ્યદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ પ્રમાણે એકેન્દ્રિયને છોડી બાકી બધા દેડકોમાં સમજવું.
નરયિક બે પ્રકારે કહેલ છે. પરિત્ત સંસારિક અને અનન્તસંસારિક. આ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક બે પ્રકારના છે -સંખેયકાલની સ્થિતિવાળા અને અસંખ્યયકાલની સ્થિતિવાળા. આ પ્રમાણે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિ- યને છોડીને વાણવ્યંતર સુધી પંચેન્દ્રિય સમજવા. નરયિક બે પ્રકારે છે. સુલભબોધિક અને દુર્લભબોધિક, એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી જાણવું. નરયિક બે પ્રકારે છે. જેમકે-કૃષ્ણપાક્ષિક (જેમનો સંસારભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે હોય) અને શુકલ પાક્ષિક (જેમનો સંસાર અર્ધપદૂગલ પરાવર્તનથી ઓછો હોય) વૈમાનિક દેવ સુધી એમ જ જાણવું. નૈરયિક બે પ્રકારે છે. જેમકે-ચરમ (તે યોનિમાં અન્તિમ જન્મવાળા) અચરમ (તે યોનિમાં પુનઃ જન્મ લેનાર) એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org