SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૨, ઉસો-૧ ૨૩૩ જોઈએ. પૃથ્વીકાયિક જીવોના બે શરીરો હોય છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આવ્યંતર છે અને ઔદારિક બાહ્ય છે. વનસ્પતિકાયિક જીવો સુધી એમ જ સમજવું જોઈએ. બેઇન્દ્રિય જીવોના બે શરીરો છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આવ્યંતર છે અને હાડ-માંસ, રક્તથી બનેલ ઔદારિક શરીર બાહ્ય છે. ચઉરિન્દ્રિય જીવ સુધી એમ જાણવું. પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોને બે શરીર છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કામણ આત્યંતર છે અને હાડ માંસ રક્ત સ્નાયુ અને શિરાઓથી બનેલ દારિક શરીર બાહ્ય છે. એ જ પ્રમાણે મનુષ્યોના પણ બે શરીરો સમજવાં જોઈએ. વિગ્રહ ગતિ-પ્રાપ્ત નૈરયિકોના બે શરીરો હોય છે, જેમકે-તૈજસ અને કામણ. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું જોઈએ. નૈરયિક જીવોના શરીરની ઉત્પત્તિ બે સ્થાનો (કારણો) થી થાય છે, જેમકે રાગથી એટલે “રાગજન્ય કર્મથી અને દ્વેષથી એટલે ‘દ્વેષજન્ય કર્મથી વૈમાનિકો સુધી બધા જીવોના શરીરોના ઉત્પત્તિ આ જ બે કારણોથી જાણવી. નરયિક જીવોના શરીર બે કારણોથી પૂર્ણ અવયવવાળા હોય છે જેમકે-રાગથી અર્થાતુ રાગજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. દ્વેષ અથતુ દૈષજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. બે કાય-જીવસમુદાય કહેલ છે. જેમકે ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાય બે પ્રકારના કહેલ છે. જેમકે ભવસિદ્ધિક અભવસિદ્ધિક,. એ પ્રમાણે સ્થાવરકાયના જીવો પણ સમજવા. [૩૬] બે દિશાઓની અભિમુખ થઈને નિર્ઝન્થ અને નિર્ગન્ધિઓની દીક્ષા દેવી કહ્યું છે. જેમકે પૂર્વમાં અને ઉત્તરમાં. એ પ્રમાણે પ્રવૃતિ કરવું, સૂત્રાર્થ શિખવું, મહાવ્રતોનું આરોપણ કરવું. સહભોજન કરવું, સહનિવાસ કરવો, સ્વાધ્યાય કરવા માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્રને સ્થિર કરવાને માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્ર અન્યને ભણાવવાને માટે કહેવું. આલોચના કરવી, પ્રતિક્રમણ કરવું, ગુરુ સમક્ષ અતિચારોની ગહ કરવી, લાગેલા દોષનું છેદન કરવું, દોષની શુદ્ધિ કરવી, પુનઃ દોષ ન કરવાને માટે તત્પર થવું. યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપગ્રહણ કરવું કહ્યું છે. બે દિશાઓની સન્મુખ થઇને નિર્ઝન્ય અને નિર્ઝન્થીઓને મારણાન્તિક-સંલેખના તપ વિશેષથી કર્મ-શરીરને ક્ષીણ કરવું. ભોજન પાણીનો ત્યાગ કરી પાદોપગમન સંથારો સ્વીકારી મૃત્યુની કામના નહીં કરતા થકા સ્થિત રહેવું કહ્યું છે. જેમકે પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં. સ્થાનઃ ૨-ઉદેસોઃ 1ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ( સ્થાનઃ ૨-ઉદેસોઃ ૨ ) [૭૭] જે દેવ ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલ છે. તે કલ્પોપપન (બાર દેવલોકમાં ઉત્પન) હોય, અથવા વિમાનોપપન (રૈવેયક અને અનુત્તર ઉત્પન્ન થયા) હોય, અને જે જ્યોતિષક દેવો ચારોપનિક અથવા ચાર સ્થિતિક હોય એટલે અઢી દ્વિપથી બહાર ગતિ રહિત હોય અથવા અઢી દ્વિપમાં સતત ગમનશીલ હોય તે સદા પાપ કર્મ- નો બંધ કરે છે. તેનું ફલ કેટલાક દેવ તો તે ભવમાંજ અનુભવ કરે છે. અને કેટલાક દેવ અન્ય ભવમાં અનુભવ કરે છે. નૈરયિક જીવ જે સદા સતત પાપકર્મનો બંધ કરે છે. તેનું ફ્લ કેટલાક નારકી તો તે ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં પણ અનુભવ કરે છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકજીવ પર્યન્ત જાણવું જોઇએ. મનુષ્યો વડે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy