________________
૨૩૦
કાલ પર્યન્ત ગર્હા કરે છે.
[૬૨] પ્રત્યાખ્યાન બે પ્રકારના છે. -કોઇપ્રાણી કેવળ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઇ કેવળ વચનથી જ પ્રત્યાખ્યાન કરે છે. અથવા પ્રત્યાખ્યાનના બે ભેદ છે. - કોઇ દીર્ઘ કાલ પર્યન્ત પ્રત્યાખ્યાન કરે છે, કોઇ અલ્પકાલીન પ્રત્યાખ્યાન કરે છે.
[૩] બે ગુણોથી યુક્ત અણગાર અનાદિ અનન્ત દીર્ઘકાલીન ચાર ગતિવાળા સંસાર કાંતારને તરી શકે છે- વિદ્યા (જ્ઞાન) વડે અને ચરણ (ચારિત્ર) વડે.
[૬૪] બે સ્થાનોને આત્મા જ્યાં સુધી જ્ઞપરિક્ષાથી જાણી લેતો નથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરતો નથી ત્યાં સુધી તેને કેવલીપ્રરૂપત ધર્મ સાંભળવા મળતો નથી. તે બે સ્થાનો આ પ્રમાણે છે. આરંભ અને પરિગ્રહ બે સ્થાનોને જાણ્યા વિના અને ત્યાગ કર્યા વિના આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરવા સમર્થ થઇ શકતો નથી. જેમકે-આરંભ અને પરિગ્રહ એવી જ રીતે-શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. શુદ્ધ સંયમથી પોતે પોતાને સંયત કરી શકતો નથી. શુદ્ધ સંવરથી સંવૃત થઇ શકતો નથી. સમ્પૂર્ણ આિિનબોધિક (મતિ) જ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સંપૂર્ણ મનઃપર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ.
[૬૫] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણાદિ રૂપે પ્રાપ્ત કરી શકે છે-યાવત્ - કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે છે આરંભ અને પરિગ્રહ. [૬૬] આત્મા બે સ્થાનોથી કેવલીપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકે છે. યાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે-શ્રદ્ધાપૂર્વક ધર્મની ઉપાદેયતા સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને.
ઠાણું - ૨/૧૬૧
[૬૭] બે પ્રકા૨નો સમય કહેલો છે. અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણી કાળ.
[૬૮] બે પ્રકારે ઉન્માદ કહેલો છે. જેમકે-યક્ષના પ્રવેશથી થયેલો ઉન્માદ અને દર્શન મોહનીય કર્મના ઉદયથી થયેલો ઉન્માદ તેમાં યક્ષાવેશ ઉન્માદ છે તેનું સરળતાથી વેદન થઇ શકેછે. અને તે સરલતાથી દૂર કરી શકાય છે. મોહનીય કર્મના ઉદયથી જે ઉન્માદ ઉત્પન્ન થાય છે તેનું વેદન કઠિન હોય છે અને તે મુશ્કેલીથી દૂર કરાય છે.
[૬૯] દંડ બે પ્રકારના કહેલા છે. જેમકે-અર્થદંડ (પ્રયોજન માટે હિંસાદિ કરવી) અને અનર્થદંડ, નૈરયિકજીવોને બેદંડ કહેલા છે, જેમકે-અર્થદંડ અને અનર્થ દંડ. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી ચોવીશ દંડકમાં સમજી લેવા.
[૭૦] દર્શન બે પ્રકારે છે, -સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન. સમ્યગ્દર્શનના બે ભેદ કહેલ છે, નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ સમ્યગ્દર્શન. નિસર્ગસમ્યગ્દર્શનના બે ભેદ છે, -પ્રતિપાતિ (નષ્ટ થઇ જનાર) અને અપ્રતિપાતિ. અભિગમ સમ્યગ્દર્શનના બે ભેદ છે, -પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. મિથ્યાદર્શન બે પ્રકારે છે આભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભિગ્રહિકમિથ્યાદર્શન. આભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારે છે,સપર્યવસિત (સાન્ત) અને અપર્યવસિત (અનન્ત) એ પ્રકારે અનભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે ભેદ જાણવા.
[૭૧] જ્ઞાન બે પ્રકારના કહેલ છે. જેમકે-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- કેવલજ્ઞાન અને નોકેવલજ્ઞાન. કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org