________________
શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૧૫, સત્ત્વોને ઠોકરાવે છે. અહીં તહીં અથડાવે છે, પીડા આપે છે, કુચલે છે, નિદ્માણ કરે છે. એટલા માટે મુનિ ઈય સમિતિથી સંપન્ન હોવો જોઈએ, આ પહેલી ભાવના છે.
જે મનને જાણે છે, તે જ નિગ્રંથ મુનિ છે. જે મન પાપકારી, સાવદ્ય, ખરાબક્રિયા સહિત, કર્મબંધકારી, છેદકારી, કલહકારી, ઢેકારી, પરિતાપકારી, પ્રાણીઓ તેમજ ભૂતોની હિંસા કરનાર છે. તેવું મન કરવું ન જોઈએ, એમ જાણીને મનને નિષ્પાપ રાખવું જોઈએ. માટે જે મનને જાણે છે, પાપરહિત રાખે છે તે નિગ્રંથ છે. આ બીજી ભાવના.
મુનિને વચન જાણવું જોઇએ. જે વચન પાપકારી, સદોષ, ક્રિયાવાળું યાવતુ જીવ ઘાતક હોય તેવું બોલવું ન જોઈએ. જે આવા વચન જાણે છે તે મુનિ છે. માટે જે વચન પાપજનક ન હોય, તેવું વચન મુનિએ બોલવું જોઇએ. આ ત્રીજી ભાવના છે.
નિગ્રંથે ભંડોપકરણ ઉપાડતાં, લેતાં-મૂકતાં કે રાખતાં સમિતિ સહિત વર્તવું જોઇએ. કેવળી કહે છે કે જે આદાન ભંડનિક્ષેપણા સમિતિ-રહિત હોય છે તે પ્રાણાદિકનો ઘાત કરનાર હોય છે, માટે નિર્ગથે સમિતિયુક્ત રહેવું જોઈએ. એ ચોથી ભાવના.
નિર્ગથે આહાર પાણી જોઇને વાપરવા. જોયા વિના ન વપરાય. કેવળી કહે છે-જોયા વિના આહાર પાણી વાપરનાર સાધુ પ્રાણાદિકનો ઘાત કરનાર છે. માટે નિગ્રંથે આહાર પાણી જોઈ વાપરવા. જોયા વિના વાપરવા જોઈએ નહિ. એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી પ્રથમ મહાવ્રત રૂડી રીતે કાયાએ પર્શિત, પાલિત, પાર પમાડેલું, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ પહેલું પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત છે.
પિ૩૭] “સર્વ મૃષાવાદ રૂપ વચન-દોષોનો ત્યાગ કરૂ છું એટલે કે ક્રોધથી-લોભથી, ભયથી કે હાસ્યથી સ્વયં જૂઠું ન બોલે, બીજાને જૂઠું ન બોલાવે, અને જૂઠું બોલતા હોય તેને અનુમોદન ન આપે, ત્રણ કરણ ત્રણ યોગથી મન, વચન, કાયાથી હે ભગવાન ! હું મૃષાવાદી ભાવથી નિવૃત્ત થાઉં છું, હું જિંદગી પર્યત તેનો ત્યાગ કરું છું, નિંદુ છું અને તેવા સ્વભાવને વોસિરાવું છું.”
તેની આ પાંચ ભાવનાઓ છે
મુનિ વિચાર કરી બોલે, વિચાર્યા વિના ન બોલે. કેવળી ભગવાનું કહે છે-વગર વિચાર્યું બોલનાર સાધુ, વચનથી અસત્યને પ્રાપ્ત કરે છે અથતું મૃષાવાદી થાય છે. તેથી નિગ્રંથ વિચારીને બોલે, વિચાર્યા વિના ન બોલે. એ પહેલી ભાવના.
જે ક્રોધને જાણે છે તે મુનિ છે. મુનિ ક્રોધશીલ ન હોય. કેવળી ભગવાન કહે છે ક્રોધવશાતુ ક્રોધી મિથ્યા ભાષણ કરે છે. માટે ક્રોધના સ્વરૂપને સમજે અને ક્રોધી ન થાય. એ બીજી ભાવના.
મુનિ લોભના સ્વરૂપને જાણે અને લોભી ન બને. કેવળી ભગવાનનું કથન છે કે લોભવશીભૂત થયેલો લોભી ભાષણ કરે છે. તેથી મુનિએ લોભનું સ્વરૂપ સમજવું અને લોભી ન બનવું. એ ત્રીજી ભાવના.
સાધુ ભયને સમજે અને ભયના વશીભૂત ન બને. કેવળી ભગવાનનું કથન છે કે ભયપ્રાપ્ત-ડરપોક મૃષાવાદી થઇ જાય છે. તેથી મુનિ ભયનું સ્વરૂપ સમજે અને ભયભીત ન થાય. એ ચોથી ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
. WWW.jainelibrary.org