________________
૧૧૪
આયારો - ૨/૧૫-૫૩૫ આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીર દેહનું મમત્વ ત્યાગી, એક મુહૂર્ત દિવસ શેષ રહેતા કુમાર ગ્રામમાં પહોંચ્યા. ત્યાર પછી શરીરની મમતા ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ અથતુ પૂર્ણ રૂપથી નિર્દોષ સ્થાન, ઉત્કૃષ્ટ વિહાર, ગ્રહણ કરેલા ઉત્કૃષ્ટ સંયમ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, નિલભતા, સમિતિ, ગુપ્તિ, સંતોષ, સ્થિતિ, ક્રિયાદિ દ્વારા સમ્યક ચારિત્રના ફળ નિવણ તેમજ મુક્તિથી આત્માને ભાવિત કરતાં વિચરતા લાગ્યા. એ પ્રમાણે વિચરતા ભગવાનને જે કોઈ દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સંબંધી ઉપસર્ગ ઉત્પન્ન થયા, તે સર્વ ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને અનાકુળ, અવ્યથિત તથા અદીન મનથી મન, વચન, કાયાની ત્રિવિધ ગુપ્તિ સહિત સહન કર્યા. સર્વને સહન કરવામાં સમર્થ થયા. લેશમાત્ર પણ વિચલિત થયા વિના સહન કર્યા.
આ પ્રમાણે વિહારથી વિચરતા શ્રમણ ભગવાન મહાવીરને બાર વર્ષ વીતી ગયા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું. તે સમયે ગ્રીષ્મ ઋતુના બીજા મહિનામાં ચોથા પખવાડિયામાં વૈશાખ શુક્લા દસમી તિથિમાં, સુવ્રત નામના દિવસમાં, વિજય મુહૂર્તમાં, ઉત્તરાફાલ્યુની નક્ષત્રનાં યોગમાં, પૂર્વ દિશામાં છાયા જતા સમયે અંતિમ પ્રહરમાં જંભિક ગામ નામના નગરની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામાક ગાથાપતિના ક્ષેત્રમાં, ઉપર જાનુ અને નીચે મસ્તક રાખીને ધ્યાન રૂપી કોઠામાં રહેતાં ભગવાનને, વ્યાવૃત નામના ચૈત્યના ઈશાન ખૂણામાં, શાલ વૃક્ષની સમીપે ઉત્કટ ગોદોહાસનથી આતાપના લેતા, નિર્જળ ષષ્ઠ ભક્ત-કરતાં શુક્લ ધ્યાનમાં લીન થતાં પાંચમું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાઘાત નિરાવરણ અનન્ત અનુત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયું. હવે ભગવાન, અરહંત, જિન, કેવળી, સર્વજ્ઞ સર્વિભાવદર્શી થઈને દેવો, મનુષ્યો તથા અસુરો આદિ સર્વ લોકની પયયોને જાણવા-દેખાવા લાગ્યા.
આ પ્રમાણે સંપૂર્ણ લોકમાં સમસ્ત જીવોનાં સમસ્ત ભાવોને જાણતાં અને દેખતાં વિચારવા લાગ્યા. જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને અંતિમ પરિપૂર્ણ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં તથા દેવીઓમાં નીચે આવવા જવાની હીલ-ચાલ મચી ગઈ. ત્યારપછી સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાનું મહાવીરે આત્માનું અને લોકનું સ્વરૂપ જાણીને પહેલાં દેવોને અને પછી મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો. ત્યારપછી સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણોને ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોની તથા છ જીવનકાયોની પ્રરૂપણા કરી-જેમ કે પૃથ્વીકાયથી યાવતુ ત્રસકાય સુધી.
[૩૬] પહેલું મહાવ્રત આ પ્રમાણે છે - હે ભગવાન ! હું સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. સૂક્ષ્મ-બાદર, ત્ર-સ્થાવર-કોઈ પણ પ્રાણીની જીવન પર્યંત મન, વચન, કાયાથી સ્વયં હિંસા કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં અને હિંસા કરવાવાળાની અનુમોદના કરીશ નહીં. હે ભગવન ! હું હિંસાથી નિવૃત્ત થાઉં છું, હિંસક સ્વભાવની આત્મસાક્ષીએ નિન્દા કરું છું, ગહ કરું છું, હિંસાયુક્ત મારા સ્વભાવનો ત્યાગ કરું છું
પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના છે. એમાંથી પહેલી ભાવના આ પ્રમાણે છે:
મુનિએ ઈય સમિતિથી યુક્ત રહેવું જોઇએ, ઈ સમિતિ રહિત ન રહેવું જોઇએ. કેવળી ભગવાનનું કથન છે કે ઈય સમિતિથી રહિત મુનિ, પ્રાણીઓ, ભૂતો, જીવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org