________________
આલોકમાં પણ આ જ નીતિ દેખાય છે, તો પરલોકમાં પોતાનો આત્મા સુખી થાય, એ સ્વાર્થ = આત્મહિત માટે કોણ પ્રયત્ન ન કરે?
સાવધાન, પુત્ર પરના મમત્વના કારણે આજ સુધીમાં અનંત જીવો પુત્રની વિષ્ટામાં કીડા તરીકે ઉત્પન્ન થયા છે. શું લાભ થયો પોતાના આત્માને. આખી જિન્દગી પુત્ર પાછળ ઘસી નાખવા છતાં. એ પુત્ર સદ્ગતિની કોઈ ખાતરી આપી શકતો નથી. અરે, એ જ પુત્ર પ્રત્યેનું મમત્વ દુર્ગતિમાં ઘસડી જાય છે,
सुत वनिता यौवन धन मातो
અધ્યાત્મવિશ્વના પ્રવેશદ્વારે એક પ્રવેશ-ફી આપવી પડે છે. એના વિના અધ્યાત્મ-વિશ્વમાં પ્રવેશ મળતો નથી. આ પ્રવેશ-ફી એટલે પરદ્રવ્ય-વિરક્તિ અને આત્મદ્રવ્ય અનુરક્તિ. જ્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે અંતરમાં વિરાગનો ભાવ જાગૃત ન થાય, તેમનામાં પારકાપણાની પ્રતીતિ ન થાય, તેમનામાં આત્મહિતના શત્રુત્વની પ્રતીતિ ન થાય, અને જ્યાં સુધી આત્મદ્રવ્ય પ્રત્યે ‘અહં’ બુદ્ધિનો ઉદય ન થાય. આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરવાની ઝંખના ન થાય, ત્યાં સુધી અધ્યાત્મવિશ્વમાં પ્રવેશ શક્ય નથી.
-
આત્માનુભૂતિની અદ્ભુત કક્ષાને પ્રાપ્ત કરવા માટે તો શરીર પ્રત્યેનું ય મમત્વ છોડી દેવું અનિવાર્ય છે, અરે, માન્યતા પ્રત્યેનું ય મમત્વ છોડી દેવું અતિ આવશ્યક છે, તો પછી પુત્ર વગેરે પ્રત્યેના મમત્વની તો શું વાત કરવી?
सुत वनिता यौवन धन मातो
ચક્રવ્યૂહના સાત કોઠાને તો ક્યાંય શરમાવે એવા આ એક એક કોઠા છે. બિચારો જીવ આમાં ક્યાંક ને ક્યાંક ખરાબ
રીતે અટવાઇ જાય છે અને મોહરાજાના હાથે ધોબીપછાડ હાર ખાય છે. બીજો કોઠો છે વનિતા = સ્ત્રી.
જેની આસક્તિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સાતમી નરકનો મહેમાન બનાવ્યો. જેના કારમા રાગે દેવશર્મા બ્રાહ્મણને પત્નીના ગુમડાની રસીનો કીડો બનાવ્યો. જેના રૂપ પાછળ પાગલ બૌદ્ધ રાજા રાણીની વિષ્ટાનો કીડો થયો. જેના લપસણા પગથિયેથી લપસીને નંદિષણ, અષાઢાભૂતિ જેવા મુનિવરો ચારિત્ર-સામ્રાજ્યથી ભ્રષ્ટ થઇ ગયાં.
અરે, આગળ વધીને કહું તો વર્તમાનમાં
પણ પ્રાયઃ પ્રત્યેક
ઘરે જેના નિમિત્તે સંક્લેશોની હોળી સળગે છે,... પેલા ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે
नान्यन्मनोहारि नितम्बिनीभ्यो, दुःखैकहेतुरपि कश्चिदन्यः ।।
મોહઘેલા જીવને દુનિયામાં ‘સ્ત્રી’થી વધુ સુંદર બીજું કાંઇ જ લાગતું નથી, એ જેટલું સત્ય છે, એટલું જ સત્ય એ પણ છે, કે ‘સ્ત્રી’ જેવું બીજું દુઃખનું કારણ પણ કાંઇ જ નથી.
For Private & al Use Only