________________
સૂક્ષ્મસૃષ્ટિથી જોઈએ તો પુત્ર આદિ પ્રત્યેનું મમત્વ પણ મિથ્યાજ્ઞાનથી થાય છે. ‘શરીર એ હું નથી’ એવી સમ્યક્ સમજના અભાવથી થાય છે. કારણ કે પુત્ર આદિ બધા સંબંધોનો આધાર શરીર છે. અને શરીર આત્માથી જુદું છે. જ્ઞાનોપનિષમાં કહ્યું છે –
अङ्गस्यैवाभावेऽङ्गजानुत्थानात् ।
મને કોઇ નથી. કારણ કે મને અંગ (શરીર) જ પુત્ર નથી. તો પછી અંગજ (પુત્ર) ક્યાંથી હોઈ શકે?
જ્યાં સુધી શરીર પ્રત્યે મમત્વબુદ્ધિ છે કે ‘શરીર જ હું છું' એવો ‘અહંકાર’ છે, ત્યાં સુધી બીજા મમત્વો પણ ઊભા રહેવાના. ત્યાં સુધી આત્માનુભૂતિનું અંતર વધતું જ જવાનું.
इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डनम्
એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, અને બીજી બાજું ચામડાનો ટુકડો છે. એક બાજુ અદ્ભુત આનંદદાયિની આત્માનુભૂતિ છે. અને બીજી બાજું તાપ અને સંતાપ આપનારી પુત્રાદિ પ્રત્યેની મમત્વબુદ્ધિ છે. વિવેકી આ બેમાંથી કોની પસંદગી કરે? એક વાતને હૃદયમાં બરાબર ઠસાવી લેવા જેવી છે, કે ‘પર’નો પ્રેમ કદી આત્માને સુખી કરવાનો નથી, અને દુઃખી કર્યા વિના રહેવાનો નથી. સુખનો ઉપાય આ જ છે કે આત્મામાં લીન થઈ જવું. પરદ્રવ્યની પ્રીતિનો સંપૂર્ણપણે ત્યાગ કરી દેવો. ઇષ્ટોપદેશમાં કહ્યું છે
પ: પતતો દુ:વ-માત્મવાત્મા તતઃ સુદ્યમ્॥
જે ‘પર' છે, તે ‘પર’ જ રહેવાનું છે. તે કદી ‘સ્વ’ બનવાનું નથી. ‘પર’થી દુઃખ જ મળવાનું છે. ‘સ્વ’ છે માત્ર આત્મા અને તેનાથી જ સુખ મળવાનું છે.
Jain Education International
બાર વર્ષના વા’ણા વાઇ ગયા. પુત્રમોહ શિથિલ થઇ ગયો. વૈરાગ્ય દઢ બન્યો. ફરીથી ચારિત્રના પંથે સિધાવ્યા. એ હતા આર્દ્રકુમાર મુનિ. પ્રભુ વીરના પાવન સાન્નિધ્યને પામવા માટે રાજગૃહી નગરી તરફ વિહાર કર્યો. રસ્તામાં એક સાંકળોથી બાંધેલો હાથી હતો. તેને મુનિને પ્રણામ કરવાની ભાવના થઈ. ચમત્કારિક રીતે લોઢાની સાંકળો તૂટી ગઈ. ખૂબ ભાવથી મુનિને વંદન કરીને હાથી જંગલમાં જતો રહ્યો.
શ્રેણિક રાજાને આ અદ્ભુત ઘટનાની જાણ થઈ, વિસ્મિત થઈને મુનિને વંદન કરવા આવ્યાં. ચારિત્રના પ્રભાવની ખૂબ અનુમોદના કરી. ત્યારે મુનિવરે ગદ્ ગદ્ સ્વરે કહ્યું, “આ લોઢાની સાંકળો તોડવી એ મને એટલું દુષ્કર નથી લાગતું. દુષ્કર તો । લાગ્યા એ કાચા સૂતરના બંધન તોડવા...’
सुत वनिता यौवन धन मातो
સમગ્ર વિશ્વ સ્વાર્થ ખાતર ભોગ આપે છે. એ ત્યાં જ પ્રયત્ન કરે છે, કે જ્યાં એનો કાંઈ સ્વાર્થ સરતો હોય. સ્નેહ... પ્રેમ... સંબંધ... આ બધાનો આધાર છે કોઇ ને કોઇ સ્વાર્થ. દુનિયામાં તે જ વિચક્ષણ ગણાય છે, કે જે પોતાનો સ્વાર્થ સાધી લે. જેનાથી સ્વાર્થ ઘવાય તેવી પ્રવૃત્તિ કરનાર ભોટ ગણાય છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે -
स्निह्यन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेऽत्रापि समीक्ष्य रीतिं, સ્વાર્થે ન : પ્રત્યહિતે યતેત?।।૧-૨૧ાા
‘પોતાના’ને પણ પોતાના ત્યાં જ સુધી ચાહે છે, કે જ્યાં સુધી તેમને એમના દ્વારા પોતાનો સ્વાર્થ સરતો લાગે છે.
For Private & Personal Use Only